________________
વ્યાખ્યાન ૧૩]
વિનય પ્રશંસા
૪૯
જોઈએ, તેથી આ વૃક્ષને કાપતાં આપણા સ્વામીને કાંઈ પણ વિઘ્ર થવું ન જોઈએ.'' એમ વિચારીને તે વિદ્ન દૂર કરવા સારુ તેઓએ તેના અધિષ્ઠાયક દેવને ઉદ્દેશીને તેની આરાઘના માટે ઉપવાસ કર્યાં; અને ગંઘ, ધૂપ તથા પુષ્પાદિકથી તેની પૂજા કરીને પોતાને ઘેર ગયા. આ હકીકત જાણીને તે વૃક્ષનો અધિષ્ઠાયક દેવ પોતાના સ્થાનનો ભંગ થવાના ભયથી અભયકુમાર પાસે જઈ બોલ્યો કે ‘“હે મંત્રી! હું સર્વ ઋતુનાં ફળપુષ્પોથી સુંદર નંદનવન જેવો બાગ બનાવી, ફરતો પ્રાકાર કરીને વચમાં એક સ્તંભવાળો મહેલ તમને કરી આપીશ, પરંતુ તમે મારા સ્થાનરૂપ પેલા વૃક્ષને કપાવશો નહીં.’’ તે સાંભળીને અભયે તેનું વચન સ્વીકાર્યું, એટલે તે અદ્ભુત શક્તિવાળા વ્યન્તરે તત્કાળ પોતાના કહેવા પ્રમાણે મહેલ બનાવી દીધો. તે મહેલમાં રાજાની આજ્ઞાથી ચેલણા દેવી પદ્મદ્રહમાં રહેતી લક્ષ્મીની જેમ નિરંતર લીલા કરવા લાગી.
એકદા તે નગરમાં રહેનારા કોઈ ચાંડાળની ગર્ભિણી સ્ત્રીને અકાળે કેરી ખાવાનો દોહદ થવાથી તેણે પોતાના પતિને કેરી લાવી આપવાનું કહ્યું, ત્યારે તે ચાંડાળ બોલ્યો કે ‘આ ઋતુમાં કેરી મળે નહીં, માટે ક્યાંથી લાવું?’’ સ્ત્રીએ કહ્યું કે ‘‘ચેલણા રાણીના ઉદ્યાનમાં સર્વ ઋતુઓના ફળ પુષ્પ છે, માટે ત્યાંથી લાવી આપો.’’ ચાંડાળે કહ્યું કે ‘‘તે ઉપવનમાં રાજાનો ઘણો બંદોબસ્ત છે, પરંતુ કોઈક ઉપાયથી લાવીશ.'' પછી તે ચાંડાળ રાત્રિને વખતે તે ઉદ્યાન પાસે જઈ તેના પ્રાકારની બહાર ઊભો રહ્યો, અને અવનામિની વિદ્યાએ કરીને આમ્રવૃક્ષની શાખા નીચે નમાવીને તેના પરથી કેરીઓ તોડી લીધી; પછી ઉજ્ઞામિની વિદ્યાવડે પાછી શાખાને હતી તેમ ઊંચી કરી દીધી. એવી રીતે કરીને તેણે પોતાની સ્ત્રીનો દોહદ પૂર્ણ કર્યો. આ પ્રમાણે દ૨૨ોજ કેરીઓ લેવાથી તે આંબો કેરી વિનાનો થઈ ગયેલો જોઈને ઉદ્યાનના રક્ષકે તે હકીકત રાજાને નિવેદન કરી. રાજાએ અભયને બોલાવીને કહ્યું કે ‘“જેનામાં આવી શક્તિ છે તે અન્તઃપુરમાં પણ કેમ પ્રવેશ કરી ન શકે? માટે તે ચોરને સાત દિવસમાં પકડી લાવ, નહીં તો ચોરની પ્રમાણે તને દંડ થશે.' રાજાની આજ્ઞા અંગીકાર કરીને અભયકુમાર રાત્રિ દિવસ પુરમાં અને પુર બહાર ચોતરફ તપાસ કરવા માટે ફરવા લાગ્યો, પરંતુ ચોર હાથ આવ્યો નહીં. છેવટે સાતમી રાત્રિને સમયે કોઈ નટની રમત જોવાને માટે જુગારીઓ, શ્રીલંપટો, ચોરો અને માંસલુબ્ધકો એકઠા થયા હતા ત્યાં જઈ પહોંચ્યો. નટને આવવાની કાંઈક વાર હતી, તેથી અભયે સર્વ લોકોને કહ્યું કે‘‘હે લોકો! જ્યાં સુધી નટ આવ્યો નથી ત્યાં સુધી હું એક વાર્તા કહું છું તે તમે સાંભળો—
વસંતપુરમાં એક જીર્ણ નામે નિર્ધન વણિક રહેતો હતો. તેને એક પુત્રી હતી. તે મોટી ઉમ્મરની થઈ, તોપણ તેને યોગ્ય વર મળ્યો નહીં, તેથી યોગ્ય વર મેળવવા માટે તે કામદેવની પૂજા કરવા લાગી. એકદા તે કુમારી ચોરીથી પુષ્પો લેવા માટે એક ઉદ્યાનમાં પેઠી. તેને ઉદ્યાનના રક્ષકે પકડી. તેનું અતિ સુંદર સ્વરૂપ જોઈને મોહિત થયેલા ઉદ્યાનપાલકે તેને કામક્રીડા માટે પ્રાર્થના કરી. ત્યારે તે કુમારિકા બોલી કે હું હજુ પરણી નથી તેથી સ્પર્શ કરવાને લાયક નથી. કહ્યું છે કે, अस्पृशा गोत्रजा वर्षाधिका प्रव्रजिता तथा । नाष्टौ गम्याः कुमारी च, मित्रराजगुरुस्त्रियः ॥१॥
ભાવાર્થ-અસ્પૃશા (ચાંડાલ વગેરે અસ્પર્ય જાતિની), એક ગોત્રની, મોટી ઉંમરની, દીક્ષા
ભાગ ૧-૪
Jain Education interna
For Private & Personal Use Only
www.jainelibrary.org