________________
૫૦ * શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
[સ્તંભ ૧ લીઘેલી, કુમારી, મિત્રની સ્ત્રી, રાજાની સ્ત્રી અને ગુરુની સ્ત્રી–આ આઠ પ્રકારની સ્ત્રીઓ અગમ્ય છે; અર્થાત્ પરપુરુષે તેનો સ્પર્શ કરવો તે પણ યોગ્ય નથી.”
તે સાંભળીને માળીએ કહ્યું કે “જ્યારે તું પરણે ત્યારે જો તું પ્રથમ મારી પાસે આવવાનું કબૂલ કરે તો અત્યારે તને છોડી મૂકું.” તે શર્ત અંગીકાર કરીને તે પોતાને ઘેર ગઈ. કેટલેક દિવસે તે કન્યા યોગ્ય પતિ સાથે પરણી. પ્રથમ રાત્રિએ જ તેણે એકાંતમાં પોતાના પતિને માળીને આપેલા વચનની વાત કહી. તે સાંભળીને તેના પતિએ વિચાર્યું કે “અહો! આ સ્ત્રી સત્ય પ્રતિજ્ઞાવાળી જણાય છે.” એમ વિચારીને તેણે તેને રજા આપી; એટલે તે સ્ત્રી મણિ, મોતી અને સુવર્ણના અલંકારો તથા ઉત્તમ વસ્ત્રો પહેરીને ઘર બહાર નીકળી ઉદ્યાન તરફ ચાલી. માર્ગમાં તેને ચોર મળ્યા. તેમણે તેને રોકી અને સર્વ વસ્ત્રો તથા આભરણ ઉતારી આપવા કહ્યું ત્યારે તેણે પોતાનું વૃત્તાંત જણાવીને કહ્યું કે “હે ભાઈઓ! હું જઈને હમણાં પાછી આવું છું, તે વખતે તમારા કહેવા પ્રમાણે કરીશ, અત્યારે મને જવા દો.” તે સાંભળીને ચોરોએ તેને જવા દીધી. આગળ જતાં સુઘાવડે દુર્બળ થયેલા રાક્ષસે તેને દીઠી એટલે રોકી, તેને પણ ચોરની પેઠે સત્ય વૃત્તાંત કહી પાછા આવવાનું વચન આપીને માળી પાસે ગઈ. માળીને કહ્યું કે “મેં તને પ્રથમ વચન આપ્યું હતું તે પ્રમાણે હું આજે વિવાહિત થવાથી તારી પાસે આવી છું.” તે સાંભળીને માળીએ વિચાર્યું કે “અહો! આ કેવી સત્ય પ્રતિજ્ઞાવાળી છે?” એમ વિચારીને તેણે તેને પોતાની બહેન સમાન કહી વસ્ત્ર વગેરેથી સન્માન કરીને રજા દીધી. પછી પાછાં આવતાં તે રાક્ષસ પાસે આવી તેના પૂછવાથી માળીએ બહેન તરીકે ગણી વસ્ત્રો આપ્યાની સર્વ વાત કહી. તે સાંભળીને રાક્ષસે “અહો! શું હું માળી કરતાં પણ અઘમ છું?” એમ વિચારીને તેને મુક્ત કરી. ત્યાંથી આગળ ચાલતાં તેની રાહ જોઈને બેઠેલા ચોરો પાસે તે આવી. ચોરોના પૂછવાથી તેણે માળી તથા રાક્ષસ સાથે બનેલી હકીક્ત કહી બતાવી. તે સાંભળીને “અહો! શું આપણે તે બન્ને કરતાં અઘમ થઈશું?” એમ વિચારીને તેઓએ પણ બહેન તરીકે ગણી તેને સન્માનપૂર્વક રજા આપી. પછી તેણે ઘેર આવીને સર્વ હકીકત પોતાના પતિને કહી. તે સાંભળી તે પણ આનંદ પામ્યો, અને તેની સાથે સુખનો અનુભવ કરવા લાગ્યો.
આ પ્રમાણે કથા કહીને અભયમંત્રીએ સર્વને પૂછ્યું કે, “હે લોકો! કહો, તે સ્ત્રીનો પતિ, ચોર, રાક્ષસ અને માળી–એ ચારમાં દુષ્કર કામ કોણે કર્યું?” અભયકુમારના પ્રશ્નના ઉત્તરમાં જેઓ સ્ત્રીના ઈર્ષ્યાળુ હતા તેઓ બોલ્યા કે, “હે મંત્રી!નવી પરણેલી પોતાની ખૂબસૂરત યુવાન સ્ત્રીને માળી પાસે જવાની રજા આપી, તે તેના પતિએ બહુ દુષ્કર કાર્ય કર્યું.” જેઓ સુધાતુર હતા તેઓ બોલ્યા કે,“રાક્ષસ ભૂખ્યો હતો છતાં તેને જવા દીધી, માટે રાક્ષસે ઘણું દુષ્કર કામ કર્યું.” લંપટ પુરુષોએ કહ્યું કે, “એવી સ્વરૂપવાન સ્ત્રીને એમ ને એમ પાછી જવા દીઘી તે માળીએ બહુ દુષ્કર કામ કર્યું.” છેવટે આમ્રફળ ચોરનાર ચાંડાળે પેલા ચોરની પ્રશંસા કરી, તે સાંભળીને અભયમંત્રીએ તરત જ ચાંડાળને પકડ્યો. પછી તેને દબાવીને કેરી ચોર્યા સંબંધી પૂછતાં તે ચાંડાળે સ્ત્રીનો દોહદ પૂર્ણ કરવા માટે વિદ્યાની સહાય વડે કેરીઓ લીઘાનું કબૂલ કર્યું. તે ચાંડાળને રાજા પાસે લઈ જઈને અભયકુમારે તેનું સર્વ વૃત્તાન્ત કહ્યું એટલે રાજાએ તેનો વઘ કરવાનો હુકમ કર્યો. ત્યારે અભયકુમારે કહ્યું કે, “હે સ્વામી! આની પાસેથી પ્રથમ અપૂર્વ એવી બન્ને વિદ્યાઓ તો ગ્રહણ કરો, પછી જેમ યોગ્ય લાગે તેમ કરજો. કેમ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org