________________
વ્યાખ્યાન ૧૪]
અવિનયના ફળ बालादपि हितं ग्राह्यममेध्यादपि काञ्चनम् ।
नीचादप्युत्तमा विद्या, स्त्रीरत्नं दुष्कुलादपि ॥१॥ ભાવાર્થ–બાળક થકી પણ હિતવચન ગ્રહણ કરવું, અશુચિમાંથી પણ કાંચન લઈ લેવું, નીચ માણસ પાસેથી પણ ઉત્તમ વિદ્યા હોય તો ગ્રહણ કરવી, અને નીચા કુળમાંથી પણ સ્ત્રીરત્ન ગ્રહણ કરવું. આ પ્રમાણે નીતિશાસ્ત્રનું કથન છે.”
અભયકુમારના આ પ્રમાણેના કથનથી શ્રેણિક રાજાએ સિંહાસન પર બેઠા બેઠા તે ચાંડાળને પોતાની સન્મુખ નીચે બેસાડીને તેની પાસેથી અનામિની અને ઉન્નામિની એ બે વિદ્યા શીખવા માંડી; પરંતુ ઘણી વાર તે વિદ્યા બોલતાં છતાં પણ રાજાના હૃદયમાં પેઠી નહીં. ત્યારે રાજાએ ક્રોઘ પામીને કહ્યું કે, “અરે ચાંડાળ! મને વિદ્યા આપવામાં પણ તું ખોટાઈ કરે છે?” એમ કહીને તેનો તિરસ્કાર કરવા લાગ્યા. તે જોઈ અભયકુમારે કહ્યું કે “હે સ્વામી! જો વિદ્યા ગ્રહણ કરવી હોય તો એને સિંહાસન પર બેસાડીને આપ હાથ જોડી પૃથ્વી ઉપર તેની સન્મુખ બેસો તો વિદ્યા આવડશે.” તે સાંભળીને રાજાએ તેમ કહ્યું કે તરત જ જાણે હૃદયમાં લખેલી હોય, એમ તે બન્ને વિદ્યા દ્રઢ થઈ ગઈ. પછી વિદ્યાગુરુ થવાથી તે ચાંડાળને અભયે રાજા પાસેથી મુક્ત કરાવ્યો.
આ કથા ઉપરથી વિનય જ સર્વત્ર ફળદાયી છે એમ સમજીને વિનયપૂર્વક શ્રુતનું અધ્યયન વગેરે કરવું."
વ્યાખ્યાન ૧૪
અવિનયના ફળ અન્વયથી વિનયનું સ્વરૂપ કહીને હવે વ્યતિરેકથી તેનું (અવિનયનું) વ્યાખ્યાન કરે છે–
प्रकृत्या दुर्विनीतात्मा, गुरूक्ते प्रतिकूलधीः ।
સંસારસાગરે મગ્નો, કિનૈયઃ વૃત્તવાનિ શા ભાવાર્થ-“પ્રકૃતિથી જ અવિનયવાન (ઉદ્ધત) અને ગુરુના વચનથી વિપરીત વર્તનાર ફૂલવાલક સાધુ સંસારસાગરમાં ડૂળ્યો.” તેનું દ્રષ્ટાંત આ પ્રમાણે
ફૂલવાલકમુનિનું દ્રષ્ટાંત કોઈ એક આચાર્યને એક અવિનયી શિષ્ય હતો. તેને આચાર્ય તાડના કરે કે શિખામણ આપે, તો તેના પર ગુસ્સે થતો. એકદા આચાર્ય તે શિષ્યને લઈને ઉશ્ચંત (ગિરનાર) ગિરિની યાત્રા કરવા ગયા. ત્યાં તે શિષ્ય યાત્રાળુ સ્ત્રીઓની ઉપર કુદ્રષ્ટિ કરવા લાગ્યો. તે જોઈને ગુરુએ તેને નિવાર્યો, તેથી તે ગુરુના પર કોપાયમાન થયો; એટલે યાત્રા કરીને પાછા વળતાં ગુરુની પાછળ રહીને તે દુષ્ટ શિષ્ય ગુરુના ચૂરેચૂરા કરવાના હેતુથી એક મોટો પથરો ગબડાવ્યો; પરંતુ તે પથ્થર ગુરુના બે પગ વચ્ચે થઈને નીકળી ગયો. આવા તેના દુષ્ટ કૃત્યથી ગુરુએ તેને શાપ આપ્યો કે “હે દુરાત્મા! તું સ્ત્રીથી વિનાશ પામીશ.” તે સાંભળીને તેણે વિચાર કર્યો કે “જ્યાં બિલકુલ સ્ત્રીઓ જ ન હોય ત્યાં રહ્યું કે જેથી ગુરુનો શાપ મિથ્યા થાય.” પછી તે સાધુ કોઈ નદીને કાંઠે વસ્તી વિનાના ભાગમાં જઈ આતાપના લેવા લાગ્યો. તેના ઉગ્ર તપના પ્રભાવથી તે નદી તેના તરફ વહેતી બંઘ થઈને બીજી તરફ વહેવા લાગી, તેથી તે સાધુનું ફૂલવાલક” એવું નામ લોકોએ પાડ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org