________________
શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
[સ્તંભ ૧ રાજગૃહ નગરીના રાજા શ્રેણિકે દેવતાએ આપેલ દિવ્ય કુંડળની જોડી, અઢાર ચક્ર (સર)નો હાર અને દિવ્ય વસ્ત્રો સહિત સેચનક હાથી પણ પોતાના પુત્ર હલ્લ વિહલ્લને આપ્યો, તેથી ગુસ્સે થયેલા કોણિકે કાંઈક પ્રપંચ કરીને પોતાના પિતા શ્રેણિકને કાષ્ઠના પાંજરામાં નાંખ્યો. કેટલેક દિવસે રાજા પરલોકમાં ગયે સતે કોણિક ચંપા નામની નવી પુરી વસાવીને તેમાં કાલ, મહાકાલ વગેરે પોતાના દશ ભાઈઓ સહિત રહ્યો. અન્યદા પોતાની રાણી પદ્માવતીના દરરોજના આગ્રહથી કોણિકે હલ્લ વિહલ્લ પાસે હાર વગેરે ચારે વસ્તુઓ માગી. તેથી બુદ્ધિમાન એવા તે બન્ને ભાઈઓ “આ માગણી અનર્થનું મૂળ છે” એમ વિચારીને પોતાની સારભૂત સર્વ ચીજો લઈને રાત્રિએ છૂપી રીતે ત્યાંથી નીકળી પોતાના માતામહ ચેટક રાજા પાસે વિશાળ નગરીએ જઈને રહ્યા. કોણિકને તેની ખબર થતાં તેણે દૂત મોકલીને ચટક રાજાને કહેવરાવ્યું કે, “હલ્લ વિહલ્લને અમને પાછા સોંપો.” તેના જવાબમાં ચેટક રાજાએ કહ્યું કે, શરણે આવેલા દૌહિત્રોને હું શી રીતે તમને સોંપું?” દૂતે આવીને કોણિક રાજાને તે વાત કરી; એટલે કોણિક અત્યંત ક્રોઘ પામીને ત્રણ કરોડ સુભટોના સૈન્ય સહિત તથા પોતાના સરખા બળવાન કાળ મહાકાળ વગેરે દશે ભાઈઓ સહિત ચેટક રાજા તરફ ચાલ્યો. ચેટક રાજા પણ પોતાના સામંત અઢાર રાજાઓ સહિત કોણિકની સામે આવ્યો. પરસ્પર યુદ્ધ પ્રવર્તે. પહેલા દિવસના યુદ્ધમાં જ ચેટક રાજાએ દેવતાએ આપેલા અમોઘ બારવડે કાળકુમારને યમરાજના સ્થાનમાં પહોંચાડ્યો, એટલે બન્ને લશ્કરો યુદ્ધથી વિરામ પામ્યા. એ પ્રમાણે દશ દિવસે કોણિકના દશે ભાઈઓને ચટક રાજાએ મારી નાંખ્યા. ચેટક રાજાને દરરોજ એક જ બાણ મૂકવાનો નિયમ હતો. પોતાના દશે ભાઈઓને મરાયેલા જોઈને શોકસાગરમાં નિમગ્ન થયેલા કોણિકે ચેટક રાજાને દુર્જય માની અઠ્ઠમ તપવડે સૌઘર્મેન્દ્ર અને ચમરેન્દ્રનું આરાધન કર્યું એટલે તે બન્ને ઇન્દ્રોએ આવીને કોણિકને કહ્યું કે “ચેટક રાજા જૈનધર્મી હોવાથી અમારો સંઘર્મી છે, માટે તેને અમે મારી શકીશું નહીં, પરંતુ તારા દેહની રક્ષા કરીશું.” પછી ચમરેન્દ્ર તેને મહાશિલાકંટક અને રથમુશળ નામના બે સંગ્રામ આપ્યાં, અર્થાત્ તે બે પ્રકારના યુદ્ધ શીખવ્યાં. તેમાંના પહેલા સંગ્રામમાં શત્રુના સૈન્યમાં એક કાંકરો નાંખ્યો હોય તો તે મોટો શિલા જેવો થઈને શત્રુનો નાશ કરતો અને એક કાંટો નાંખ્યો હોય, તો તે શસ્ત્રરૂપ થઈને નાશ કરતો. તે સંગ્રામ કરવા વડે કોણિકે એક દિવસે ચેડારાજાના ચોરાશી લાખ સુભટોનો વિનાશ કર્યો. બીજે દિવસે છઠ્ઠું લાખ યોદ્ધાઓનો વિનાશ કર્યો. તેથી ત્રાસ પામીને ત્રીજે દિવસે ચેડારાજાએ શ્રાવક ઘર્મમાં દ્રઢ, નિરંતર છઠ્ઠ તપ કરનાર અને મહાપરાક્રમી એવા નાગસારથીના પૌત્ર વરુણ નામના પોતાના સેનાપતિને કહ્યું કે “હે વીર! આજે તો તું યુદ્ધ કરવા સજ થા.” સ્વામીનું વચન અંગીકાર કરીને વરુણ સેનાપતિ કોણિકના સૈન્ય સાથે લડાઈમાં ઊતર્યો. ભવિતવ્યતાને યોગે કોણિકના સેનાપતિએ વરુણને બાણવડે મર્મસ્થાનમાં વીંધ્યો. એટલે વરુણે પોતાનો રથ બે ત્રણ પગલાં પાછો હઠાવીને તીવ્ર બાણવડે તે સેનાપતિને હણી નાંખ્યો. પછી તરત જ તે વરુણ યુદ્ધભૂમિમાંથી નીકળીને દૂર જઈ દર્ભનો સંથારો કરી તે પર બેસીને આલોચના પ્રતિક્રમણ કરી સમાઘિપૂર્વક મરણ પામીને અરુણાભ નામના વિમાનમાં ચાર પલ્યોપમના આયુષ્યવાળો દેવતા થયો, ત્યાંથી ચવીને તે વરુણનો જીવ મહાવિદેહમાં ઉત્પન્ન થઈ મોક્ષપદને પામશે. (વરુણનું સવિસ્તર ચરિત્ર ભગવતી સૂત્રથી જાણી લેવું.)
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org