________________
વ્યાખ્યાન ૧૪] અવિનયના ફળ
૫૩ વરુણના ગયા પછી ચેટક રાજાએ કોણિકના ઉપર બાણ મૂક્યું, પરંતુ કોણિકના શરીર ફરતું ઇન્દ્ર વજનું કવચ કરેલું હતું, તેથી તે બાણ તેને અથડાઈને ભૂમિપર પડ્યું. ચેટકરાજાને એક જ બાણ મૂકવાની પ્રતિજ્ઞા હોવાથી તેણે બીજું બાણ મૂક્યું નહીં. બીજે દિવસે પાછું તેણે બાણ મૂક્યું તો તે પણ નિષ્ફળ ગયું. તેથી ચેટકરાજાએ પોતાના અમોઘ બાણથી પણ કોણિકને અજેય જાણીને પાછા વળી વિશાલા નગરીમાં પ્રવેશ કરી દરવાજા બંઘ કરાવ્યા. એટલે કોણિકે તે નગરી ફરતો ઘેરો ઘાલ્યો.
હવે રાત્રિના સમયે હલ્લ અને વિહલ્લ સેચનક હાથીપર આરૂઢ થઈ નગર બહાર નીકળી ગુપ્ત રીતે કોણિકના સૈન્યમાં પ્રવેશ કરી તેના સૈન્યને હણવા લાગ્યા. એ પ્રમાણે હમેશાં પોતાના સૈન્યને ઘણું હણાતું જોઈને કોણિકે પોતાના સૈન્ય ફરતી ખાઈ ખોદાવી તેમાં ગુપ્ત રીતે ખેરના અંગારા નંખાવ્યા. તે વાતની હલ્લ વિહલ્લને ખબર નહોતી. તેથી તેઓ હંમેશના નિયમ પ્રમાણે સેચનકપર આરૂઢ થઈને રાત્રે કોણિકના સૈન્ય પાસે આવ્યા. ત્યાં ખાઈની નજીક આવતાં હાથીએ વિર્ભાગજ્ઞાનથી બળતા અંગારાવાળી ગુસ ખાઈ જાણીને “આ હલ્લ વિહલ્લ વિનાશ ન પામો એવા હેતુથી તે એક પગલું પણ આગળ ચાલ્યો નહીં. એટલે તે બન્ને ભાઈઓ તેને અંકુશ વડે પ્રહાર કરીને બોલ્યા કે, “હે દુષ્ટ હાથી! આજે તું પ્રતિકૂળ વર્તણૂક કરે છે તે તને યોગ્ય નથી.” તે સાંભળીને તે બન્નેને પોતાની પીઠપરથી ભૂમિપર ઉતારી દઈને તે હાથી ખાઈમાં પડ્યો. તેની અંદર રહેલી અગ્નિના તાપથી બળી મરીને તે હસ્તી પહેલા સ્વર્ગમાં દેવતા થયો. એ પ્રમાણે હસ્તીને મૃત્યુ પામેલો જોઈને બન્ને ભાઈઓ ખેદયુક્ત થઈ વિચાર કરવા લાગ્યા કે “અહો! આપણે આ પશુથી પણ અધન્ય છીએ કે જેથી એના જેટલું પણ આપણે જાણી શક્યા નહીં. એ તો ખેર, પણ આપણે આ ભયંકર પાપથી શી રીતે છૂટીશું?” એ રીતે વિચાર કરતાં તે બન્નેને વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેથી તરત જ શાસનદેવીએ તેમને ઉપાડીને શ્રી વીરપ્રભુ પાસે મૂક્યા, એટલે તે બન્નેએ ભગવંતની પાસે દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે તપસ્યા કરીને તે બન્ને ભાઈઓ સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવતા થયા.
અહીં કોણિક રાજાએ મનમાં એવી પ્રતિજ્ઞા કરી કે “જો હું મારા તીક્ષ્ણ બાણો વડે વિશાલાનગરીને ખોદી ને નાખું તો મારે અગ્નિમાં પ્રવેશ કરવો.” આવી કઠણ પ્રતિજ્ઞા કર્યા છતાં પણ તે વિશાલાનગરી જીતી શક્યો નહીં, તેથી તે અતિ ખેદયુક્ત થયો.
આ સમયે ગુરુની આજ્ઞાનો ભંગ કરનાર કૂલવાલક મુનિ કે જે નદીને કાંઠે આતાપના લેતો હતો, તેના પર કોપ પામેલી શાસનદેવી આકાશમાં રહીને કોણિક પ્રત્યે બોલી કે, “જો માગથિકા નામની ગણિકા કૂલવાલક મુનિને ચારિત્રભ્રષ્ટ કરીને લાવે તો તેની સહાયથી અશોકચંદ્ર (કોણિક) રાજા વિશાલાનગરીને જીતી શકે; તે વિના તે નગરી જીતી શકાશે નહીં.” તે સાંભળીને રાજાએ માગથિકા ગણિકાને બોલાવીને સત્કારપૂર્વક ફૂલવાલકને ભ્રષ્ટ કરીને લાવવાનું કહ્યું. તે વાત અંગીકાર કરીને કપટથી શ્રાવિકાનો વેષ લઈ માગથિકા નદી તીરે રહેલા તે મુનિ પાસે ગઈ. મુનિને વંદના કરીને તે બોલી કે “હે મુનિરાજ! સ્થાને સ્થાને ચૈત્યોને તથા મુનિઓને વંદના કરીને મારે ભોજન કરવાનો નિયમ છે, આજે આપને અહીં રહેલા જાણીને હું વંદના કરવા આવી છું, માટે હે મુનિરાજ! કૃપા કરીને નિર્દોષ ભાત પાણી ગ્રહણ કરી મને કૃતાર્થ કરો.” એમ કહીને તેણે નેપાળાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org