________________
૫૪
શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
[સ્તંભ ૧ ચૂર્ણથી મિશ્રિત કરેલા સુંદર મોદક તેને વહોરાવ્યા. તે ખાવાથી તેને તરત જ અતિસારનો વ્યાધિ થયો. તેથી તેણે બીજી નાની નાની ગણિકાઓ પાસે તેની વૈયાવચ્ચ કરાવી કે જેથી તે મુનિ થોડા વખતમાં જ ચારિત્રથી ભ્રષ્ટ થઈ તેને આધીન થઈ ગયા. પછી તેને લઈને તે ગણિકા કોણિક પાસે આવી. કોણિકે કૂલવાલકને કહ્યું કે “આ વિશાલાનગરી જીતી શકાય તેમ કરો.” કોણિકનું વચન અંગીકાર કરીને તે વિશાલા નગરીમાં ગયો. ત્યાં સર્વત્ર ભ્રમણ કરતાં એક સ્થાને તેણે મુનિસુવ્રત સ્વામીનો સ્તૂપ જોઈ વિચાર્યું કે “આ સૂપના પ્રભાવથી આ પુરીને કોઈ જીતી શકતું નથી તેથી આનો જ ભંગ કરવા માટે પ્રથમ ઉપાય કરવો જોઈએ.” એમ વિચારીને તે ગામમાં ફરવા લાગ્યો. તેને જોઈને પૌરલોકોએ તેને પૂછ્યું કે “હે મુનિ! આ નગરીનો ઉપદ્રવ જ્યારે દૂર થશે?” તેણે કહ્યું કે “આ સૂપને તમે પાડી નાંખશો, ત્યારે તમારો ઉપદ્રવ દૂર થશે.” તે સાંભળીને લોકો તે સ્તૂપને પાડવા લાગ્યા. એટલે તેમને વિશ્વાસ ઉત્પન્ન કરાવવા માટે તે દુષ્ટ સાધુએ કોણિકને કહીને તેનું સૈન્ય બે કોશ દૂર હઠાવ્યું. તે જોઈને પૌરજનોને મુનિના વાક્ય પર વિશ્વાસ આવ્યો. તેથી તેઓએ કૂર્મશિલા પર્યત સર્વ ખોદી નાખ્યું, અને કોણિકે ઘેરો ઘાલ્યા પછી બાર વર્ષે લોકોએ પુરના દરવાજા ઉઘાડ્યા, કેમકે કોણિક તો કપટથી દૂર ગયેલો હતો.
દરવાજા ઊઘડ્યાના ખબર સાંભળી કોણિક રાજાએ એકદમ આવીને નગરી પર છાપો મારી નગરીનો ભંગ કર્યો, તે વખતે પણ મહાન યુદ્ધ થયું. કોણિક ને ચેટકરાજાના યુદ્ધ જેવું આ અવસર્પિણીમાં કોઈ યુદ્ધ થયું નથી. આ લડાઈમાં એકંદર એક કરોડ ને એસી લાખ સુભટો હણાયા, તેમાં દશ હજાર સુભટો મારીને એક જ માછલીના ઉદરમાં ઉત્પન્ન થયા, એક દેવલોકમાં ગયો, એક ઊંચા કુળમાં ઉત્પન્ન થયો, અને બીજા સર્વે નરકગતિમાં તથા તિર્યગ્નતિમાં ઉત્પન્ન થયા.
વિશાળા નગરીની દુર્દશા અને પરાજય જોઈ ચેટક રાજા ચાલી જવાની તૈયારી કરતા હતા, તે વખતે કોણિકે તેમને કહ્યું કે, “હે પૂજ્ય માતામહ! મને આજ્ઞા આપો. હું આપનો પુત્ર છું, હું શું કરું?” ચેટકે જવાબ આપ્યો કે-“હે દૌહિત્ર (દીકરીના પુત્ર)! એક ક્ષણવાર ઊભો રહે. હું હમણાં આ વાવમાં સ્નાન કરી આવું છું.” એમ કહીને ચટક રાજા વાવમાં જઈ લોઢાની પૂતળી કંઠે બાંધી સમાધિમાં તત્પર થઈ વાવમાં પડ્યા. તે જ વખતે ઘરણેન્ટે તેમને ઝીલી લીધા અને તે પોતાના ભુવનમાં (પાતાળમાં) લઈ ગયો. ત્યાં ચેટક રાજા અનશનવડે કાળઘર્મ પામીને આઠમા સહસ્ત્રાર દેવલોકમાં ઇન્દ્રના સામાનિક દેવતા થયા.
પછી ચેટક રાજાનો દૌહિત્ર અને સુજ્યેષ્ઠાનો પુત્ર સત્યકી વિદ્યાધર હતો, તે ત્યાં આવીને સમગ્ર નગરીના લોકોને નીલવંત પર્વત ઉપર લઈ ગયો. અને કોણિક રાજા પણ પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરીને પોતાની રાજઘાનીમાં આવ્યો.
કૂલવાલક મુનિ પણ દેવગુરુની આશાતના કરવાથી અને માગથિકા ગણિકાના સંગથી અનેક પાપકર્મો કરીને દુર્ગતિમાં ગયો.
હે ભવ્ય પ્રાણીઓ! જો તમારે મોક્ષસુખની ઇચ્છા હોય તો આ કૂલવાલક સાઘુનું અતિ દુરન્ત ચરિત્ર સાંભળીને મહા વિષમ વિષસમાન ગુરુ મહારાજની આશાતનાનો ત્યાગ કરજો.
—
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org