________________
વ્યાખ્યાન ૧૫] સમકિતની પ્રથમ શુદ્ધિ-મનશુદ્ધિ
૫૫ વ્યાખ્યાન ૧૫ સમકિતની પ્રથમ શુદ્ધિ-મનશુદ્ધિ मनोवाक्कायसंशुद्धिः, सम्यक्त्वशोधनी भवेत् ।
तत्रादौ मनसः शुद्धिः सत्यं जिनमतं मुनेत् ॥१॥ ભાવાર્થ-“મન, વચન અને કાયાની જે શુદ્ધિ, તે સમ્યકત્વને શોઘન (શુદ્ધ) કરનારી થાય છે, તેમાં પ્રથમ મનની શુદ્ધિ કરવી, એટલે જિનમતને સત્ય માનવો.” - જિનમત એટલે જિનેશ્વરે પ્રરૂપેલ સમગ્ર પદાર્થોના ભાવને પ્રગટ કરનાર દ્વાદશાંગી રૂપ શાસ્ત્ર, તેને સત્ય માનવું, અને બીજાં સર્વ લૌકિક પરતીર્થીના શાસ્ત્રો-દર્શનો અસાર છે એમ માનવું. તેનું નામ મનઃશુદ્ધિ કહેવાય છે.”
મનઃશુદ્ધિ ઉપર જયસેનાનું દ્રષ્ટાંત ઉજ્જયિની નગરીમાં સંગ્રામશુર નામે રાજા રાજ્ય કરતો હતો. તે નગરીમાં વૃષભ નામે એક શ્રેષ્ઠી રહેતો હતો. તેને જયસેના નામની સ્ત્રી હતી. તે સમકિતી તથા પતિવ્રતા હતી. તે મોટી ઉંમરની થઈ તો પણ તેને કાંઈ સંતાન થયું નહીં. તેથી તેણે એકદા પોતાના પતિને કહ્યું કે-“હે સ્વામિ! સંતતિને માટે તમે ફરી વિવાહ કરો, કેમકે પુત્ર વિના આપણું કુળ શોભતું નથી. કહ્યું છે કે
यत्र नो स्वजनसंगतिरुच्चै-यंत्र नो लघुलघूनि शिशूनि ।।
यत्र नास्ति गुणगौरवचिन्ता, हन्त तान्यपि गृहाण्यगृहाणि ॥४॥ ભાવાર્થ-જેને ઘેર સ્વજનો એકઠા થઈને બેસતા નથી અર્થાત્ સ્વજનોની સંગતિ નથી, જે ઘરમાં નાનાં નાનાં બાળકો ક્રીડા કરતાં નથી અને જે ઘરમાં ગુણના ગૌરવપણાનું ચિંતવન થતું નથી, તેવા ઘરો ઘરની ગણતરીમાં નથી.”
તે સાંભળીને શ્રેષ્ઠી બોલ્યો કે-“હે પ્રિયા! તું કહે છે તે સત્ય છે, પરંતુ મારા ચિત્તમાં વિષયસુખની બિલકુલ અભિલાષા નથી.” તે બોલી-“હે સ્વામી! વિષયસુખને માટે ન પરણવું તે તો ઠીક છે, પણ સંતાનને માટે ફરી પરણવામાં કાંઈ ખોટું નથી.” તે સાંભળી શ્રેષ્ઠી કાંઈ બોલ્યો નહીં, મૌન રહ્યો. તેથી જયસેનાએ જાતે તપાસ કરીને કોઈ શ્રેષ્ઠીની ગુણસુંદરી નામની કન્યાનું માગું કરી તેની સાથે પોતાના પતિને પરણાવ્યો. પછી ધીરે ધીરે જયસેના ઘરનો સર્વ કાર્યભાર ગુણસુંદરીને સોંપીને ઘર્મઆરાઘનમાં તત્પર થઈ. કેટલેક કાળે ગુણસુંદરીને એક પુત્ર થયો.
એકદા ગુણસુંદરીની માતા બંધુશ્રીએ પુત્રીને પૂછ્યું કે-“હે પુત્રી! તારા પતિના ઘરમાં તને સુખ છે ને?” ગુણસુંદરી બોલી–“હે માતા! મને શોક્ય ઉપર આપીને પછી સુખની વાત શું પૂછે છે? પ્રથમ માથું મૂંડાવીને પછી નક્ષત્ર શું પૂછે છે અને પાણી પીને પછી ઘર શું પૂછે છે? મને તો પતિને ઘેર એક ક્ષણમાત્ર પણ સુખ નથી; મારો પતિ મારી શોક્ય ઉપર જ આસક્ત છે.” બંધુશ્રી બોલી–“હે પુત્રી! જો તે તારી શોક્ય રાગથી તથા કળાથી તેવા વૃદ્ધ પતિને પણ વહન કરે છે, રીઝવે છે, તો પછી બીજાની શી વાત કરવી? જ્યાં સાઠ સાઠ વર્ષના મોટા હાથીઓને વાયુ ઉછાળે, ત્યાં ગાયોની શી ગણના, અને મચ્છર વગેરેની તો વાત જ શી કરવી? તો પણ હે પુત્રી! તું શાંતિ રાખ, તારી શોક્યના વિનાશનો હું કાંઈક ઉપાય કરીશ. તું હાલ તારે ઘેર જા.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org