________________
૫૬
શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
[સ્તંભ ૧ એકદા જાણે સાક્ષાત્ રુદ્ર (શિવ)ની મૂર્તિ હોય, તેવા પ્રતાપી કોઈ કાપાલિકને જોઈને બંધુશ્રીએ પોતાનું કાર્ય સાધવાના ઇરાદાથી તેને અનેક રસ સંયુક્ત ભોજન કરાવ્યું. કહ્યું છે કે
कार्यार्थी भजते लोको, न कश्चित् कस्यचित् प्रियः ।
वत्सः क्षीरक्षयं दृष्ट्वा, परित्यजति मातरम् ॥१॥ ભાવાર્થ-“લોકો કાંઈ પણ કાર્યને અર્થે જ બીજાને ભજે છે, પણ સ્વભાવથી કોઈ કોઈને પ્રિય હોતો જ નથી. વાછરડો પણ દૂઘ નષ્ટ થયેલું જોઈને તેની માતા (ગાય)નો ત્યાગ કરે છે.”
પછી તે યોગી પણ હમેશાં ભિક્ષાને માટે ત્યાં જ આવવા લાગ્યો, અને બંધુશ્રી પણ તેને હમેશાં નવી નવી ભિક્ષા આપવા લાગી. એકદા યોગીએ પ્રત્યુપકાર કરવા માટે તેને કહ્યું કે-“હે માતા! તારે કાંઈ કામ હોય, તો ખુશીથી કહે કે તે હું કરી આપું.” તે સાંભળીને બંધુશ્રીએ ગદ્ગદ્ કંઠે પોતાની પુત્રીનું દુઃખ કહ્યું, ત્યારે યોગી બોલ્યો કે-“હે માતા! જયસેનાને હણીને મારી બહેન ગુણસુંદરીને સુખી ન કરું, તો હું અગ્નિપ્રવેશ કરીશ.” એવી પ્રતિજ્ઞા કરીને તે પોતાને આશ્રમે ગયો. તે પછી કૃષ્ણચતુર્દશીની રાત્રીએ તે યોગીએ સ્મશાનમાં એક મડદું આણીને તેની પૂજા કરી પછી વૈતાલી વિદ્યાનો જાપ કરીને તે મડદામાં વૈતાલીને પ્રત્યક્ષ કરી અર્થાત્ તેમાં પ્રવેશ કરાવ્યો. પછી તે વૈતાલી બોલી-“હે યોગી! જે કામ હોય તે કહે.” યોગી બોલ્યો-“હે મહાવિદ્યા! જયસેનાને મારી નાખ.” તે સાંભળીને તે વિદ્યા યોગીનું વચન અંગીકાર કરી જયસેના પાસે ગઈ, પણ ત્યાં તો સમ્યક્ પ્રકારે નિશ્ચળ ચિત્તે કાયોત્સર્ગમાં સ્થિત થયેલી જયસેનાને તેણે જોઈ એટલે તે વૈતાલી ઘર્મના મહિમાથી દ્વેષરહિત થઈને જયસેનાને પ્રદક્ષિણા કરી પાછી વળી સ્મશાનમાં ગઈ, તેને વિકરાળ સ્વરૂપે આવતી જોઈને તે યોગી ભયથી નાસી ગયો. બીજે દિવસે પણ તે જ રીતે યોગીએ ફરીથી વૈતાલી વિદ્યાને મોકલી. તે વખતે પણ તે વિદ્યા જયસેનાને કાંઈ પણ કરી શકી નહીં, અને અટ્ટહાસ્ય કરતી પાછી આવી. એમ ત્રણ વાર મોકલી, ને ત્રણ વાર તે પાછી આવી. ચોથી વાર પોતાના જ મરણના ભયથી યોગીએ કહ્યું કે-“હે દેવી! બેમાં જે દુષ્ટ હોય, તેને જલદી મારીને આવ.” તે સાંભળીને દેવી જયસેના પાસે ગઈ, પણ તેને દેવગુરુની ભક્તિમાં તત્પર જોઈને ત્યાંથી પાછી વળી. તેવામાં ઘર બહાર કાયચિંતા માટે નીકળેલી પ્રમાદી ગુણસુંદરીને તેણે દીઠી. એટલે તેને જ ખગવડે મારીને દેવી સ્મશાનમાં આવી, યોગીની રજા લઈ સ્વસ્થાને ગઈ. થોડી વાર પછી જયસેના કાયોત્સર્ગ પારીને બહાર નીકળી, ત્યાં ગુણસુંદરીને મરેલી જોઈને તે વિચારમાં પડી કે–“અહો! પૂર્વના કોઈ અશુભ કર્મના ઉદયથી મારે માથે આ કલંક આવશે.” એમ વિચારીને તે ઉપદ્રવની શાંતિ માટે તેણે ફરીથી કાયોત્સર્ગ કર્યો. પ્રાતઃકાળે ગુણસુંદરીની માતા બંધુશ્રી, રાત્રીમાં શું થયું, તેની ખબર લેવા ઉત્સુક થઈ સતી ગુણસુંદરીને ઘેર આવી. ત્યાં ગુણસુંદરીને જ મરેલી જોઈને તેણે પોકાર કરી રાજાને જાહેર કર્યું કે-“હે રાજા! મારી પુત્રીને તેની શોક્ય જયસેનાએ શોક્યપણાના દ્વેષથી મારી નાખી છે.” તે સાંભળીને રાજાએ ક્રોઘ પામીને જયસેનાને પોતાની પાસે બોલાવી પૂછ્યું. જયસેના કાંઈ પણ બોલી નહીં, તેવામાં શાસનદેવીની પ્રેરણાથી પેલો યોગી જ નગરમાં બોલતો બોલતો અકસ્માતુ રાજસભામાં આવ્યો, અને પોતાનું ભયંકર રૂપે પ્રગટ કરી બોલ્યો કે “નિર્દોષ જયસેનાને મૂકીને દુષ્ટ ગુણસુંદરીને મેં જ મહાવિદ્યા પાસે હણાવી છે.” એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org