________________
૭૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
[સ્તંભ ૨ જ રાત્રિએ તે મૃત્યુ પામ્યો. પેલા મંત્રીએ તો ઘેર જઈને વમન-વિરેચનના પ્રયોગે પેટ સાફ કરી જંગલી ફળના વિકારોને શાંત કર્યા અને ઋતુને અનુકૂળ થોડું થોડું પથ્ય ભોજન કરવા માંડ્યું, એટલે ભોજન પર અતિ આકાંક્ષા રાખ્યા સિવાય પથ્ય ભોજન કરવાથી તે સુખી થયો.
આ દ્રષ્ટાંતનો સારાંશ એ છે કે-રાજા અને મંત્રીને સ્થાને જીવો છે; તેમાં કેટલાક રાજા જેવા જીવો કાંઈક તપસ્યા વગેરે બાહ્ય ગુણો જોઈને જુદા જુદા દર્શનની આકાંક્ષા કરે છે, તેઓ રાજાની જેમ તૃતિ પામ્યા વિના જ મૃત્યુ પામીને દુર્ગતિના ભાજન થાય છે, અને જેઓ સ્યાદ્વાદ-અનેકાંત ઘર્મમાં નિશ્ચળ રહે છે, તેઓ મંત્રીની જેમ સુખી થાય છે. આ પ્રસંગ ઉપર બીજું પણ દ્રષ્ટાંત છે તે નીચે પ્રમાણેસર્વ દેવની ભક્તિ કરનાર શ્રીધર શ્રાવકનું દ્રષ્ટાંત
गुणदोषापरिज्ञानात्, सर्वदेवेषु भक्तिमान् ।
ચઃસ્થા શ્રીધરવચૂર્વ, સતુ નૈવાતે સુઠ્ઠમ્ IIી. ભાવાર્થ-“ગુણદોષ જાણ્યા વિના જે મનુષ્ય સર્વ દેવોને વિષે પ્રથમાવસ્થામાં શ્રીઘરની જેમ ભક્તિમાન થાય છે તે પરિણામે સુખ પામતા નથી.”
ગજપુરમાં શ્રીઘર નામે એક વણિક રહેતો હતો. તે સ્વભાવથી જ ભદ્રિક હતો. તેણે એકદા એક મુનિ પાસે જૈન ઘર્મનું શ્રવણ કર્યું, ત્યારથી તે હમેશાં શ્રી જિનેશ્વરની ત્રિકાળ પૂજા કરવા લાગ્યો. એકદા શ્રી પ્રભુ પાસે ધૂપ કરીને તેણે અભિગ્રહ કર્યો કે-“આ ધૂપ જ્યાં સુધી બળે ત્યાં સુધી મારે નિશ્ચળ બેસી રહેવું, ખસવું નહીં.” દૈવયોગે ત્યાં એક સર્પ નીકળ્યો તથાપિ શ્રીઘર નિશ્ચળ જ રહ્યો; એટલે સર્પ તેની પાસે આવી ડસવા જાય છે, તેટલામાં તે શ્રીધરના સત્ત્વથી તુષ્ટમાન થયેલી દેવીએ તે દુષ્ટ સર્પને દૂર કરીને તેના મસ્તકનો મણિ લઈ શ્રીઘરને આપ્યો. તે મણિના પ્રભાવથી શ્રીઘરના ઘરમાં વૃષ્ટિથી લતાની જેમ લક્ષ્મી વૃદ્ધિ પામવા લાગી.
એકદા તેના કુટુંબમાં કોઈ પ્રકારનો વ્યાધિ આવવાથી કોઈએ તેને કહ્યું કે,–“ગોત્રદેવીની પૂજા કરવાથી ગોત્રમાં કુશળતા રહે છે.” તે સાંભળીને ભદ્રિક શ્રીઘરે ગોત્રદેવીની પૂજા કરી. દૈવયોગે વ્યાધિ નિવૃત્ત થયો. અન્યદા એક વખત તેને પોતાને કાંઈ વ્યાધિ ઉત્પન્ન થયો, ત્યારે કોઈના કહેવાથી તેણે યક્ષની પૂજા કરી. એ પ્રમાણે લોકોના કહેવાથી શાંતિના લાભને માટે તેમ જ ભાવી રોગની નિવૃત્તિ માટે તે હમેશાં અન્ય અન્ય દેવોની પૂજા કરવા લાગ્યો. “ભાવિક જનો સત્સંગથી ગુણ અને અસત્સંગથી દોષને પામે છે.” કહ્યું છે કે
एके केचिद्यतिकरगतास्तुंबिकाः पात्रलीलां । गायन्त्यन्ये सरसमधुरं शुद्धवंशे विलग्नाः॥ अन्ये केचिद् ग्रथितसुगुणा दुस्तरं तारयन्ते ।
तेषां मध्ये ज्वलितहृदया रक्तमन्ये पिब ते॥१॥ ભાવાર્થ-“તુંબડા તો બઘાએ એક જ જાતિના હોય છે; પરંતુ તે કેટલાક તુંબડા કે જેઓ યતિ–મુનિના હાથમાં આવે છે તે પાત્રની શોભાને પામે છે, કેટલાક વૈયા પાસે જવાથી) શુદ્ધ વાંસની સાથે જોડાઈને સરસ અને મધુર ગાયન કરે છે, કેટલાક સા દોરડાથી ગૂંથાઈને દુસ્તર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org