________________
વ્યાખ્યાન ૨૧] સમકિતનું ત્રીજું દૂષણ-વિચિકિત્સા
૭૧ એવા સમુદ્રથી મનુષ્યોને તારે છે અને તેમાંના જ કેટલાક તુંબડા (કાપાલિકના હાથમાં જવાથી) જવલિત (દુષ્ટ) છે હૃદય-મધ્ય ભાગ જેનો એવા થઈને લોહીનું પાન કરે છે, અર્થાત્ તે કાર્યમાં કામ લાગે છે.”
એકદા તે શ્રીઘરના ઘરમાં પ્રવેશ કરીને ચોર લોકોએ તેનું સર્વ ઘન ચોરી લીધું; તેથી તે શ્રીઘર અત્યંત ખેદ પામવા લાગ્યો. અનુક્રમે તેની એવી સ્થિતિ થઈ ગઈ કે ઘરમાં કાંઈ પણ વસ્તુ ન રહી અને ભોજનનો પણ સંદેહ થઈ પડ્યો. છેવટે અત્યંત દુઃખી થવાથી તેણે અઠ્ઠમ કરીને સર્વ દેવોની આરાઘના કરી. ત્રીજે દિવસે દેવતાઓ બોલ્યા કે, “અરે!તું શા માટે અમારું સ્મરણ કર્યું?” શ્રીઘર બોલ્યો કે–“મને સમૃદ્ધિ આપો.” ત્યારે તેઓ બોલ્યા કે, “તારી કુળદેવી પાસે જા, તે આપશે.” એટલે શ્રીઘર કુળદેવી પાસે જઈ અઠ્ઠમ કરીને બેઠો. ત્રીજે દિવસે તે પણ સમૃદ્ધિ માગવાથી બોલી કે-“હે દુષ્ટ! મારી પાસેથી જલદી ઊભો થા, તું તારા ઘર આગળ જે દેવોની પૂજા કરે છે તે તને આપશે, તેમની પાસે જા.” તે સાંભળીને શ્રીઘરે ગૃહદેવીની આરાઘના કરી. ત્યારે અંદર અંદર હસીને તેઓ બોલવા લાગ્યા. ગણપતિએ ચંડિકા દેવીને કહ્યું કે, “હે ચંડિકા! તારા ભક્તને મનવાંછિત આપ.” ચંડિકા બોલી, “તેને તો પેલો યક્ષ મનવાંછિત આપશે, કેમકે જુઓને, તેને તેણે ઊંચા આસન પર બેસાડ્યો છે અને વળી મારા પહેલાં તે હમેશાં તે યક્ષની જ પૂજા કરે છે.” ત્યારે યક્ષ બોલ્યો કે, “એનું મનવાંછિત શાસનદેવતા આપશે.” આ પ્રમાણે સર્વે દેવોએ તેનું હાસ્ય કરીને ઉપેક્ષા કરી. ત્યારે તે શાસનદેવીની આરાઘના કરવા લાગ્યો. શાસનદેવી બોલી કે, “હે મૂર્ખ! તેં આ બધું શું કર્યું? ઘણી ભૂલ કરી, હવે વિકથા અને હાસ્યમાં તત્પર એવા કુદેવોને મૂકીને જે દેવના પણ દેવ છે, જેનાં આઠે કર્મો ક્ષીણ થયાં છે અને જે કૃપાના જ અવતારરૂપ છે, એવા ત્રિકાળજ્ઞાની સર્વશની અર્ચા કરી છે, જેથી બન્ને ભવમાં સુખસંપત્તિની પ્રાપ્તિ થાય.” તે સાંભળીને શ્રીઘરે તે પ્રમાણે કરવા માંડ્યું. પછી તેને આકાંક્ષારહિત દૃઢ નિશ્ચયવાળો જાણીને શાસનદેવીએ ફરીથી મણિ આપ્યો; તેથી તે પાછો સમૃદ્ધિવાન થયો અને પરભવમાં આસન્નસિદ્ધ થયો, અર્થાત્ થોડા કાળમાં સિદ્ધિપદને પામ્યો. - “હે ભવ્ય જીવો! શાસ્ત્રનિંદ્ય એવા આકાંક્ષા દોષનું સેવન કરનાર મનુષ્ય શ્રીઘરની જેમ હાસ્યનું પાત્ર થાય છે, માટે જિનશાસનને જાણનારાએ એ દોષ સેવવો નહીં.”
વ્યાખ્યાન ૨૧ સમકિતનું ત્રીજું દૂષણ-વિચિકિત્સા देशतः सर्वतो वापि, कृतक्रियाफलं प्रति ।
દિત્તેિ ઢિ સજોદો, વિવિવિત્સામિયઃ સવઃ શા * ભાવાર્થ-બકરેલી ઘર્મક્રિયાના ફળ પ્રત્યે દેશથી અથવા સર્વથી મનમાં સંદેહ કરવો, તે વિચિકિત્સા નામનો દોષ કહેવાય છે.”
કરેલી ખેતી વગેરે લૌકિકક્રિયાના ફળની જેમ સામાયિક વગેરે ઘર્મક્રિયા કર્યાનું ફળ મને પ્રાપ્ત થશે કે નહીં? એવી જે શંકા કરવી, તે વિચિકિત્સા કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org