________________
શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૧
[સ્તંભ ૨
અહીં કોઈને શંકા થાય કે,‘‘શંકા નામનો જે પહેલો દોષ કહ્યો તેમાં અને આ વિચિકિત્સામાં શો ફેર છે?’’ તેનો જવાબ એ છે કે ‘શંકા તો દ્રવ્ય ગુણ પર્યાયરૂપ સર્વ પદાર્થમાં પ્રવર્તે છે, અર્થાત્ ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોમાં, તેના ગુણોમાં અને પર્યાયમાં નાના પ્રકારની ઉદ્ભવે છે; અને આ વિચિકિત્સા તો માત્ર કરેલી ક્રિયામાં જ પ્રવર્તે છે, એટલે શંકા અને વિચિકિત્સાના વિષયો જુદા જુદા જ છે.’’ અથવા બીજી રીતે વિચિકિત્સા એટલે મુનિનું મલથી મલિન શરીર જોઈને તેની જુગુપ્સા નિંદા કરવી તે. જેમકે “આ મુનિજનો પ્રાસુક જળથી શ૨ી૨નું પ્રક્ષાલન (સ્નાન) કરતા હોય તો તેમાં શો દોષ લાગે?’' એમ ધારી તેમની જુગુપ્સા કરવી તે પણ વિચિકિત્સા કહેવાય છે. આ વિચિકિત્સા પણ શ્રી જિનેશ્વર પ્રરૂપિત ધર્મ પર અનાસ્થા (અશ્રદ્ધા) રૂપ હોવાથી સમકિતને દૂષિત કરનાર છે. આ સંબંધમાં દુર્ગંધા રાણીનો પ્રબંધ જાણવો.
દુર્ગંધા રાણીનું દૃષ્ટાંત
૭ર
એકદા રાજગૃહીનો રાજા શ્રેણિક ઉદ્યાનમાં સમવસરેલા શ્રી વીરપ્રભુને વાંદવા માટે સૈન્ય સહિત જતો હતો. માર્ગમાં દુર્ગંધ સહન ન થવાથી વસ્ત્રના છેડા વડે નાસિકા બંધ કરીને ચાલતા સૈનિકોને જોઈને રાજાએ પોતાના કોઈ સેવકને તેમ કરવાનું કારણ પૂછ્યું, ત્યારે તે બોલ્યો કે ‘હે સ્વામી! અહીં માર્ગમાં તરતની જન્મેલી એક બાલિકા પડી છે, તેના શરીરમાંથી અત્યંત દુર્ગંધ છૂટે છે.” તે સાંભળીને રાજા “એ તો પુદ્ગલનું પરિણામ છે.” એમ કહી, તે બાલિકાને જોઈ
સમવસરણમાં ગયો. શ્રી વીરસ્વામીને પ્રણામ કરી દેશના સાંભળી અવસર જોઈને રાજાએ તે દુર્ગંધી બાલિકાનો પૂર્વ ભવ પૂછ્યો. ભગવાન બોલ્યા કે “અહીં નજીક રહેલા શાલિ નામના ગામડાના ઘનમિત્ર નામે શ્રેષ્ઠી રહેતો હતો. તેને ઘનશ્રી નામની એક પુત્રી હતી. એકદા ગ્રીષ્મ ઋતુમાં શ્રેષ્ઠીએ તેના વિવાહનો પ્રારંભ કર્યો. તેવામાં કોઈ મુનિ ગોચરીને માટે તેને ઘેર આવ્યા. તેમને વહોરાવવા માટે શ્રેષ્ઠીએ પુત્રીને આજ્ઞા કરી, એટલે તે મુનિને વહોરાવવા ગઈ, પરંતુ કદી પણ સ્નાન-વિલેપનાદિક વડે શરીરની શુશ્રુષા નહીં કરનારા તે મહાત્માઓનાં વઓમાંથી અને શરીરમાંથી સ્વેદ તથા મળ વગેરેની દુર્ગંધ આવવાથી તે ઘનશ્રીએ પોતાનું મુખ મરડ્યું. વિવાહનો ઉત્સવ હોવાથી સર્વ અંગે અલંકારોથી શણગારાયેલી, મનોહર, સુગંધી અંગરાગથી વિલેપન કરાયેલી તથા યુવાવસ્થાના ઉદયથી મત્ત થયેલી તે ઘનશ્રીએ વિચાર કર્યો કે ‘“અહો! નિર્દોષ જૈનમાર્ગમાં રહેલા આ સાધુઓ જો કદાચ પ્રાસુક જળથી પણ સ્નાન કરતા હોય તો તેમાં શો દોષ?’’ એ પ્રમાણે તેણે જુગુપ્સા કરી. પછી કેટલેક કાળે તે જુગુપ્સારૂપ પાપકર્મની આલોચના કર્યા વિના મરણ પામી તે અહીં રાજગૃહીમાં જ એક ગણિકાના ઉદરમાં પુત્રીપણે ઉત્પન્ન થઈ. તે પોતાના દુષ્કર્મને લીધે ગર્ભમાં રહી છતી પણ માતાને અત્યંત અસુખ ઉત્પન્ન કરવા લાગી; તેથી તે ગર્ભથી ઉદ્વેગ પામીને તે ગણિકાએ ગર્ભપાત માટે ઘણાં ઔષધો કર્યાં. પરંતુ તેનું આયુષ્ય દૃઢ હોવાથી ગર્ભપાત થયો નહીં. છેવટે સમય પૂર્ણ થયે તે પુત્રીને ગણિકાએ જન્મ આપ્યો. જન્મથી જ તે દુર્ગંધી હોવાને લીધે તેને ગણિકાએ વિષ્ટાની જેમ તજી દીથી. તેને તમે માર્ગમાં દીઠી.’’
આ પ્રમાણેની તેની પૂર્વ હકીકત સાંભળીને શ્રેણિક રાજાએ “હવે પછી તેની શી ગતિ થશે?’’ એમ પ્રભુને પૂછ્યું, ત્યારે ભગવાન બોલ્યા કે “હે રાજા! તે દુર્ગંધાએ પૂર્વે કરેલી મુનિની જુગુપ્સારૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org