________________
વ્યાખ્યાન ૨૧] સમકિતનું ત્રીજું દૂષણ-વિચિકિત્સા
૭૩ અશુભ કર્મનું ફળ સમગ્ર ભોગવી લીધું છે; હવે તે મુનિને આપેલા દાનના ફળરૂપ ભોગ ભોગવવાની છે, તેથી તેનું શરીર કસ્તુરી અને કર્પર કરતાં પણ અધિક સુગંઘી થઈ ગયું છે. હે રાજા! તે આઠ વર્ષની થશે ત્યારે તારી પટરાણી થશે. તેની નિશાની એ છે કે–તમે બન્ને સોગઠે રમશો, તેમાં એવી શરત થશે કે “જે જીતે તે હારનારના પૃષ્ઠ પીઠ) પર ચડે.” પછી તે રમતમાં તું હારીશ ત્યારે તારા પૃષ્ઠ પર તે દુર્ગઘા ચઢશે.” તે સર્વ વૃત્તાંત સાંભળીને શ્રેણિક રાજા આશ્ચર્ય પામી પ્રભુને વંદના કરી પોતાને સ્થાને ગયો.
અહીં દુર્ગઘાને જોઈને શ્રેણિક રાજા સમવસરણ તરફ ગયા હતા. ત્યારપછી તેનું શરીર સુગંઘમય થઈ ગયું હતું; તેવામાં ત્યાંથી કોઈ ગોવાળની સ્ત્રી નીકળી. તેણે તે બાળકીને જોઈને લઈ લીધી અને પોતે સંતતિ વિનાની હોવાથી તેને પુત્રી તરીકે પાળી પોષીને મોટી કરવા માંડી.
એકદા કૌમુદીઉત્સવ આવતાં નગરીના સર્વ લોકો નગરની બહાર ઉદ્યાનમાં ક્રીડા કરવા ગયા હતા. તે વખતે સ્ત્રીઓની ક્રીડા જોવા માટે શ્રેણિક રાજા પણ અભયકુમારને સાથે લઈને ગયા. ત્યાં તે દુર્ગઘા પણ પોતાની માની સાથે ઉત્સવ જોવા આવી હતી. તેની સુંદર દેહલતા એવી હતી કે
श्यामा यौवनशालिनी सुवचना सौभाग्यभाग्योदया । कर्णान्तायतलोचना कृशकटी प्रागल्भ्यगर्वान्विता ॥ रम्या बालमरालमन्थरगतिमत्तेभकुंभस्तनी ।
बिंबोष्ठी परिपूर्णचन्द्रवदना भुंगालिनीलालका ॥१॥ ભાવાર્થ-બતે સુંદર સ્ત્રી યુવાવસ્થાથી સુશોભિત હતી, તેનું વચન અતિ મિષ્ટ હતું, તે સૌભાગ્યરૂપ ભાગ્યના ઉદયવાળી દેખાતી હતી, તેનાં લોચન કર્ણપર્યત દીર્ઘ હતાં, તેનો કટિપ્રદેશ સિંહ જેવો કૃશ હતો, તે પ્રગભાણાના ગર્વથી યુક્ત જણાતી હતી, તેની સુંદર ચાલ રાજહંસના બાળક જેવી મંદ અને મનોહર હતી, તેના સ્તન મદોન્મત્ત હાથીના કુંભસ્થળ જેવા પુષ્ટ હતા, તેના ઓષ્ઠ પાકેલા બિંબના ફલ જેવા રક્ત હતા, તેનું મુખ પૂર્ણિમાના ચંદ્ર જેવું કાત્તિમાન હતું, અને તેના કેશ ભ્રમરની શ્રેણી જેવા શ્યામ વર્ણના હતા.”
આવી મનોહર સ્વરૂપવાન તે ગોપપુત્રીને જોઈને શ્રેણિક રાજા તેના પર અત્યંત મોહિત થઈ કામાતુર થયા. તેથી રાજાએ અભયને પણ ખબર ન પડે તેવી રીતે પોતાની મુદ્રિકા (વીટી) તેના વસ્ત્રને છેડે બાંધી દીધી. થોડી વાર પછી રાજાએ પોતાના હાથ સામે દ્રષ્ટિ નાંખી અભયકુમારને કહ્યું કે, “મારી મુદ્રિકા અહીં પડી ગઈ, તે કોઈ લઈ ગયું જણાય છે, માટે તે ચોરને શોધી મારી પાસે લાવ.” તે સાંભળીને સરળતાથી અભયકુમારે પિતાનું વચન અંગીકાર કરી ઉદ્યાનના સર્વ દરવાજા બંધ કરાવી એક દરવાજેથી સર્વ મનુષ્યોને એક પછી એક જડતી લઈને બહાર કાઢવા માંડ્યા. સર્વ સ્ત્રીઓના હાથ તથા વસ્ત્રના છેડા વગેરે તપાસતાં તપાસતાં પેલી ગોપપુત્રીની
ઓઢણીના છેડેથી તે મુદ્રિકા નીકળી. તે લઈ અભયકુમારે તેને પૂછ્યું કે, “તેં આ રાજાની વીંટી શી રીતે લીધી?” તેણે કાને હાથ મૂકીને કહ્યું કે, “હું કાંઈ પણ જાણતી નથી.” તેના વચનપરથી તથા તેના ઇંગિત (આકાર) પરથી અભયકુમારે તેને નિર્દોષ ઘારીને વિચાર્યું કે, “આ ગોપપુત્રી ચોર નથી, પરંતુ આના પર આસક્ત થયેલા પિતાનું જ આ કર્તવ્ય છે.” એમ વિચારીને અભયકુમાર તેને રાજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org