________________
૭૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
સ્તિંભ ૨ પાસે લઈ ગયા, અને રાજાને કહ્યું કે, “હે સ્વામી! આણે આપના ચિત્તને ચોર્યું છે, મુદ્રિકા ચોરી નથી, માટે મુદ્રિકાની વાત કરવી નકામી છે.” રાજાએ તે વાત કબૂલ કરી. પછી તેનાં માબાપને કહીને તેની સાથે રાજાએ વિવાહ કર્યો અને તેને પટરાણી બનાવી.
એકદા રાજા તથા દુર્ગધા રાણી સોગઠાબાજી રમવા લાગ્યા, તેમાં હારનારના પૃષ્ઠ (પીઠ) પર જીતનાર ચઢે એવી શરત કરી, તેમાં રાજા હાર્યો. તેથી રાણી રાજાના પૃષ્ઠ પર શંકારહિતપણે આરૂઢ થઈ ગઈ. કહ્યું છે કે
कुलं स्वकृत्यैरकुलप्रसूतः, सन्मानितोऽपि प्रकटीकरोति ।
श्रीश्रेणिकांसे निदधे यदंघ्रिर्दुर्गन्धया पण्यवधूद् भवत्वात् ॥१॥ ભાવાર્થ-“નીચ કુળમાં ઉત્પન્ન થયેલો મનુષ્ય રાજાદિકવડે માન પામ્યો હોય, તોપણ તે પોતાનાં કૃત્યોએ કરીને પોતાનું નીચ કુળ પ્રગટ કરે છે. જુઓ!દુર્ગઘા વેશ્યાની પુત્રી હોવાથી તેણે શ્રેણિક રાજાના સ્કન્ધ પર કિંચિત્ પણ ખચકાયા વગર પગ ઘારણ કર્યો.”
તે વખતે રાજાને શ્રી વિરપ્રભુનું વચન યાદ આવવાથી હસવું આવ્યું. રાણીએ તત્કાળ રાજાના પૃષ્ઠ પરથી ઊતરી જઈને અકસ્માત્ હાસ્ય થવાનું કારણ પૂછ્યું. ત્યારે રાજાએ તેને પૂર્વ જન્મથી આરંભીને હાસ્ય પર્યતનું સર્વ વૃત્તાંત ભગવાનના કહ્યા પ્રમાણે કહી સંભળાવ્યું. તે સાંભળીને તેણે વૈરાગ્ય પામી રાજાની રજા લઈ શ્રી વીરપ્રભુ પાસે દીક્ષા ગ્રહણ કરી.
“આ શ્રેણિક રાજાની રાણી દુર્ગઘાનું ચરિત્ર સાંભળીને પુણ્યશાળી જીવોએ મુનિઓની જુગુપ્સા કદાપિ પણ ચિત્તમાં ઘારણ કરવી નહીં.”
વ્યાખ્યાન ૨૨ સમકિતનું ચોથું દૂષણ-મિથ્યાત્વીની પ્રશંસા अतीतानागता ये च, सन्ति वा येऽन्यलिंगिनः ।
तेषां प्रशंसनं शंसाभिधो दोषश्चतुर्थकः॥१॥ ભાવાર્થ-“જે અન્ય લિંગીઓ થઈ ગયા, થવાના છે, અને વર્તમાનકાળે હયાત છે તેઓની પ્રશંસા કરવી, તે મિથ્યાત્વીની પ્રશંસા નામનું સમતિનું ચોથું દૂષણ જાણવું.”
આ દોષ પણ સર્વથી અને દેશથી એમ બે પ્રકારનો છે. તેમાં સર્વે દર્શનો સત્ય છે, એમ માનીને સર્વની પ્રશંસા કરવી તે સર્વથી પ્રશંસા દોષ જાણવો; અને બૌદ્ધનું અમુક વચન અથવા સાંખ્યનું અમુક વચન વઘારે શ્રેષ્ઠ છે એમ કહી એકાદ મતની પ્રશંસા કરવી તે દેશથી પ્રશંસા દોષ જાણવો. એ બન્ને પ્રકારના સમ્યકત્વના દોષનો ત્યાગ કરવો. આ વિષય પર મહાનિશીથ સૂત્રમાં સુમતિ નાગિલનું દ્રષ્ટાંત છે તે આ પ્રમાણે
સુમતિ અને નાગિલનું દ્રષ્ટાંત મગઘ દેશમાં કુશસ્થળ નામના નગરમાં જીવાજીવાદિક તત્ત્વોને જાણનાર સુમતિ અને નાગિલ નામના બે ઘનાઢ્ય ભાઈઓ રહેતા હતા. કેટલેક કાળે કોઈ પાપકર્મના ઉદયથી તેઓ નિર્ધન થયા, ત્યારે તે બન્નેએ પરસ્પર વિચાર કર્યો કે, “આપણે દ્રવ્યરહિત થયા છીએ, તેથી ઘન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org