________________
વ્યાખ્યાન ૨૨] સમકિતનું ચોથું દૂષણ-મિથ્યાત્વીની પ્રશંસા
૭પ ઉપાર્જન કરવા માટે પરદેશ જઈએ.” એમ વિચારીને તેઓ શુભ દિવસે નીકળ્યા. માર્ગે ચાલતાં એક દિવસ તેમણે એક શ્રાવક સાથે પાંચ સાધુઓને જતાં જોયા. સારો સંગાથ મળ્યો જાણીને તેઓ તેમની સાથે ચાલ્યા. કેટલેક દિવસે તે સાધુઓની ચેષ્ટા તથા વાણી ઉપરથી તેમને કુશીલીયા જાણીને નાગિલે સુમતિને કહ્યું કે, “આપણે આ સાધુઓ સાથે ચાલવું યોગ્ય નથી; કેમકે મેં શ્રી નેમિનાથના મુખથી એક વાર એમ સાંભળ્યું હતું કે, એવંવિદે મUTIFરરૂવે મવંતિ તે ગુરુતી, તે વિ િવ નિરવિવો ન ખંતિ એવા પ્રકારના સાધુઓ વેષઘારી હોય છે, તેઓને કુશીલીયા જાણવા, તેઓ દ્રષ્ટિથી પણ જોવા યોગ્ય નથી. માટે હે ભાઈ! આપણે આ કુદ્રષ્ટિ (મિથ્યાવૃષ્ટિ)ઓને છોડીને આગળ જઈએ.” તે સાંભળીને સુમતિએ કહ્યું કે, “હે નાગિલ! તું વક્રદ્રષ્ટિએ દોષ જોનારો દેખાય છે, પણ મને તો આ સાધુઓ સાથે વાતો કરવી તથા ગમન વગેરે કરવું યોગ્ય લાગે છે.” નાગિલે જવાબ આપ્યો કે, “હે ભાઈ! હું મનથી પણ સાધુના દોષને ગ્રહણ કરતો નથી, પરંતુ મેં ભગવાન તીર્થંકરની પાસે કુશીલીયાને નહીં જોવાનો નિશ્ચય કર્યો છે.” સુમતિ બોલ્યો “જેવો તું બુદ્ધિ વિનાનો છે તેવો તે તીર્થંકર પણ હશે કે જેણે તને આવો નિષેધ કર્યો. એ પ્રમાણે બોલતા સુમતિના મુખને નાગિલે પોતાના હાથવડે બંધ કર્યું અને કહ્યું કે, “હે બંધુ! અનંત સંસારના કારણરૂપ આવું વાક્ય તું ન બોલ. તીર્થકરની આશાતના તું ન કર. આ સાઘુઓમાં બાળતપસ્વીપણું જણાય છે; કેમકે તેઓ અનેક ગુપ્ત વિષયાદિ દોષોથી દૂષિત છે, માટે હું તો તેમનો સંગ મૂકીને જાઉં છું.” સુમતિ બોલ્યો કે, “હું તો પ્રાણાંત થતાં સુધી પણ એમનો સંગ છોડવાનો નથી.” તે સાંભળીને નાગિલ એકલો જુદો પડ્યો. પછી સુમતિએ તે સાઘુઓ પાસે દીક્ષા ગ્રહણ કરી. તે પાંચ સાધુઓમાંથી ચાર સાધુઓ તો અનેક ભવમાં પરિભ્રમણ કરી છેવટે મોક્ષપદને પામશે, અને પાંચમો તો અભવ્ય હોવાથી અનંત સંસાર ભટકશે.
શ્રી ગૌતમ ગણઘરે જિનેશ્વરને પૂછ્યું કે, “હે ભગવાન! સુમતિ ભવ્ય છે કે અભવ્ય?” ભગવાન બોલ્યા, “હે ગૌતમ! સુમતિનો જીવ ભવ્ય છે.” ગૌતમે પૂછ્યું, ત્યારે તે હાલ કઈ ગતિમાં છે?” ભગવાન બોલ્યા કે, “હે ગૌતમ!કુશીલીયાની પ્રશંસા તથા જિનેશ્વરની આશાતના કરવાથી તે પરમાઘાર્મિક (નરકના જીવોને પીડા ઉપજાવનાર) દેવપણે ઉત્પન્ન થયો છે.” ગૌતમે પૂછ્યું, “હે ભગવન્! આગળ ઉપર તેનું શું થશે?' પ્રભુ બોલ્યા કે, “હે ગૌતમ! તેણે અનંત સંસાર ઉપાર્જન કર્યો છે, તેથી અનંતકાળ ભટકશે તો પણ હું સંક્ષેપથી કહું છું, તે સાંભળ-લવણસમુદ્રમાં જે સ્થાને ગંગા અને સિંધુ એ બે નદીઓ પ્રવેશ કરે છે, તે સ્થાનની દક્ષિણ દિશામાં જંબુદ્વીપની જગતની વેદિકાથી પંચાવન યોજન દૂર સાડાબાર યોજનાના વિસ્તારવાળો અને સાડા છ યોજન ઊંચો હસ્તિના કુંભસ્થળને આકારે એક દ્વીપ છે. તે દ્વીપમાં કાજળ (મેસ), કેશ, મેઘ અને ભ્રમરની કાંતિને તિરસ્કાર કરે તેવી કાંતિવાળી, ભગંદરના વ્યાધિના આકારે સુડતાળીશ ગુફાઓ છે. તે ગુફાઓમાં જળચારી મનુષ્યો વસે છે. તેઓ પ્રથમ સંતનનવાળા, મદ્યપાન કરનારા, માંસ ભક્ષણ કરનારા, મસીના કૂચા જેવી કાંતિવાળા, અતિ દુર્ગથી શરીરવાળા હોય છે. તેઓ અંડગોલિકના નામે ઓળખાય છે. તેઓના અંડની ગોળીને ચમરી ગાયના પુચ્છના કેશથી ગૂંથીને કાન સાથે બાંધી
૧. કુશીલ, અવસગ્ન, પાર્શ્વસ્થા, સ્વચ્છંદ અને શિથિલ એ પાંચ પ્રકારના વેષધારી સાધુઓ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org