________________
૭૬
શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
[સ્તંભ ૨ વેપારીઓ સમુદ્રમાં પ્રવેશ કરે છે. તેના પ્રભાવથી તેમને કોઈ પણ જળજંતુઓ ઉપદ્રવ કરી શકતા નથી, અને સમુદ્રમાંથી રત્નાદિક લઈને તે વેપારીઓ કુશળક્ષેમે બહાર આવે છે. તે સાંભળીને ગૌતમસ્વામીએ પૂછ્યું કે, “હે ભગવાન!તે વેપારીઓ કેવા ઉપાયથી તે અંડગોળીઓ લે છે?” પ્રભુ બોલ્યા કે, “હે ગૌતમ! લવણસમુદ્રમાં રત્ન નામનો દ્વીપ છે. તેમાં રત્નના વેપારીઓ રહે છે. તેઓ સમુદ્રની સમીપે જે સ્થાને ઘંટીને આકારે વજશિલાના સંપુટો (બે પડી હોય છે ત્યાં આવીને તે સંપુટો ઉઘાડી તેમાં ચાર મહાવિકૃતિઓ (મદ્ય, માંસ, મઘ ને માખણ) ભરે છે. પછી જે સ્થાને તે અંડગોળીઆ રહે છે તે ઠેકાણે તેઓ મદ્ય માંસ વગેરે લઈને આવે છે. તેઓને દૂરથી જ આવતાં જોઈને અંડગોળીઆ તેમને હણવા માટે દોડે છે. એટલે તે વેપારીઓ પગલે પગલે તેમને ખાવા માટે મદ્યમાંસાદિકથી ભરેલાં પાત્રો મૂકતા મૂકતા એકદમ નાસવા માંડે છે. તે અંડગોળીઆ પણ તેમની પાછળ માર્ગમાં પડેલાં મદ્યમાંસનાં પાત્રોમાંથી માંસાદિ ખાતા ખાતા દોડે છે, છેવટે વજશિલાના સંપુટો પાસે આવતાં તેમાં રહેલાં મઘમાંસાદિક ખાવા માટે તેની અંદર તેઓ પેસે છે, એટલે તે વેપારીઓ પોતાને સ્થાને જાય છે. તેની અંદર મદ્ય માંસ ખાતાં તેઓ પાંચ, છ, સાત, આઠ કે દશ દિવસો વ્યતીત કરે છે, તેટલામાં તે વેપારીઓ બખતર પહેરી ખગ, ભાલાં વગેરે શસ્ત્રો ધારણ કરી તે વજશિલાના સંપુટો પાસે આવી સાત આઠ મંડલ કરીને તે સંપુટોને ઘેરી લે છે. પછી તેઓએ પ્રથમ જે સંપુટોને ઉઘાડ્યા હતા તેને ઢાંકી દે છે. તેમાંથી જો કદાચ એક પણ અંડગોળીઓ નીકળી જાય તો તે સર્વેને મારી નાંખે એવો તે બળવાન હોય છે. પછી તે વેપારીઓ યંત્રવડે તે વજની ઘંટીમાં તેમને દળે છે; પરંતુ તે અત્યંત બળવાળા હોવાથી એક વર્ષે મહા વેદના પામીને મરણ પામે છે. તેમને દળતાં તેમનાં શરીરના અવયવો ચૂર્ણ (લોટ)ની જેમ બહાર નીકળતાં જાય છે. તેમાંથી તે વેપારીઓ તેના અંડની ગોળીઓ શોધી લે છે. પછી તે ગોળીઓનો ઉપર કહ્યા પ્રમાણે ઉપયોગ કરી તેઓ સમુદ્રમાંથી રત્નો ગ્રહણ કરે છે. હે ગૌતમ! તે સુમતિનો જીવ પરમાઘાર્મિકના ભવથી ચવીને અંડગોલિક મનુષ્ય થશે. ત્યાંથી ફરીને પરમાઘાર્મિક થશે, પાછો અંડગોલિક થશે. એ રીતે સાત ભવ કર્યા પછી અનુક્રમે વ્યંતર, વૃક્ષ, પક્ષી, સ્ત્રી, છઠ્ઠી નરકે નારકી અને કુષ્ઠી મનુષ્ય એવા ભવોમાં અનંતકાળ સુધી પરિભ્રમણ કરીને છેવટ કર્મનો ક્ષય થયે ચક્રવર્તીપદ પામી પ્રવજ્યા ગ્રહણ કરીને મુક્તિએ જશે. પેલો નાગિલ તો તે જ ભવમાં બાવીશમાં તીર્થંકર પાસે દીક્ષા લઈને મુક્તિપદ પામ્યો છે.” (આ પ્રબંઘ વિસ્તારથી મહાનિશીથસૂત્રના ચોથા અધ્યયનમાંથી જોઈ લેવો).
આ સુમતિનું વૃત્તાંત સાંભળીને ભવ્ય પ્રાણીઓએ કુશીલીયાની પ્રશંસાનો નિરંતર ત્યાગ કરવો. કેમકે તેથી તે દુર્ગતિને પામ્યો છે અને શુદ્ધ સમકિતથી સુશોભિત એવો નાગિલ તે જ ભવે સારી સંગતિથી મોક્ષપદને પામ્યો છે.”
વ્યાખ્યાન ૨૩ સમકિતનું પાંચમું દૂષણ-મિથ્યાવૃષ્ટિ સંસ્તવ मिथ्यात्विभिः सहालापो, गोष्ठी परिचयस्तथा । दोषोऽयं संस्तवो नाम, सम्यक्त्वं दूषयत्यसौ ॥४॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org