________________
૭૭
વ્યાખ્યાન ૨૩] સમકિતનું પાંચમું દૂષણ-મિથ્યાવૃષ્ટિ સંસ્તવ
ભાવાર્થ-“મિથ્યાત્વીઓની સાથે વાતચીત, ગોષ્ઠી તથા પરિચય કરવો, તે સંસ્તવ નામનો દોષ કહેવાય છે. એ દોષ સમકિતને દૂષિત કરે છે.”
મિથ્યાત્વીઓની સાથે પરિચય કરવાથી સમકિતમાં દોષ લાગે છે. તેમની ક્રિયાઓ સાંભળવાથી તથા જોવાથી સ્યાદ્વાદ મતને નહીં જાણનાર મંદબુદ્ધિવાળા પુરુષને સમકિતથી ભ્રષ્ટ થવાનો સંભવ રહે છે; પરંતુ સ્યાદ્વાદના સંપૂર્ણ સ્વરૂપના જ્ઞાનવાળાને તે દોષ લાગતો નથી. કેમકે કેટલાક સમકિતવંતો મિથ્યાત્વીઓનો પરિચય છતાં પણ ગુણને જ ગ્રહણ કરે છે, અને પોતાના સમકિતને ઊલટા ફુટતર-અતિ નિર્મળ કરે છે. તે ઉપર ઘનપાળ કવિનું દ્રષ્ટાંત છે, તે નીચે પ્રમાણે
ધનપાળ કવિનું દ્રષ્ટાંત ઘારા નગરીમાં લક્ષ્મીઘર નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તેને ઘનપાળ અને શોભન નામે બે પુત્રો હતા. તે બ્રાહ્મણના ઘરમાં કોઈ સ્થળે નિથિ દાટેલો હતો. તેની જરૂર પડતાં ઘણી જગ્યાએ શોઘતાં પણ હાથ લાગ્યો નહીં. આખા ઘરમાં ચોતરફ ખોદી નાંખ્યું પણ તે નિધિ દેખાયો નહીં, તેથી લક્ષ્મીઘર ચિંતાતુર થઈ ગયો. એકદા સ્વપર શાસ્ત્રમાં પ્રવીણ શ્રી જિનેશ્વરસૂરિ ઘારાનગરીમાં પઘાર્યા. તેમને લક્ષ્મી ઘરે નિશાન વિષે પ્રશ્ન કર્યો. ત્યારે સૂરિ બોલ્યા કે, “જો તું તારા બે પુત્રોમાંથી એક પુત્ર અમને આપે તો તને નિશાન બતાવીએ.” તે સૂરિના વચનને લક્ષ્મીઘરે કબૂલ કર્યું, એટલે આચાર્ય મહારાજે અહિવલય ચક્રને અનુસારે જોઈને “અમુક સ્થાને નિથિ છે' એમ કહ્યું, ત્યાં ખોદવાથી લક્ષ્મી ઘરને તે નિધિ હાથ લાગ્યો; પરંતુ તે કબૂલાત પ્રમાણે પુત્ર આપી શક્યો નહીં. પછી કેટલેક કાળે પોતાનો મરણ સમય નજીક આવ્યો, ત્યારે તેણે સૂરિ પાસે કરેલી પ્રતિજ્ઞા
સ્મરણમાં આવવાથી ખેદયુક્ત થઈ બન્ને પુત્રોને તે પ્રતિજ્ઞા જણાવી. તે સાંભળીને નાનો શોભન બોલ્યો, “હે પિતા! હું તમને ઋણથી મુક્ત કરીશ.” તેથી લક્ષ્મીઘરે સંતોષ પામી પોતાનો દેહ છોડી દીધો. પછી શોભને પોતાના સ્વજનોને પૂછ્યા વિના જ ગુરુ પાસે જઈને દીક્ષા ગ્રહણ કરી. આથી ઘનપાળ જૈનોનો દ્રષી થઈ ગયો.
અહીં ઘારાનગરીમાં ઘનપાળનું બહુ માન હોવાથી તેનાથી ભય પામીને ગુરુએ માલવ દેશમાં વિહાર કરવો છોડી દીધો, અને સાઘુઓને પણ નિષેધ કર્યો. ગુરુની સાથે રહીને શોભન મુનિ પણ મહા વિદ્વાન થયા. એકદા શોભનમુનિ ગોચરી માટે ગયા હતા, તે વખતે તેમનું ચિત્ત જિનેશ્વરની સ્તુતિ રચવામાં વ્યગ્ર હતું; તેથી કોઈ શ્રાવકને ઘેરથી આહાર લઈને ભરેલું પાત્ર ઝોળીમાં મૂકવાને બદલે પાસે પડેલું પાષાણનું પાત્ર મૂકીને ગુરુ પાસે આવ્યા. આહારને સમય ઝોળીમાં પથ્થરનું પાત્ર જોઈને શોભન મુનિની સ્પર્ધા કરનારા બીજા મુનિઓ તેની હાંસી કરતાં બોલ્યા કે “અહો! આજે શોભનને તો મોટા લાભનો ઉદય થયો.” ગુરુએ શોભનને તે વિષે પૂછ્યું, ત્યારે તેણે બનેલી હકીક્ત કહીને પોતે કરેલાં જિનસ્તુતિનાં કાવ્યો કહી બતાવ્યાં. તે સાંભળી ગુરુ બહુ જ પ્રસન્ન થયા.
એકદા ગુરુએ શોભનને કહ્યું કે, “હે વત્સ! તું ઘારાનગરીએ જઈને જૈનઘર્મના દ્વેષી થયેલા તારા ભાઈ ઘનપાળને પ્રતિબોઘ કર.” ગુરુની આજ્ઞા અંગીકાર કરીને શોભન મુનિ ઘારાનગરીએ ગયા. નગરમાં પેસતાં જ ઘનપાળ સામો મળ્યો. તેણે મુનિને જોઈને હાસ્યથી પૂછ્યું કે–“મવત્ત મન્ત! નમસ્તે હે ગધેડાના સરખા દાંતવાળા ભગવંત! તમને નમસ્કાર છે.” તે સાંભળીને મુનિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org