________________
७८
શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
[સ્તંભ ૨
બોલ્યા કે,“માસ્ય વયસ્ય! પુસ્તું તે?–માંકડાના જેવા મુખવાળા હે ભાઈ! તું સુખી છે?” આ પ્રમાણે મુનિના વચનની ચતુરાઈથી ‘મારો પરાજય થયો' એમ વિચારતો ધનપાળ બોલ્યો કે,“સ્ય ગૃહે વસતિ તવ સાધો!ò સાધુ! તમે ક્યાં ઊતરવાના છો?”” મુનિએ જવાબ આપ્યો કે,‘‘યસ્ય રુચિર્વતિ મમ તંત્ર–જેને અમને રાખવાની ઇચ્છા હોય તેને ઘેર અમારે રહેવું છે,’’ તે સાંભળીને મુનિને વિદ્વાન જાણીને ધનપાળ તેમને પોતાને ઘેર લઈ ગયો. પછી ધનપાળ ભોજન કરવા બેસતો હતો, તેવામાં મુનિનું સ્મરણ થવાથી તેણે મુનિને વહોરાવવા માટે બોલાવ્યા. તે જ દિવસે ધનપાળને મારી નાંખવાના હેતુથી તેના કોઈ શત્રુએ તેના ભોજનના મોદકમાં વિષ નાંખેલું હતું. તે મોદક લઈને ઘનપાળ મુનિને વહોરાવવા લાગ્યો. તે જોઈ મુનિ બોલ્યા કે,‘આ મોદક અમારે કલ્પે નહીં.’’ ઘનપાળ બોલ્યો,‘કેમ! શું આમાં ઝેર બેર છે?' મુનિ બોલ્યા,‘‘હા, એમાં ઝેર જ છે.” તે સાંભળીને ઘનપાળે તપાસ કરી, તો તેમાં કોઈ શત્રુએ ઝેર નાંખેલું જણાયું. તેથી આશ્ચર્ય પામીને પોતાના જીવને બચાવનાર મુનિને તેણે પૂછ્યું કે,“હે મુનિ! આ મોદકમાં ઝેર છે, તેની તમને શી રીતે ખબર પડી?’' મુનિ બોલ્યા કે—હે ઘનપાળ!
दृष्ट्वान्नं सविषं चकोरविहगो धत्ते विरागं दृशोहंसः कूजति सारिका च वमति क्रोशत्यजत्रं शुकः । विष्टां मुञ्चति मर्कटः परभृतः प्राप्नोति मृत्युं क्षणात् क्रौञ्च माद्यति हर्षवांश्च नकुलः प्रीतिं च धत्ते द्विकः ॥ १ ॥ ભાવાર્થ-‘વિષવાળું અન્ન જોઈને ચકોર પક્ષી નેત્રમાં વિરાગ ઘારણ કરે છે (નેત્ર મીંચે છે), હંસ શબ્દ કરે છે, સારિકા વમન કરવા લાગે છે, પોપટ વારંવાર આક્રોશ કરે છે, વાનર વિષ્ટા કરે છે, કોયલ ક્ષણવારમાં મૃત્યુ પામે છે. ક્રૌંચ પક્ષી ખુશી થઈને નાચે છે, નોળિયો હર્ષ પામે છે, અને કાગડો પ્રસન્ન થાય છે.’
આવાં ચિહ્નો થતાં હોવાથી મેં આ પાંજરામાં રહેલા પોપટના આક્રોશ વડે તેમાં વિષ છે એમ ધાર્યું. તે સાંભળીને વિસ્મય પામતા ધનપાળે મુનિને વાસ્તે દહીં લાવી તે આપવા માંડ્યું. ત્યારે સાધુ બોલ્યા કે ‘આ દહીં ત્રણ દિવસનું હોવાથી અમારે કલ્પે નહીં.'’ ધનપાળે પૂછ્યું કે, “શું આ દહીંમાં જીવડાં પડી ગયાં છે?’’ મુનિએ ‘હા’ કહી ને તેની ખાતરી માટે તેમાં અળતાનો રસ નાંખી જીવો દેખાડ્યા. પછી ઘનપાળે મુનિને નિર્દોષ આહાર આપ્યો. મુનિના ગયા પછી ધનપાળ ભોજન કરવા બેઠો. ભોજન કરીને તે મુનિ પાસે ગયો. વાતો કરતાં ઘનપાળ બોલ્યો કે,“હે મુનિ! તમને જોઈને મને મારો ભાઈ વારંવાર યાદ આવે છે.’’ મુનિ બોલ્યા કે,‘‘હે વયસ્ય! તારી પાસે (આ હું) તારો ભાઈ જ બેઠેલો છે.’’ એમ કહીને તેની પ્રતીતિને માટે પૂર્વાવસ્થાની કેટલીક નિશાનીઓ કહી બતાવી. તે સાંભળીને ખાતરી થવાથી ઘનપાળ અતિ આનંદ પામ્યો. પછી શોભન મુનિ કેટલાક દિવસ ત્યાં રહી ધનપાળને નિશ્ચળ શ્રાવક બનાવી અન્યત્ર વિહાર કરી ગયા.
ઘનપાળ પંડિત ભોજરાજાની સભામાં પાંચસો પંડિતોમાં મુખ્ય થયો. એકદા ભોજરાજા પાંચસો પંડિતોને સાથે લઈને શિકાર કરવા વનમાં ગયો. ત્યાં રાજાએ એક બાણથી એક હરણને માર્યું; તેથી બીજા સર્વે પશુઓ ચારે બાજુ નાસવા લાગ્યા. તે જોઈને રાજાએ કવિને પૂછ્યું કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org