________________
સમકિતનું પાંચમું દૂષણ-મિથ્યાવૃષ્ટિ સંસ્તવ किं कारणं तु कविराज मृगाश्च एते, व्योम्न्युत्पतन्ति विलिखति भुवं वराहाः ।
“હે કવિરાજ! આ મૃગલાંઓ આકાશમાં કૂદે છે, અને આ ભૂંડો (વરાહો) પૃથ્વીને ખોદે છે તેનું શું કારણ?’’
એક કવિએ જવાબમાં કહ્યું કે–
વ્યાખ્યાન ૨૩]
देव त्वदस्त्रचकिताः श्रयितुं प्रयान्ति एके मृगांक मृगमादिवराहमन्ये ॥१॥
‘હે સ્વામી! આપના શસ્રથી ભય પામીને આ મૃગો ચંદ્રમાં રહેલા મૃગનો આશ્રય લેવા માટે ઊંચે કૂદે છે, અને આ વરાહો (ભૂંડો) ૧આદિવરાહનો આશ્રય લેવા માટે પાતાળમાં જવા ઇચ્છે છે.’ પછી રાજાએ ઘનપાળ પંડિતને કહ્યું કે,“તું મારી મૃગયાનું વર્ણન કર.’’ ત્યારે ઘનપાળ બોલ્યો કે– रसातलं यातु यदत्र पौरुषं, कुनीतिरेषाऽशरणो ह्यदोषवान् । निहन्यते यद्बलिनातिदुर्बलो, हा हा महाकष्टमराजकं जगत् ॥ १ ॥
20
ભાવાર્થ—“આ વરાહ એમ કહે છે કે હે રાજા! તારું પુરુષાર્થ રસાતળમાં (પાતાળમાં) જાઓ, કારણ કે આ પ્રત્યક્ષ અનીતિ છે; કેમ કે શરણરહિત અને નિર્દોષ એવા દુર્બળ પ્રાણી બળવાન વડે હણાય છે. અહો! મહાસંકટ છે કે આ જગત રાજા વિનાનું (નધણિયાતું) છે.’’
पदे पदे सन्ति भटा रणोत्कटा, न तेषु हिंसारस एष पूर्यते । धिगीदृशं ते नृपते कुविक्रमं कृपाश्रये यः कृपणे मृगे मयि ॥ १ ॥ ભાવાર્થ‘અને આ મૃગો એમ કહે છે કે–હે રાજા! સંગ્રામમાં શૂરવીર એવા યોદ્ધાઓ આ દુનિયામાં પગલે પગલે (ઠેકાણે ઠેકાણે) છે, તોપણ તેઓને વિષે આ તારો હિંસા૨સ પૂરો થતો નથી કે જેથી દયાના સ્થાનરૂપ એવા અમારે વિષે તું નિર્દય થાય છે? માટે આવા તારા નિંદ્ય પરાક્રમને ધિક્કાર છે!’’
આ પ્રમાણે ઘનપાળે કરેલું વર્ણન સાંભળીને રાજાએ ક્રોઘયુક્ત દૃષ્ટિથી ધનપાળને કહ્યું કે—“અરે ઘનપાળ! આ તું શું બોલે છે?’’ ત્યારે ઘનપાળ ફરીથી બોલ્યો કે,“હે સ્વામી! वैरिणोऽपि हि मुच्यन्ते, प्राणान्ते तृणभक्षणात् । તૃળાહારા: સવૈવૈતે, દૈન્યને પશવઃ થમ્ શી
ભાવાર્થ—જ્યારે પ્રાણનાશનો વખત આવે, ત્યારે શત્રુઓ જો તૃણનું ભક્ષણ કરે—મુખમાં તૃણ લે તો તે શત્રુઓ છતાં પણ તેમને મૂકી દેવામાં આવે છે; તો પછી આ નિરપરાધી પશુઓ તો નિરંતર તૃણનો જ આહાર કરનારા છે તેમને શી રીતે હણી શકાય!’’
તે સાંભળીને રાજાના હૃદયમાં દયા ઉત્પન્ન થઈ; તેથી તેણે પોતાનું ઘનુષ તથા બાણ ભાંગી નાંખીને શિકાર ન કરવાની પ્રતિજ્ઞા કરી. વનથી પાછા ફરીને નગર તરફ જતાં રાજાએ કરાવેલું સરોવર આવ્યું. તે જોઈને રાજાના કહેવાથી એક કવિએ તે સરોવરનું વર્ણન કર્યું કે
૧. વિષ્ણુના દશ અવતારમાંનો એક વરાહાવતાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org