________________
શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
સ્તિંભ ૨ हंसैर्युक्तः प्रशस्तैस्तरलितकमलैः प्राप्तरंगैस्तरंगनीरैरन्तर्गभीरैश्चटुलबककुलग्रासलीनैश्च मीनैः । पालीरूढद्रुमालीतलसुतशयितस्त्रीप्रणीतैश्च गीते
र्भाति प्रक्रीडनाभिः क्षितिप तव चलच्चक्रवाकस्तटाकः॥१॥ ભાવાર્થ-“પ્રશસ્ત હંસોએ કરીને, ચપળ કમળોએ કરીને, રંગને પ્રાપ્ત થયેલા તરંગોએ કરીને, ગંભીર જળ વડે કરીને, ચંચળ બગલાના સમૂહના કવળરૂપ થતાં મત્સ્યોવડે કરીને, પાળ ઉપર ઊગેલાં વૃક્ષતળે સુવાડેલાં બાળકોને હીંચકાવતી સ્ત્રીઓના મનોહર ગીતોવડે કરીને તથા બીજી અનેક ક્રીડાઓએ કરીને યુક્ત અને ચક્રવાક પક્ષીઓના મિથુન જેમાં રહેલા છે એવું આ સરોવર અત્યંત શોભા આપે છે.” પછી રાજાની આજ્ઞાથી ઘનપાળ બોલ્યો કે હે રાજા!
एषा तटाकमिषतो वरदानशाला मत्स्यादयो रसवतीप्रगुणा बभूव । पात्राणि यत्र बकसारसचक्रवाकाः
पुण्यं कियद्भवति तत्र वयं न विद्मः॥४॥ ભાવાર્થ-“આ સરોવરના મિષથી શ્રેષ્ઠ દાનશાળા છે, તેમાં મત્સ્ય વગેરે જળજંતુઓરૂપી પુષ્કળ ભોજન તૈયાર છે, તેમાં પાત્રરૂપે (ખાનારાં) બગલો, સારસ અને ચક્રવાક વગેરે પક્ષીઓ છે, તો આને વિષે પુણ્ય કેવું થતું હશે, તે અમે જાણતાં નથી.”
તે સાંભળીને રાજાએ ક્રોઘયુક્ત દ્રષ્ટિથી ઘનપાળ સામે જોયું. પછી સરોવરથી નગર તરફ જતાં માર્ગમાં રાજાનો યજ્ઞમંડપ આવ્યો. તે મંડપમાં એક થાંભલે કેટલાંક પશુઓ બાંઘેલાં હતાં. તે પશુઓનો પોકાર સાંભળીને રાજાએ કવિઓને પૂછ્યું કે-“આ પશુઓ શું કહે છે?” ત્યારે કોઈ એક કવિ બોલ્યો કે–હે રાજા! આ પશુઓ કહે છે કે
अस्मान् घ्नन्तु पदे पदे बलिकृते दग्धाश्च जग्धैस्तृणैरस्मत्कुक्षिररक्ष दक्षमनुजैर्नामोच्यते पश्विति । जानीमो न कलत्रभेदविकलाः सत्क्षुत्पिपासा वयं .
तेनास्मान्नय देव देवसदनं प्रार्थ्यामहे त्वामिति ॥१॥ ભાવાર્થ-“અમને પગલે પગલે બલિદાનને માટે હણો, કેમ કે અમે તૃણ ભક્ષણથી બળી રહ્યા છીએ, અમારી કુક્ષિ ભરાતી નથી, અમોને ડાહ્યા માણસો પણ પશુ કહીને બોલાવે છે, અમે સુઘા-તૃષાથી વ્યાકુળ થઈને સ્ત્રી, માતા વગેરેનો ભેદ પણ જાણતા નથી. તેથી તે સ્વામી! અમને દેવલોકમાં લઈ જાઓ, એવી અમારી તમને પ્રાર્થના છે.” પછી રાજાની આજ્ઞાથી ઘનપાળ બોલ્યો કે
नाहं स्वर्गफलोपभोगतृषितो नाभ्यर्थितस्त्वं मया संतुष्टस्तृणभक्षणेन सततं साधो न युक्तं तव । स्वर्ग यान्ति यदि त्वया विनिहता यज्ञे ध्रुवं प्राणिनो यज्ञं किं न करोषि मातृपितृभिः पुत्रैस्तथा बान्धवैः॥४॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org