________________
વ્યાખ્યાન ૨૩] સમકિતનું પાંચમું દૂષણ-મિથ્યાવૃષ્ટિ સંસ્તવ
ભાવાર્થ-“આ પશુઓ કહે છે કે હે રાજા! મને સ્વર્ગના ભોગ ભોગવવાની તૃષ્ણા નથી, તેમજ તેને માટે મેં તમારી પ્રાર્થના પણ કરી નથી; હું તો નિરંતર તૃણના ભક્ષણથી સંતુષ્ટ જ છું, માટે તમારે મને હણવો યોગ્ય નથી. જો કદાચ તમારા યજ્ઞ માટે હણેલાં પ્રાણીઓ અવશ્ય સ્વર્ગે જ જતાં હોય તો તમે માતા, પિતા, પુત્રો અને બાંઘવો વડે યજ્ઞ કેમ કરતા નથી?”
આ પ્રમાણે સાંભળીને રાજાએ ક્રોઘથી ઘનપાળને કહ્યું કે, “અરે!તું શું બોલે છે?” ત્યારે ફરી ઘનપાળ નિઃશંકપણે બોલ્યો કે હે સ્વામી! હું સત્ય કહું છું, કેમ કે
यूपं कृत्वा पशून् हत्वा, कृत्वा रुधिरकर्दमम् । - યદ્દેયં ગત્તે સ્વર્ગ, નરવે ન ગમ્ય રા ભાવાર્થ-“હે રાજા! યજ્ઞસ્તંભ રોપીને, પશુઓનો વઘ કરીને તથા રુધિરનો કીચડ કરીને જો કદાચ સ્વર્ગે જવાતું હોય તો પછી નરકે કોણ જશે?”
હે રાજા! માંસમાં લુબ્ધ થયેલા આ રાક્ષસ જેવા બ્રાહ્મણોએ તમને આવા યજ્ઞની પ્રશંસા કરીને કુમાર્ગે દોર્યા છે. આવા પશુવઘ કરવામાં કદી પણ ઘર્મ હોય જ નહીં; કેવળ મહા પાપ જ હોય છે. શાસ્ત્રમાં પણ ખરા યજ્ઞનું સ્વરૂપ તો એવું જ બતાવ્યું છે કે
सत्यं यूपं तपो ह्यग्निः कर्माणि समिधो मम ।
अहिंसामाहुतिं दद्यादेवं यज्ञः सतां मतः॥३॥ ભાવાર્થ-“સત્યરૂપી યજ્ઞસ્તંભ કરીને તારૂપી અગ્નિ સળગાવીને તેમાં કર્મરૂપી સમિઘ (લાકડાં) નાંખી અહિંસારૂપી આહુતિ દેવી. એ ખરો યજ્ઞ પુરુષોએ માનેલો છે.”
स्वर्गः कर्तक्रियाद्रव्यविनाशे यदि यज्विनाम् ।
तदा दावाग्निदग्धानां, फलं स्याद् भूरि भूरुहाम् ॥४॥ ભાવાર્થ-“જો કદાચ યજ્ઞકર્તાની ક્રિયાના અને દ્રવ્યના વિનાશને વિષે યજ્ઞાચાર્યને સ્વર્ગપ્રાપ્તિ થતી હોય તો દાવાનળથી બળેલાં વૃક્ષોને ઘણું ફળ મળવું જોઈએ.”
निहतस्य पशोर्यज्ञे, स्वर्गप्राप्तिर्यदीष्यते ।
स्वपिता यजमानेन, किं नु तस्मान्न हन्यते ॥५॥ ભાવાર્થ-“જો કદાચ યજ્ઞમાં હણેલાં પશુઓને સ્વર્ગપ્રાપ્તિ થાય છે, એટલા માટે તે ઇચ્છવામાં આવતો હોય તો તે યજ્ઞમાં યજમાન પોતાના જ પિતાને કેમ હણતો નથી?”
આ પ્રમાણે યજ્ઞની નિંદા સાંભળીને રાજાએ ઘનપાળ સામું વક્ર દ્રષ્ટિથી જોઈ તેના આખા કુટુંબનો નિગ્રહ કરવા વિચાર કર્યો, તે અભિપ્રાય ઘનપાળે જાણ્યો, તોપણ તેણે પોતાનો સત્ય બોલવાનો નિયમ છોડ્યો નહીં.
આગળ ચાલતાં રાજા કોઈ શિવાલયમાં ગયો. ત્યાં એક ઘનપાળ સિવાય બીજા સર્વેએ મહાદેવને નમસ્કાર કર્યા. ત્યારે રાજાએ ઘનપાળને પૂછ્યું કે, “હે ઘનપાળ! તું આ મહાદેવને કેમ નમસ્કાર કરતો નથી?” ત્યારે તેણે નિઃશંકપણે જવાબ આપ્યો કે
जिनेन्द्रचन्द्रप्रणिपातलालसं, मया शिरोऽन्यस्य न नाम नाम्यते । गजेन्द्रगल्लस्थलदानलालसं, शुनीमुखे नालिकुलं निलीयते ॥९॥
(ભાગ ૧-૬) Jain Education See
For Private & Personal Use Only
www.jainelibrary.org