________________
શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
[સ્તંભ ૨ ભાવાર્થ-“હે રાજા! જિનેન્દ્રરૂપી ચંદ્રને નમસ્કાર કરવામાં લાલસાવાળું મારું મસ્તક હું બીજા કોઈ પાસે નમાવતો નથી. કેમકે મદોન્મત્ત હસ્તીના ગંડસ્થળમાંથી ઝરતા મદમાં લાલસાવાળે ભ્રમરોનો સમૂહ કદાપિ કૂતરીના મુખમાંથી નીકળતી લાળમાં લીન થતો નથી.”
તે સાંભળી રાજા તેના પર વિશેષ ક્રોઘયુક્ત થયો. આગળ ચાલતાં તે સર્વે પુરના દ્વાર પાસે આવ્યા. ત્યાં રાજાએ આખા શરીરે કંપતી એક ડોશીને એક બાળકીના હસ્તનું અવલંબન કરીને સન્મુખ આવતી જોઈ. તેથી તેણે પંડિતોને પૂછ્યું કે “આ વૃદ્ધા હાથ અને મસ્તક કેમ ધ્રુજાવે છે?” ત્યારે એક પંડિત બોલ્યો કે
कर कंपावइ सीर धुणे, बुढी काहु कहेइ ।
हंकारंता यमभडां, नंनंकार करेइ ॥१॥ ભાવાર્થ-“હે રાજા! આપ કહો છો કે આ વૃદ્ધા હાથ કંપાવે છે, અને શિર ઘણાવે છે, તે શું કહે છે? (તેનો ઉત્તર) તે તેને હંકારતા એવા યમના દૂતોને “ના, ના, હું નહીં આવું' એમ કહે છે.” તે વખતે બીજો કોઈ પંડિત બોલ્યો કે
जरायष्टिप्रहारेण, कुब्जीभूता हि वामना ।
ગત રુશ્વનાવિયું, નિરીક્ષણે પદ્ વધે . ભાવાર્થ-“વૃદ્ધાવસ્થારૂપી લાકડીના પ્રહારથી વાંકી વળી ગયેલી આ વામન સ્ત્રી પોતાના ચાલ્યા ગયેલા યુવાવસ્થારૂપી માણિક્યને પગલે પગલે શોધે છે.”
તે સાંભળીને રાજાએ ઘનપાળને કહ્યું કે–“હે વક્રમતિવાળા ઘનપાળ! આ વૃદ્ધા સ્ત્રી આ બાલિકાને શું પૂછે છે?” ત્યારે રાજાનો ક્રોઘ શાંત કરવા માટે ઘનપાળ બોલ્યો કે–“હે સ્વામી! આ બાલિકા પ્રત્યે આ વૃદ્ધા તેના પ્રશ્નોના ઉત્તર કહે છે
किं नन्दी किं मुरारिः किमु रतिरमणः किं नलः किं कुबेरः किं वा विद्याधरोऽसौ किमुत सुरपतिः किं विधुः किं विधाता । नायं नायं न चायं न खलु न हि न वा नापि नासौ न वैष
क्रीडां कर्तुं प्रवृत्तः स्वयमिह हि हले भूपतिर्भोजदेवः॥१॥ ભાવાર્થ-“ડોશીને બાલિકા પૂછે છે કે–હે હલે! શું આ મહાદેવ છે? શું વિષ્ણુ છે? શું કામદેવ છે? શું નળ રાજા છે? શું કુબેર છે? શું એ વિદ્યાઘર છે? શું ઇન્દ્ર છે? શું ચંદ્ર છે? શું તે બ્રહ્મા છે? ડોશી કહે છે કે–એ નહીં, એ નહીં, એ નહીં, નક્કી નહીં, ના, ના, ના, ના, તેઓમાંથી તો આ કોઈ જ નથી, કેમકે તેઓ સર્વે તો કલંકવાળા છે"); પરંતુ આ તો ક્રીડા કરવા પ્રવર્તેલા ભૂપતિ ભોજદેવ છે.” ( ૧ નંદી શબ્દ આ મહાદેવ છે? ના, તે તો કંઠમાં રહેલા શેષનાગથી ભયંકર હતો, આ તો સૌમ્ય છે. મુરારી એટલે વિષ્ણુ છે? ના, તે તો કાળા હતા, આ તો ઉજ્વળ છે. રતિના સ્વામી કામદેવ છે? ના, તે તો અંગ વિનાનો છે, આ શુભ દેહવાળા છે. નળ રાજા છે? ના, તે તો જુગટીઓ હતો, આ તો વ્યસનરહિત છે. કુબેર છે? નહીં, તે તો પરાધીન છે, આ સ્વાધીન છે. વિદ્યાઘર છે? ના, તે તો આકાશમાં ફરે છે, આ તો જમીન પર વિચરે છે. સુરપતિ એટલે ઇંદ્ર છે? ના, તે તો શાપિત છે, આ શાપરહિત છે. વિઘુ એટલે ચંદ્ર છે? ના, તે તો કલંકી છે, આ નિષ્કલંક છે. બ્રહ્મા છે? ના, તે તો વૃદ્ધ છે, આ યુવાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org