________________
૮૩
વ્યાખ્યાન ૨૩] સમકિતનું પાંચમું દૂષણ-મિથ્યાવૃષ્ટિ સંસ્તવ
આ કાવ્ય સાંભળીને ભોજ રાજા પ્રસન્ન થયો અને તેણે ઘનપાળને કહ્યું કે-“હે પંડિત! હું પ્રસન્ન થયો છું માટે વરદાન માગ.” તે સાંભળીને ઘનપાળ બોલ્યો કે–“હે સ્વામી! જો આપ પ્રસન્ન થયા હો તો મારી લીઘેલી વસ્તુ મને પાછી આપો.” રાજાએ કહ્યું કે–“મેં તો તારું કાંઈ લીધું નથી.” ઘનપાળ બોલ્યો-“હે નાથ! તમે શિકારમાં હરણીનો વધ કર્યો, તે વખતે મારું કાવ્ય સાંભળીને તમને ક્રોધ થતાં મારી એક આંખ લેવાનું તમે ધાર્યું હતું અને સરોવરના વર્ણન વખતે બીજી આંખ લેવાનું ધાર્યું હતું, ત્યારપછી સર્વ કુટુંબનો નિગ્રહ કરવાનું ઘાર્યું હતું; માટે ભાવથી ગ્રહણ કરેલાં મારાં બે નેત્રો મને પાછાં આપો.” તે સાંભળીને રાજાએ પ્રસન્ન થઈ ઘનપાળને ક્રોડ દ્રવ્ય આપ્યું, અને કહ્યું કે-“તું શ્રાવક થવાથી સર્વજ્ઞપુત્ર થયો છે તે ન્યાયયુક્ત છે.”
એકદા ઘનપાળનું ચિત્ત વ્યગ્ર જોઈને ભોજરાજાએ તેનું કારણ પૂછ્યું, ત્યારે તે બોલ્યો કે “હું હાલમાં યુગાદીશનું ચરિત્ર રચું છું, તેથી મનમાં વ્યગ્રતા રહે છે.” પછી તે ચરિત્ર પૂર્ણ થયું. ત્યારે રાજાએ તેનું શ્રવણ કરવા માંડ્યું. તેનો અતિ અદ્ભુત રસ સાંભળતાં રાજાએ વિચાર્યું કે, “આનો અર્થરૂપ રસ ભૂમિપર ન પડો.” એમ ઘારીને તે પુસ્તકની નીચે એક મોટો સુવર્ણનો થાળ રખાવ્યો. એવી રીતે તે ચરિત્રના રસનું પાન કરતાં તે રાજાને રાત દિવસની પણ ખબર પડી નહીં. તે ચરિત્ર પૂર્ણ સાંભળ્યા પછી રાજાએ ઘનપાળને કહ્યું કે, “હે પંડિત! જો તું આ ગ્રંથમાં વિનીતાનગરીને સ્થાને અવન્તિનગરી, ભરતચક્રીને સ્થાને મારું નામ અને આદીશ્વરને સ્થાને મહાદેવનું નામ સ્થાપન કરે, તો આ ગ્રંથ સોનામાં સુગંઘની જેમ અતિ શ્રેષ્ઠ થાય; અને જો તું તેમ કરે તો હું તને એક કરોડ સોનામહોર આપું.” તે સાંભળીને ઘનપાળ બોલ્યો કે
मेरुसर्षपयोहँसकाकयोः खरतार्ययोः ।
अस्त्यन्तरमवन्त्यादेरयोध्यादेश्च भूपते ॥१॥ ભાવાર્થ-“હે રાજા! મેરુ પર્વત અને સરસવના કણમાં, હંસ અને કાગડામાં તથા ગધેડા અને ગરુડમાં જેટલું અંતર છે તેટલું અંતર (અનુક્રમે) અવંતિ, તું અને મહાદેવ તથા અયોધ્યા, ભરત અને આદીશ્વરમાં છે.”
તે સાંભળીને અતિ ક્રોઘયુક્ત થઈ રાજા બોલ્યો કે “અરે ઘનપાળ! આવાં વચન બોલતાં તારી જિલ્લાના સહસ્ત્ર કકડા કેમ ન થયા?” તે સાંભળી ઘનપાળ નિઃશંકપણે બોલ્યો કે
हे दोमुहय निरख्खर, लोहमइय नाराय किं तुमं भणिमो ।
गुंजा हि समं कणयं, तुल्लं न गओसि पायालं ॥१॥ ભાવાર્થ-“બે મુખવાળા, નિરક્ષર અને લોહમતિવાળા હે નારાચ (ત્રાજવા)! અમે તને કેટલું કહીએ? તેં ચણોઠીની સાથે સુવર્ણને તોળ્યું? તે કરતાં તે પાતાળમાં કેમ ન ગયું?”
આ પ્રમાણે પોતાની નિંદા સાંભળીને રાજાએ અતિ ક્રોધથી તે ગ્રંથને બાળી નાંખ્યો.
ઘનપાળ રાજાના ભયથી અને ગ્રંથના નાશથી ઉદ્વેગ પામી શોકસહિત ઘેર આવ્યો. ત્યાં તેની તિલકમંજરી નામની પુત્રીએ પૂછ્યું કે, “હે પિતા! તમે આજ શોકાતુર કેમ છો?” ત્યારે પંડિતે તેને
૧. ત્રાજવાને બે છાબડા હોય છે, તેમ રાજાને બોલવું કાંઈક અને ચાલવું કાંઈક એ બે મુખ હોય. ૨. ત્રાજવું અને રાજા બન્ને નિરક્ષર એટલે મૂર્ખ, ૩. ત્રાજવાને લોલોઢાની મતિ-ડાંડી, રાજાને લોભની મતિ-બુદ્ધિ, કીતિનો અત્યંત લોભ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org