________________
૮૪
શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
[સ્તંભ ૨
સર્વ વૃત્તાંત કહ્યું. પુત્રી બોલી,‘‘હે પિતા! ફિકર કરો નહીં, તે આખો ગ્રંથ મારે મોઢે છે, હું બોલું છું, આપ લખી લો.'' તે સાંભળીને હર્ષ પામી પંડિતે તે ગ્રંથ લખી લીધો, અને પુત્રીના નામની યાદગીરી માટે તેણે તે ગ્રંથનું નામ તિલકમંજરી રાખ્યું. પછી રાજાના ભયથી ઘનપાળ પોતાના કુટુંબ સહિત બીજા ગામે જઈને રહ્યો.
એકદા ભોજરાજાની સભામાં કોઈ પંડિતે આવી સર્વ વિદ્વાનોનો પરાજય કર્યો; તેથી ખેદ પામીને રાજાએ જાતે જઈ ઘનપાળને મનાવી આદરસત્કારપૂર્વક પોતાની નગરીમાં આણ્યો. ઘનપાળને આવેલો સાંભળતાં જ તે વિદેશી પંડિત ભય પામીને રાત્રિને સમયે ગુપ્ત રીતે નાસી ગયો. લોકમાં જૈનધર્મની ઘણી પ્રશંસા થઈ. ઘનપાળ રાજાની પાસે સુખેથી રહ્યો અને ધર્મનું આરાધન કરી અંતે સ્વર્ગે ગયો.
દ્રવ્યથી મિથ્યાત્વીઓનો પરિચય છતાં પણ ભાવથી પાપસંગના નાશની સ્પૃહાવાળા ઘનપાળે સર્વ દોષરહિત સમકિતને દૃઢ ઘારણ કર્યું. તેવી રીતે સર્વ જીવોએ કરવું.’’
-
વ્યાખ્યાન ૨૪
સમકિતનો પહેલો પ્રભાવક પ્રવચન પ્રભાવક હવે સમકિતના છ પ્રભાવક સંબંઘી અધિકાર કહે છે ઃ
कालोचितं विजानाति, यो जिनोदितमागमम् । स प्रावचनिको ज्ञेयस्तीर्थं शुभे प्रवर्तकः ॥ १ ॥ ભાવાર્થ—જે મુનિ જિનપ્રરૂપિત આગમની સમયને અનુસારે પ્રરૂપણા કરી જાણે, તથા તીર્થને શુભ માર્ગે પ્રવર્તાવે તે પ્રવચન પ્રભાવક કહેવાય છે.’’
કાળ એટલે સુષમદુષમાદિક (ચોથો આરો વગેરે) સમયને વિષે યથાયોગ્ય જિનપ્રણીત સિદ્ધાંતને ગૌતમાદિકની જેમ જે સૂરિ જાણે તે તીર્થ એટલે ચતુર્વિધ સંઘને શુભ માર્ગમાં (ધર્મમાર્ગમાં) પ્રવર્તાવી શકે તેને પ્રવચન પ્રભાવક જાણવો. તેનો ભાવાર્થ વજસ્વામીના ચરિત્રથી સમજી શકાય તેમ છે. તે આ પ્રમાણે–
--
વજ્રસ્વામીનું દૃષ્ટાંત
यः पालनस्थः श्रुतमध्यगीष्ट, षाण्मासिको यश्चरिताभिलाषी । त्रिवार्षिकः संघममानयद्यः, श्रीवज्रनेता न कथं नमस्यः ॥१॥ ભાવાર્થ—જેણે પારણામાં સૂતા સૂતા શ્રુતનો અભ્યાસ કર્યો, જે છ માસની ઉંમરે ચારિત્ર લેવાના અભિલાષી થયા, અને ત્રણ વર્ષની વયે જેણે સંઘને માન આપ્યું તે વજસ્વામી કેમ નમસ્કાર કરવા લાયક ન હોય?’’
તુંબવન ગામના રહીશ ઘનગિરિ નામના શ્રેષ્ઠીએ પોતાની સુનંદા નામની ગર્ભવતી સ્ત્રીને મૂકીને દીક્ષા ગ્રહણ કરી. પછી સમય આવતાં સુનંદાએ પુત્ર પ્રસવ્યો. પ્રસવસમયે જ માતા પાસે રહેલી સ્ત્રીઓના મુખથી પિતાની દીક્ષાની વાત સાંભળીને તેને જાતિસ્મરણ થયું; તેથી માતાને ઉદ્વેગ પમાડવા માટે તે નિરંતર રડવા લાગ્યો. તેના રડવાથી અત્યંત ખેદ પામેલી સુનંદાએ કાયર થઈને વિચાર્યું કે,“જો આના પિતા અહીં આવે તો આ બાળક તેને આપીને હું સુખે રહું.’' તેવા સમયમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org