________________
વ્યાખ્યાન ૨૦] સમકિતનું બીજું દૂષણ-આકાંક્ષા
૬૯ સંભવ છતાં પણ સૂત્રનું યથાર્થ ગ્રહણ થઈ ન શકે–બરાબર સમજવામાં ન આવે, તોપણ મતિમાન પુરુષે એવું જ ચિંતવવું કે સર્વજ્ઞનું વચન અવિતથ-નિર્દોષ જ છે.”
કેટલાક પદાર્થો માત્ર આગમગમ્ય જ હોય છે, એટલે તે પદાર્થો આપણા જેવા પ્રાકૃત જનોના પ્રમાણની પરીક્ષાને અગોચર છે, પરંતુ તે પદાર્થો આસ પુરુષના કહેલા હોવાથી સંદેહ કરવાને યોગ્ય નથી. ઇતિ શંકા દૂષણાધિકાર.
વ્યાખ્યાન ૨૦ સમકિતનું બીજું દૂષણ-આકાંક્ષા देशतः सर्वतो वाप्यभिलाषः परदर्शने ।
स आकांक्षाभिधो दोषः, सम्यक्त्वे गदितो जिनैः॥१॥ ભાવાર્થ-“દેશથી અથવા સર્વથી અન્યદર્શનનો જે અભિલાષ તે સમ્યકત્વમાં આકાંક્ષા નામનો દોષ જિનેશ્વરોએ કહેલો છે.”
કોઈ દર્શનમાં કાંઈક પણ જીવદયા વગેરેનો વિષય સારો જોઈને તે દર્શનની અભિલાષા થાય તે આકાંક્ષા કહેવાય છે. તેમાં દેશથી આકાંક્ષા એટલે કોઈ એક જ દર્શનની અભિલાષા અને સર્વથી આકાંક્ષા એટલે સર્વ પાખંડી ઘર્મોની અભિલાષા. જેમ “બૌદ્ધ ઘર્મ સારો છે તેમાં કાંઈ પણ કષ્ટ કરવાનું કહેલું નથી.” તેમજ “કપિલ અને દ્વિજાદિકના ઘર્મમાં પણ અહીં વિષયસુખો ભોગવનાર પરભવમાં પણ સુખ પામે છે, માટે એ ઘર્મો પણ સારા છે.” આ પ્રમાણેના વિચારોથી એકાંત સુખ આપનાર જૈન દર્શનને દૂષિત કરે છે. આનો ભાવાર્થ જિતશત્રુ રાજા ને તેના મંત્રીના દ્રષ્ટાંતથી જાણવો.
જિતશત્રુ રાજા ને તેના મંત્રીની કથા સર્વ પ્રકારના કલ્યાણના સ્થાનભૂત વસંતપુર નામે નગર હતું. ત્યાં જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને મહિસાગર નામે મંત્રી હતો. હવે એકદા રાજાએ ચંદ્રમાના કિરણ જેવા શ્વેત બે અશ્વો જોઈને પ્રસન્ન થઈ તેના માલિકને તેનું મૂલ્ય આપી ખરીદ કર્યા. પછી તેની પરીક્ષા કરવા માટે મંત્રી સહિત બન્ને અશ્વ પર સવાર થઈ મંડલિભ્રમાદિ ગતિ કરાવવા લાગ્યા. તેવામાં વનમાં રહેલા લોકોએ ત્રાસ પમાડ્યા સતા તે અશ્વો કુશિષ્યની જેમ વિપરીત શિક્ષા પામેલા હોવાથી પવનની ગતિની જેવી ગતિ કરીને તેમને કોઈ મોટા ભયંકર જંગલમાં લઈ ગયા. ત્યાં શ્રમ અને સુઘાથી પીડા પામેલા રાજા અને મંત્રીએ વનનાં ફળો ખાઈને ઘણા દિવસો નિર્ગમન કર્યા. કેટલાક દિવસો ગયા પછી તેમનું સૈન્ય કે જે તેમને શોઘતું શોઘતું પાછળ આવતું હતું તે તેમને મળ્યું, એટલે સૈન્ય સાથે રાજા તથા મંત્રી પોતાના પુરમાં ગયા. રાજા જાતે મૂર્ખ હોવાથી તેણે રસોઈયાઓને કહ્યું કે, “મારા માટે સર્વ જાતનાં પકવાન તથા શાક વગેરે તૈયાર કરો, કારણ કે હું ઘણા દિવસથી ભૂખ્યો છું.” રસોઈયાઓએ પણ રાજાની આજ્ઞા પ્રમાણે જુદા જુદા સર્વ જાતનાં પકવાન વગેરે બનાવીને રાજાની પાસે મૂક્યાં. રાજા પણ સુઘાથી પીડિત થયેલો હતો; તેથી જેમ વડવાગ્નિ સમુદ્રના જળનું પાન કરતાં તૃતિ ન પામે, તેમ રાક્ષસની જેમ સર્વ આહાર કરતાં પણ તૃતિ પામ્યો નહીં. છેવટ ઘણો આહાર કરવાથી તેના પેટમાં શૂળ ઉત્પન્ન થયું અને તેની વ્યથાથી તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org