________________
૬૮
શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
[સ્તંભ ૨ અવયવથી આપની તૃપ્તિ થવી જોઈએ અને આ એક છેલ્લો વચ્ચતંતુ શીતનું રક્ષણ કરનારો થવો જોઈએ. જો તેમ ન થાય તો આપે કહેલું સર્વ જૂઠું પડશે.” તે સાંભળીને પ્રતિબોઘ પામેલો તિષ્યગુપ્ત બોલ્યો કે, “હે શ્રાવક! તેં મને સારો બોઘ આપ્યો. શ્રી વીરભગવાનના વાક્યમાં પડેલી શંકા અત્યારે દૂર થઈ.” પછી તે શ્રાવકે ભક્તિપૂર્વક સારી રીતે તેમને પ્રતિલાવ્યા. તિષ્યગુપ્ત ગુરુ પાસે જઈ આલોયણ પ્રતિક્રમણ કરી શ્રી જિનેશ્વરની આજ્ઞાનુસાર વિચરવા લાગ્યો. ગુરુના ચરણમાં વર્તતાં સમ્યગુ માર્ગને પામીને તેનું પ્રતિપાલન કરી તે સ્વર્ગે ગયો.
હે ભવ્ય પ્રાણીઓ! આ તિષ્યગુણનું ચરિત્ર સાંભળીને શ્રી જિનેશ્વરના વચનમાં કિંચિત્ પણ શંકા કરવી નહીં. કેમકે શંકા સબુદ્ધિને મલિન કરે છે.” અહીં નિદ્વવનો પ્રસંગ આવવાથી સર્વ નિહ્નવો ક્યારે ક્યારે થયા? તે બતાવે છે.
નિલવોની નોંધ (૧) શ્રી મહાવીર સ્વામીના કેવળજ્ઞાન પછી ચૌદ વર્ષે જમાલિ નામે નિકૂવ થયો. (૨) સોળ વર્ષે તિષ્યગુમ થયો. (૩) શ્રી મહાવીર પ્રભુના નિર્વાણ પછી બસો ચૌદ વર્ષે અવ્યક્ત નામે નિહ્નવ થયો. (૪) બસો વીસ વર્ષે શુન્યવાદી થયો. (૫) બસો અઠ્ઠાવીશ વર્ષે એક સમયે બે ઉપયોગ કહેનાર ગંગદત્ત થયો. (૬) પાંચસો ચુંમાળીશ વર્ષે નોજીવનું સ્થાપન કરનાર રોહગુમ થયો. (૭) પાંચસો ચોર્યાસી વર્ષે ગોષ્ઠામાહિલ થયો. (૮) છસો નવ વર્ષે સહસ્ત્રમલ્લ નામે દિગંબર મતને સ્થાપન કરનાર સર્વવિસંવાદી થયો. (૯) છેવટે પ્રતિમાનું ખંડન કરનાર લંકામતિ ઉત્પન્ન થયો.*
આ પ્રમાણે એક એક વાક્યના ઉત્થાપનાર પણ નિદ્ભવ ગણાયેલા હોવાથી જિનેશ્વર ભગવંતે કહેલા સૂક્ષ્મ બાદર સ્વરૂપમાં કિંચિત્ પણ શંકા ન કરવી. કેમકે એક અર્થમાં પણ સંદિગ્ધપણું થવાથી તે કથક સર્વજ્ઞપણાના પ્રત્યયને યોગ્ય રહેતા નથી અને તેથી તેવી મિથ્યા કલ્પના કરનારને મિથ્યાદર્શન પ્રાપ્ત થાય છે અને તે ભવભ્રમણના હેતુભૂત છે. વળી
यत्रापि मतिर्दोबल्यादिभिर्मोहवशात् क्वचित् ।
संशयो भवति तत्राप्रतिहतेयमर्गला ॥१॥ ભાવાર્થ-“તીર્થંકરના જે વચનને વિષે મતિની દુર્બળતાદિક કોઈ પણ હેતુથી અથવા કોઈ ઠેકાણે મોહના વશથી સંશય થાય છે તે સમકિતરૂપ મહેલના દ્વારની અપ્રતિહત અર્ગલારૂપ છે.” આ વિષે સિદ્ધાંતમાં કહ્યું છે કે
कत्थय मइदुब्बलेण, तथाविहायरिय विरहओ वावि । नेयगहणत्तणेण य, नाणावरणोदयेणं च ॥१॥ हेऊदाहरणसंभवे य, सइ सुट्ट जं न बुज्झिज्झा ।
सवण्णुमयमवितह, तहावि तं चिंतए मइयं ॥२॥ ભાવાર્થ-“કોઈ ઠેકાણે મતિની દુર્બળતાથી (મંદતાથી), તથાવિઘ આચાર્યના અભાવથી, શેયનું ગ્રહણપણું યથાર્થ ન થવાથી અને જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી હેતુ ઉદાહરણ વગેરેનો
* આ સંખ્યા વગેરેમાં પ્રતિની અશુદ્ધિને લીધે ભૂલનો સંભવ છે; તેથી અન્યત્ર યથાર્થ હોય તો તે પ્રમાણ ગણવા યોગ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org