________________
વ્યાખ્યાન ૧૯]
સમકિતનું પ્રથમ દૂષણ-શંકા
સિયા રૂત્યાવિ ।'' અર્થ—“હે ભગવન્! જીવના એક પ્રદેશમાં જીવ વક્તવ્યતા થઈ શકે?’’ પ્રભુ કહે, “ના, એ અર્થ સમર્થ-યોગ્ય નથી.'' આ રીતે, “બે પ્રદેશમાં, ત્રણ પ્રદેશમાં, સંખ્યાતા પ્રદેશમાં, અસંખ્યાતા પ્રદેશમાં, છેવટ એક પ્રદેશે ઊણા એવા સર્વ પ્રદેશમાં જીવ કહેવાય કે નહીં?’” પ્રભુ કહે–“ના, એ અર્થ પણ સમર્થ નથી, અર્થાત્ તે જીવ કહેવાય નહીં.’ ત્યારે ‘જીવ ક્યારે કહેવાય?’’ પ્રભુ કહે છે કે, ‘‘પરિપૂર્ણ લોકાકાશના પ્રદેશ જેટલા પ્રદેશ એકેક જીવના છે, તે સમગ્ર પ્રદેશને ‘જીવ’ કહીએ, ઇત્યાદિ.’’ આ પ્રમાણે ભણતાં તિષ્યગુસને એવી શંકા થઈ કે‘જીવના એક છેલ્લા પ્રદેશમાં જ જીવ સંજ્ઞા રહેલી જણાય છે, બાકીના સર્વ પ્રદેશમાં જીવ સંજ્ઞા નથી એવું આ સૂત્ર સ્પષ્ટ બતાવે છે.’' આવા પોતાના મતને તે બીજાઓ પાસે પણ કહેવા લાગ્યો. તે જાણીને ગુરુએ મિત્રરૂપ થઈ તેને કહ્યું કે,“હે શિષ્ય! જો તું જીવના એક બે વગેરે પ્રદેશોમાં જીવપણું નથી સ્વીકારતો, અને માત્ર એક છેલ્લા જ પ્રદેશમાં જીવપણું માને છે, તો છેલ્લા પ્રદેશમાં પણ જીવપણું સિદ્ધ થશે નહીં; કેમકે સર્વનું પ્રદેશપણું તો સરખું જ છે. તેથી જેમ રેતીના હજારો કણિયામાં તેલ નથી, તો તે તેલ એક છેલ્લા કણિયામાં પણ શી રીતે આવે? માટે તારા માનવા પ્રમાણે તો જીવનો અભાવ જ સિદ્ધ થશે. તે અભાવ તો તું માનતો નથી, તેથી તેવો અર્થ તારે પણ ઇષ્ટ નથી.’’ શિષ્યે પ્રશ્ન કર્યો કે,‘હે ગુરુ! આપે જે આ યુક્તિ કહી, તેથી તો આગમને બાધ આવે છે. કેમકે હમણાં જ આવેલા સૂત્રમાં એક બે વગેરે પ્રદેશમાં જીવનો નિષેધ કરીને છેલ્લા જ પ્રદેશમાં જીવપણું કહેલું છે; તો આપ જગબંધુ જિનેશ્વરે કહેલા સૂત્રનો કેમ નિષેધ કરો છો?’’ ગુરુ બોલ્યા કે, “હે શિષ્ય! જો તું સૂત્રને પ્રમાણ માનતો હો તો સાંભળ–તેમાં જ કહ્યું છે કે “પરિપૂર્ણ લોકાકાશ પ્રદેશ તુલ્ય જીવમાં જીવ સંજ્ઞા છે.’તેથી શ્રુતને પ્રમાણ માનનારાએ તો આમાં નવી કુયુક્તિઓ કરવી જ ન જોઈએ. સર્વે સમુદાયરૂપ જીવના પ્રદેશો જીવ છે. જેમ તંતુના સમુદાયને જ પટ કહીએ છીએ, પણ એક બે વગેરે તંતુમાં સમસ્ત પટ રહેલો નથી, માટે તારી શંકાનું સ્થાન રહેતું નથી.'' એ પ્રમાણે ગુરુએ સમજાવ્યા છતાં પણ તે તિષ્યગુપ્ત સમજ્યો નહીં. ત્યારે તેને ગુરુએ ગચ્છ બહાર કર્યો.
પછી તે તિષ્યગુપ્ત વિહાર કરતાં એકદા આમલકલ્પા નામની નગરીમાં ગયો. ત્યાં ગામની બહાર ઉદ્યાનમાં રહ્યો. ત્યાં મિત્રશ્રી નામનો એક શ્રાવક રહેતો હતો. તેણે તેને નિર્ભવ જાણીને પ્રતિબોધ કરવાના હેતુથી તેની પાસે જઈ નિમંત્રણ આપ્યું કે,‘આજે આહાર લેવા માટે તમારે જાતે જ મારે ઘેર આવવું.” તે અંગીકાર કરીને તિષ્યગુપ્ત મિત્રશ્રીને ઘેર ગયો. મિત્રશ્રીએ તેને બહુમાનપૂર્વક આસન પર બેસાડી તેની સન્મુખ ઘણા ઉત્સાહ અને આડંબરથી ઉત્તમ પ્રકારનાં અનેક ભક્ષ, ભોજ્ય, અન્ન, પાન, વ્યંજન, વસ્ત્ર વગેરેનો સમૂહ ઘર્યો. પછી તે સર્વમાંથી છેલ્લો એક એક અવયવ લઈને તેના પાત્રમાં મૂક્યો; એટલે કે પકવાન, શાક વગેરેનો એક એક કણિયો આપ્યો. દાળ, કઢી, જળ વગેરેનું એકેક જ બિંદુ આપ્યું અને વસ્ત્રોમાંથી એક એક છેલ્લો તંતુ કાઢીને આપ્યો. પછી તે શ્રાવકે તેને નમસ્કાર કરી પોતાના સર્વે બંધુજનોને કહ્યું કે,‘‘તમે સર્વ આ સાધુને વંદના કરો. મેં આજે તેમને પરિપૂર્ણ પ્રતિલાભ્યા છે. હું આજે મારા આત્માને ઘન્ય અને પુણ્યવાન માનું છું. કેમકે ગુરુ પોતે જ મારે ઘેર પધાર્યાં છે.'’ તે સાંભળીને તિષ્યગુપ્ત બોલ્યો કે, “હે શ્રાવક! આવો એક એક કણ આપીને તેં આજે મારી હાંસી કરી છે, તે યોગ્ય કર્યું નથી.’’ શ્રાવક બોલ્યો કે,‘“હે પૂજ્ય! તમારો જ આ મત છે, તે જો સત્ય જ હોય તો આ લાડુ તથા ભાત વગેરેના છેલ્લા
Jain Education International
05
For Private & Personal Use Only
www.jainelibrary.org