________________
૬૬
શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
[સ્તંભ ૨ “હે ભવ્ય જીવો! આ વજકર્ણ રાજાનું ચરિત્ર સાંભળી કાયશુદ્ધિ ઘરનારે જિનેન્દ્ર સિવાય બીજા કોઈને નમન કરવું નહીં; જેથી કરીને તમને જલદીથી મુક્તિરૂપી સ્ત્રી આલિંગન કરશે.”
વ્યાખ્યાન ૧૯.
સમકિતનું પ્રથમ દૂષણ-શંકા હવે સમકિતનાં પાંચ દૂષણો વિષે કહે છે :
शंकाकांक्षा विचिकित्सा, मिथ्यादृष्टिप्रशंसनम् ।
तत्संस्तवश्च पश्चापि, सम्यक्त्वं दूषयन्त्यमी ॥१॥ ભાવાર્થ-“શંકા, આકાંક્ષા, વિચિકિત્સા, મિથ્યાવૃષ્ટિની પ્રશંસા અને તેનો સંસ્તવ (પરિચય વગેરે), એ પાંચ સમકિતને દૂષિત કરનારા અતિચાર છે.”
શ્રી અરિહંતે પ્રરૂપેલા ઘર્મને વિષે સંદેહની બુદ્ધિ રાખવી, તે શંકા કહેવાય છે. તે દેશ થકી અને સર્વ થકી એમ બે પ્રકારની છે. દેશથી શંકા એટલે જિનેશ્વરપ્રરૂપિત સર્વ પદાર્થોમાં શ્રદ્ધા રાખે, પણ અમુક એક બે ઠેકાણે શંકા કરે. જેમ કે જીવ છે તે વાત તો ખરી, પણ તે સર્વગત હશે કે અસર્વગત? સંપ્રદેશી હશે કે અપ્રદેશી? વગેરે એકાદ અંશમાં શંકા કરવી તે દેશથી શંકા કહેવાય છે; અને સર્વથી શંકા એટલે તીર્થંકરભાષિત સર્વે પદાર્થોમાં શંકા કરે છે. આ બન્ને પ્રકારની શંકા સમ્યત્વને દૂષણરૂપ છે.
- શંકાપર બે બાળકનું દ્રષ્ટાંત કોઈ ગામમાં કોઈ એક સ્ત્રીને બે પુત્રો હતા. તેમાં એક પુત્ર પોતાની શોક્યનો હતો અને એક પોતાનો હતો. તે બન્ને છોકરા એક દિવસ નિશાળેથી ઘેર આવ્યા. તેમને તે સ્ત્રીએ ભાષપેયા (અડદની રાબડી) ખાવા આપી. તે ખાતાં ખાતાં તેમાં કાળાં ફોતરાં વગેરે જોઈને પેલો શોક્યનો છોકરો વિચાર કરવા લાગ્યો કે “આ રાબડીમાં માખીઓ છે.” આ પ્રમાણે શંકા રાખવાથી તેને વમન થયું, તે જ રીતે હમેશાં શંકા થવાથી હમેશાં વમન થતાં તેને ઊર્ધ્વ વાતનો મહા વ્યાધિ થયો, તેથી તે છેવટ મૃત્યુ પામ્યો; અને બીજા પુત્રે તો એવો વિચાર કર્યો કે, “મારી માતા મને મક્ષિકાવાળું ભોજન આપે જ નહીં.” એમ નિઃશંકપણે તેણે ખીર ખાથી, તેણે પૌષ્ટિક આહારનું કામ કર્યું. શંકાથી આવા અનર્થો થાય છે. માટે કોઈ પણ બાબતમાં શંકા ન કરવી, શંકાનો ત્યાગ કરવો. આ વિષય પર બીજું દ્રષ્ટાંત કહે છે–
તિષ્યગુમ નિહવનું દ્રષ્ટાંત શ્રી મહાવીરસ્વામીને કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પછી સોળ વર્ષે બીજો તિષ્યગુપ્ત નામે નિહર (ભગવંતના વચનનો ઉત્થાપક) થયો. તેનું વૃત્તાંત આ પ્રમાણે છે
રાજગૃહી નગરીના ગુણશીલ નામના ચૈત્યમાં એકદા ચૌદ પૂર્વધારી વસુ નામના આચાર્ય પઘાર્યા. તેમને તિષ્યગુપ્ત નામે એક શિષ્ય હતો. એકદા આત્મપ્રવાદ નામના પૂર્વનો અભ્યાસ કરતાં તેના ભણવામાં આ પ્રમાણે સૂત્રાલાપક (પાઠ) આવ્યો કે “ને મત નીવપ્નમેલે નીત્તિવત્તવં सिया? नो इणढे समढे, ओवं दो तिन्नि संखिज्जा असंखिजा वा अंगप्पओसुणं वि जीवे? नो जीवे त्ति वत्तव्वं । कहं? जम्हा कसिणे पडिपुण्णलोगागासपअसतुल्ले जीवे जीवेत्ति वत्तव्वं
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org