________________
વ્યાખ્યાન ૧૮] સમકિતની ત્રીજી શુદ્ધિ-કાયશુદ્ધિ
૬૫ અનંગલતા નામની ગણિકાને જોઈને હું તેના પર મોહિત થયો, તેથી તેને મેં મારું સર્વ ઘન આપી દીધું, અને તેની સાથે હું વિષયસુખ ભોગવવા લાગ્યો. એકદા તે ગણિકાએ સિંહરથ રાજાની રાણીનાં આભૂષણો જોઈને પોતાનાં આભૂષણોની નિંદા કરી રોતાં રોતાં મને કહ્યું કે–“જો તું મારો ખરો પ્રિયતમ હો તો રાણીનાં આભૂષણો મને લાવી આપ.” તે સાંભળી તેનું વચન અંગીકાર કરી હું રાત્રિને સમયે ચોરી કરવા માટે રાજમહેલમાં દાખલ થયો. તે વખતે રાજા તથા રાણી વાતો કરતા હતા. તેમાં રાણીએ રાજાને પૂછ્યું કે “હે સ્વામી! આજે તમારા મુખપર ચિંતા હોય એમ જણાય છે, તો તમારે શી ચિંતા છે?” રાજાએ જવાબ આપ્યો કે-“હે પ્રિયા! પ્રાતઃકાલે વજકર્ણ મારા ખગથી મૃત્યુ પામશે ત્યારે જ મારી ચિંતા દૂર થશે.” તેવી તેની વાતોથી તમારું જૈનઘર્મમાં દૃઢપણું જાણીને ચોરીને તથા તે વેશ્યાને મૂકીને તરત જ તમને કહેવા માટે આવ્યો છું; માટે હે વજકર્ણ રાજા! હવે તમને જેમ યોગ્ય લાગે તેમ કરો.” તે સાંભળીને વજકર્ણ રાજાએ તે શ્રાવકનો સારો સત્કાર કરી તેને વિદાય કર્યો, અને પોતે કિલ્લા બહારનાં પરાંઓને ભાંગીને સર્વને કિલ્લામાં લઈ દ્વાર બંઘ કરીને રહ્યો. પ્રાતઃકાળ થતાં સિંહરથ રાજાએ આવીને તે નગરને ઘેરો ઘાલ્યો અને વજકર્ણ પાસે દૂત મોકલ્યો. તે દૂતે આવીને વજકર્ણને કહ્યું કે, “હે વજકર્ણ! તે વીંટી પહેર્યા વિના અમારા સ્વામી પાસે આવીને તેને પ્રણામ કરીને સુખેથી રાજ્ય ભોગવ, નહીં તો તારો નાશ થશે.” તે સાંભળીને વજકર્ણે કહ્યું કે, “હે દૂત! તારા રાજાને કહે કે-મારે રાજ્યનું કાંઈ પણ પ્રયોજન નથી; પરંતુ મને માત્ર ઘર્મદ્વાર (જવાનો રસ્તો) આપ કે જેથી હું બીજે સ્થાને જઈને મારા નિયમનું પાલન કરું.” તે સાંભળીને દૂતે જઈને સિંહરથને કહ્યું, તેથી સિંહરથ ક્રોઘયુક્ત થઈને તે પુર રૂંઘીને રહ્યા છે, માટે હે રામચંદ્ર! આ દેશ ઉજડ થવાનું એ કારણ છે.”
તે સર્વ વૃત્તાંત સાંભળીને રામે લક્ષ્મણને કહ્યું કે, “હે વત્સ! આપણે પણ ત્યાં જઈને આશ્ચર્ય જોઈએ, તથા વજકર્ણનું સાઘર્મીવાત્સલ્ય કરીએ (તેને સહાય કરીએ).” એમ કહીને રામ, લક્ષ્મણ તથા સીતા દશપુર તરફ ચાલ્યા. ત્યાં રામ અને સીતાને પુર બહાર રાખી લક્ષ્મણ એકલો ગામમાં ગયો. વજકર્ષે લક્ષ્મણને ભોજનનું નિમંત્રણ કર્યું. ત્યારે લક્ષ્મણે કહ્યું કે, “મારા મોટા ભાઈ તેમની સ્ત્રી સહિત ગામ બહાર દેવકુળમાં રહેલા છે.” તે સાંભળીને વજકર્ષે તેમને પણ તેડાવી લઈ ત્રણેને આદરપૂર્વક ભોજન કરાવ્યું. પછી રામના કહેવાથી લક્ષ્મણે સિંહરથ રાજા પાસે જઈને કહ્યું કે, “હે રાજા! મને રામચંદ્ર તમારી પાસે મોકલ્યો છે. તે તમને કહેવરાવે છે કે–તમે વજકર્ણ સાથે યુદ્ધ ન કરો.” સિંહરથ બોલ્યો કે, “હું ભરત રાજાની આજ્ઞા મસ્તકે ચડાવું છું, પણ કાંઈ રામની આજ્ઞા માનતો નથી.” ત્યારે લક્ષ્મણે કહ્યું કે, “તો યુદ્ધ માટે તૈયાર થા.” તે સાંભળીને ક્રોધ પામેલો સિંહરથ હસ્તીપર આરૂઢ થઈ સંગ્રામ કરવા તૈયાર થયો. તેને એક ક્ષણવારમાં જીતી લઈને લક્ષ્મણે પૃથ્વીપર પાડી બાંધી લીઘો. ત્યારે તે બોલ્યો કે, “મેં અજ્ઞાનપણાથી આપનું અપમાન કર્યું છે, આપ મારા સ્વામી છો, તેથી જેમ આપની ઇચ્છા હોય તેમ કરો.” તે સાંભળીને લક્ષ્મણે વજકર્ણને ઉજ્જયિનીનો રાજા કરી સિંહરથને તેનો સેવક બનાવી મુક્ત કર્યો. પછી સર્વે પોતપોતાને સ્થાને ગયા. વજકર્ણ લીધેલા નિયમનું યથાસ્થિત પાલન કરી સર્વ જીવોને ખમાવી સ્વર્ગે ગયો; ત્યાંથી ચવીને મનુષ્ય થઈ મોક્ષપદને પામશે.
ભાગ ૧-૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org