________________
૬૪
શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
[તંભ ૨ ઉદરમાંથી ગર્ભ નીકળીને પૃથ્વી પર પડ્યો. તે ગર્ભને ગરોળીની કાપેલી પૂંછડીની જેમ તડફડતો જોઈને તે વજકર્ણના હૃદયમાં દયા આવી. તેથી તે પોતાના આત્માની નિંદા કરવા લાગ્યો કે, “અહો! મેં નરકે જવા યોગ્ય પાપ ઉપાર્જન કર્યું.” ઇત્યાદિ પ્રકારે પોતાના આત્માને નિંદતો તે રાજા નિર્દયપણાનો ત્યાગ કરીને વનમાં આમ-તેમ ભ્રમણ કરતો હતો, તેવામાં તેણે એક શિલાતલ પર બેઠેલા શાંત અને દાંત એવા કોઈ મુનિને દીઠા. તેમને પ્રણામ કરીને રાજાએ પૂછયું કે, “હે મહાત્મા! આ અરણ્યમાં રહીને તમે શું કરો છો?” મુનિએ જવાબ આપ્યો કે, “હું આત્મહિત કરું છું.” તે સાંભળીને રાજાએ કહ્યું કે, “હે સ્વામી! મને પણ આત્મહિત થાય તેવો રસ્તો બતાવો.” ત્યારે મુનિ બોલ્યા કે, “હે રાજા! સમ્યગુદર્શનપૂર્વક હિંસાદિકનો ત્યાગ કરવો તે જ આત્મહિત છે. તેમાં સમ્યકત્વનું સ્વરૂપ આ પ્રમાણે છે
देवो जिणंदो गयरागदोसो, गुरु वि चारित्तरहस्स कोसो । जीवाइ तत्ताण य सद्दहाणं, सम्मत्तमेवं भणियं पहाणं ॥४॥ जस्सारिहंते मुणिसत्तमेसु, मोत्तुं न नामेइ सिरो परस्स ।
निव्वाणसुख्खाण निहाणठाणं तस्सेव सम्मत्तमिणं विसुद्धं ॥२॥ ભાવાર્થ-રાગદ્વેષવર્જિત શ્રી જિનેશ્વર તે દેવ, ચારિત્રરહસ્યના નિધિ સમાન સાધુઓ તે ગુરુ, અને જીવાદિક નવ તત્ત્વોનું શુદ્ધ સ્વરૂપ તે ઘર્મ–તેની જે સદુહણા રાખવી તે સર્વમાં મુખ્ય એવું સમકિત કહેવાય છે. અરિહંત અને ઉત્તમ સાધુઓને મૂકીને બીજા કોઈને જે મનુષ્ય મસ્તક નમાવતો નથી તેને જ નિર્વાણ સુખના નિદાન-સ્થાનરૂપ આ વિશુદ્ધ સમકિત છે એમ જાણવું.”
ઇત્યાદિ ઘર્મોપદેશ સાંભળીને વજકર્ણ રાજા પ્રતિબોઘ પામ્યો; તેથી તેણે ગુરુ પાસે સમતિ મૂળ બાર વ્રત અંગીકાર કર્યા. તેમાં વિશેષ કરીને જિનેશ્વર તથા મુનિરાજ સિવાય બીજા કોઈને ન નમવાનો નિયમ ગ્રહણ કર્યો. પછી તે પોતાના નગરમાં ગયો. ઘેર આવ્યા પછી તેને વિચાર થયો કે-“અવન્તિ નગરીના સિંહરથ રાજાનો સેવક છું; તેથી તેને મારે અવશ્ય પ્રણામ કરવા પડશે, અને તેમ કરવાથી મારા નિયમનો ભંગ થશે.” એમ વિચારીને તેણે પોતાના હાથની એક અંગૂઠી કરાવી, તેમાં મુનિસુવ્રતસ્વામીની સૂક્ષ્મ પ્રતિમા કરાવી. પછી તે જ્યારે સિંહરથ રાજા પાસે જાય ત્યારે તે અંગૂઠીને સન્મુખ રાખીને પ્રણામ કરવા લાગ્યો, એટલે તે મનવડે જિનેશ્વરને જ પ્રણામ કરતો હતો, અને બહારથી (દેખાવમાં) સિંહરથ રાજાને પ્રણામ કરતો દેખાતો હતો.
એકદા કોઈ ખળ પુરુષે તે વૃત્તાંત સિંહરથ રાજાને નિવેદન કર્યો. તે સાંભળીને રાજાએ વિચાર્યું કે-“અહો! વજકર્ણ કેવો કૃતળી છે કે–તે મારું રાજ્ય ભોગવે છે, છતાં મને પ્રણામ માત્ર પણ કરતો નથી, તેથી તે દુષ્ટને દંડ કરવો, એ જ જાય છે.” એમ વિચારીને તેણે સંગ્રામને માટે રણથંભા વગડાવી.
આ સમયે કોઈ પુરુષે વજકર્ણ પાસે જઈને કહ્યું કે-“હે સાઘર્મી વજકર્ણ રાજા! તમને જેમ રુચે તેમ કરો. સિંહરથ રાજા તમારી પર ચડી આવે છે.” વજકર્ણે પૂછ્યું કે “તું કોણ છે અને ક્યાં રહે છે?” તે બોલ્યો, “હે દેવ! તું કંડિનપુરનો રહીશ વૃશ્ચિક નામનો શ્રાવક છું. એકદા હું ઘણાં કરિયાણાં લઈને ઉજ્જયિની (અવન્તિ) નગરીમાં ગયો હતો. ત્યાં એક દિવસ વસન્તોત્સવમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org