________________
વ્યાખ્યાન ૧૮] સમકિતની ત્રીજી શુદ્ધિ-કાયશુદ્ધિ
૬૩ હર્ષ પામેલા જિતશત્રુ રાજાએ તેને કુંભીપાકમાં નાંખીને પકાવ્યો. તેથી મહાપીડાનો અનુભવ કરતો દત્ત મૃત્યુ પામીને નરકનો અતિથિ થયો. કાલિકસૂરિ આયુષ્યનો ક્ષય થયે કાળઘર્મ પામીને સ્વર્ગના અલંકારભૂત થયા.
આ કાલિકાચાર્યનું દ્રષ્ટાંત સાંભળીને સર્વે પ્રાણીઓએ મૃત્યુના ભયને પણ દૂર તજી દઈને સત્ય વચન જ બોલવું. કેમકે વચનશુદ્ધિથી આ લોકમાં રાજાદિકથી સન્માન મળે છે, અને પરલોકમાં સ્વર્ગનાં સુખ મળે છે.”
વ્યાખ્યાન ૧૮ સમકિતની ત્રીજી શુદ્ધિ-કાયશુદ્ધિ खड्गादिभिर्भिद्यमानः, पीड्यमानाऽपि बन्धनैः ।
जिनं विनान्यदेवेभ्यो, न नमेत्तस्य सा भवेत् ॥१॥ ભાવાર્થ-“ખડ્યાદિકથી છેદાતા છતાં અને બંઘનવડે પીડાતા છતાં પણ જે મનુષ્ય શ્રી જિનેશ્વર વિના બીજા દેવને નમતો નથી, તેને કાયશુદ્ધિ હોય છે.”
ખગ વગેરે હથિયારોથી છેદાતા છતાં અને રઘુ બેડી વગેરે બંધનોથી પીડાતા છતાં તેમજ મહા સંકટમાં આવી પડ્યા છતાં જે મનુષ્ય શ્રી જિનેન્દ્ર વિના બુદ્ધ, શંકર, સ્કંદ વગેરે અન્ય દેવોને નમસ્કાર ન કરે તે સમ્યદ્રષ્ટિ પ્રાણીને ત્રીજી કાયશુદ્ધિ જાણવી. આ પ્રસંગ ઉપર વજકર્ણનો પ્રબંઘ છે તે નીચે પ્રમાણે–
વજકર્ણનું દ્રષ્ટાંત અયોધ્યા નગરીમાં ઇન્ક્વાકુવંશી દશરથ રાજા રાજ્ય કરતા હતા. તેમણે એકદા પ્રસન્ન થવાથી પોતાની કૈકેયી નામની રાણીને વરદાન આપ્યું હતું. તે તેણે યોગ્ય સમયે માગવા માટે થાપણ કરી રાખ્યું હતું. પછી રામચંદ્રને રાજગાદી આપવાને વખતે તેણે તે વરદાન માગીને રામચંદ્રને બાર વર્ષનો વનવાસ અપાવ્યો. તેથી રામ, લક્ષ્મણ અને સીતા વનમાં ગયા. તેઓ ફરતાં ફરતાં અનુક્રમે પંચવટીમાં કેટલોક વખત રહીને આગળ ચાલતાં અવત્તિનગરી જતાં વચ્ચે એક સમૃદ્ધ પણ નિર્જન નગર આગળ આવ્યા. ત્યાં જુએ છે તો ખુલ્લી દુકાનો સર્વે જાતની ચીજોથી ભરપૂર પડી હતી, ઘરો, ઘન અને સુવર્ણ વગેરેથી પૂર્ણ છતાં ઉઘાડાં પડ્યાં હતાં, ક્ષેત્રોનાં ખળાંઓમાં ઘાન્યના ઢગલાઓ પડ્યા હતા, તથા અશ્વો, બળદો વગેરે પશુઓ રક્ષક વિના સ્વેચ્છાએ ફરતા હતા; પરંતુ કોઈ પણ સ્થાને કોઈ મનુષ્ય દ્રષ્ટિએ પડતો નહોતો. તે જોઈને રામે લક્ષ્મણને પૂછ્યું કે, “હે વત્સ! આ બધું મનુષ્ય વિન શૂન્ય કેમ જણાય છે?” ત્યારે લક્ષ્મણ એક ઊંચા વૃક્ષ પર ચઢીને ચોતરફ જોવા લાગ્યો. તેવામાં એક પુરુષ તેના જોવામાં આવ્યો. તે પુરુષને બોલાવતાં તેણે આવીને લક્ષ્મણને પ્રણામ કર્યા. પછી તે પુરુષને લઈને લક્ષ્મણ મોટા ભાઈ પાસે ગયા. રામે તે પુરુષને તે વૃત્તાંત પૂછ્યું, ત્યારે તે બોલ્યો કે-“હે સ્વામી!સાંભળો
દશપુર નામના નગરમાં વજકર્ણ નામે મહા પરાક્રમી રાજા છે. તે સર્વ ગુણસંપન્ન છતાં ચંદ્રની જેમ મૃગયા (શિકાર)ના વ્યસનથી દૂષિત થયેલો હતો. એકદા તે કેટલાક લુબ્ધકો (પારધીઓ)ને લઈને વનમાં ગયો હતો. ત્યાં તેણે એક સગર્ભા હરિણીને શરવડે વીંઘી, તેથી તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org