________________
૬૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
[તંભ ર જાણતો નથી કે યજ્ઞનું ફળ નરકગમન જ છે, અને તેથી તારી પણ નરકગતિ જ થવાની છે. કેમકે લૌકિક શાસ્ત્રમાં પણ કહેવું છે કે
સ્ત્રિ દર્શ, માં વાતિ નનાઃ | शुक्रे वसति ब्रह्मा च, तस्मान्मांसं न भक्षयेत् ॥४॥ तिलसर्षपमानं तु, मासं यो भक्षयेन्नरः ।
स नरो वर्तते नरके, यावच्चन्द्रदिवाकरौ ॥२॥ ભાવાર્થ–પ્રાણીઓનાં હાડકાંમાં મહાદેવ વસે છે, માંસમાં જનાર્દન (વિષ્ણુ) વસે છે, અને વીર્યમાં બ્રહ્મા વસે છે, માટે માંસનું ભક્ષણ કરવું નહીં. જે મનુષ્ય તળ અને સર્ષવના દાણા જેટલું પણ માંસ ખાય છે તે મનુષ્ય જ્યાં સુધી આકાશમાં સૂર્ય ચંદ્રની હયાતી છે ત્યાં સુધી નરકમાં રહે છે.
વળી તે દત્ત રાજા! તું આજથી સાતમે દિવસે કુંભીપાકની વેદના ભોગવીને નરકે જઈશ.” તે સાંભળીને ક્રોઘ પામેલા દરે પૂછ્યું કે, “તેની ખાતરી શી?” સૂરિ બોલ્યા- “તારી મૃત્યુના સમય પહેલાં તારા મુખને વિષે મનુષ્યની વિણ પેસશે.” દત્તે ક્રોઘથી પૂછ્યું “હે મામા! ત્યારે તમારી શી ગતિ થશે?” ગુરુ બોલ્યા- “હું સ્વર્ગે જઈશ.” તે સાંભળી દત્ત રાજા ખગથી ગુરુને હણવા ઇચ્છતો સતો વિચારવા લાગ્યો કે, “જો હું સાત દિવસથી વઘારે જીવીશ તો પછી જરૂર આને મારી નાંખીશ.” એમ વિચારીને સૂરિને સાત દિવસ સુધી નહીં જવા દેવા માટે સખત ચોકીપહેરામાં રાખીને પોતે પોતાના મહેલમાં જઈને ભરાયો. પછી તેણે સૂરિનું વચન અન્યથા કરવા માટે એક કરોડ સુભટોને પોતાની ફરતા રાખ્યા, અને રાજમહેલ તથા રાજમાર્ગને અત્યંત સાફ રખાવીને કોઈ પણ જગ્યાએ કિંચિત્ પણ અશુચિ ન રહે તેવો પાકો બંદોબસ્ત કર્યો. તેવી રીતે તેણે છ દિવસ મહેલમાં જ રહીને નિર્ગમન કર્યા. સાતમે દિવસે ભ્રાંતિ થવાથી તેણે સાત દિવસ પૂરા થઈ ગયા છે એમ ઘાર્યું. તેથી આજ આઠમો દિવસ છે એમ ઘારી અશ્વ પર આરૂઢ થઈને હર્ષપૂર્વક તે રાજમાર્ગમાં નીકળ્યો. તે સમયે એક માળી પુષ્પનો ભરેલો કરંડિયો લઈને રાજમાર્ગે જતો હતો. તેને ભેરી વગેરેના શબ્દ સાંભળવાથી અકસ્માત્ ઝાડાની અત્યંત બાઘા થઈ આવી. લોકો ઘણા હોવાથી તે બીજે જઈ શક્યો નહીં તેથી રાજમાર્ગમાં જ તેણે યુક્તિપૂર્વક મળોત્સર્ગ કરી લીઘો, અને તેના પર પુષ્પોનો ઢગલો કરીને તે આગળ ચાલ્યો ગયો; તેવામાં દત્તરાજા ત્યાંથી નીકળ્યો. તેના ઘોડાનો પગ પેલા પુષ્પના ઢગલા પર પડ્યો, એટલે તેમાંથી વિષ્ટા ઊડીને તેનો છાંટો રાજાના મુખમાં પેઠો. તેથી આચાર્યના કહેલા વચન પર વિશ્વાસ આવતાં રાજાએ પોતાના સેવકોને પૂછ્યું કે, “આજે કેટલામો દિવસ થયો?” ત્યારે તેઓએ કહ્યું કે, “આજે સાતમો દિવસ થયો.” તે સાંભળીને રાજા ઝંખવાણો થઈ પાછો ફર્યો
દત્તરાજા જ્યારે સૂરિપર ક્રોઘ કરીને રાજમહેલમાં આવી છ દિવસ એકાંતમાં જ રહ્યો હતો તે અવસરે સર્વે રાજવ દત્તથી વિરુદ્ધ થઈને જિતશત્રુ રાજાને રાજ્યગાદી પર બેસાડવાની યુક્તિ શોઘતા હતા. તેથી સાતમે દિવસે દત્ત બહાર નીકળ્યો કે તરત જ તેઓએ જિતશત્રુ રાજાને બંઘનથી મુક્ત કરીને મહેલમાં દાખલ કર્યા. પછી દત્ત જ્યારે મુખમાં વિષ્ટા પેસવાથી પાછો ફરી રાજમહેલ પાસે આવ્યો ત્યારે તે રાજવર્ગે દત્તને એકાએક બાંઘી લઈને જિતશત્રને સ્વાધીન કર્યો. તેને જોઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org