________________
૬૧
-
-
-
વ્યાખ્યાન ૧૭]
સમકિતની બીજી શુદ્ધિ-વચનશુદ્ધિ “હે શ્રાવકો! આ આનંદ શ્રાવકનું ચરિત્ર શ્રવણ કરીને આનંદમાં તત્પર થઈ મનશુદ્ધિ કરવામાં નિરંતર આદરવાળા થાઓ.”
વ્યાખ્યાન ૧૭ સમકિતની બીજી શુદ્ધિ-વચનશુદ્ધિ जीवाजीवादितत्त्वानां, प्ररूपकं सदागमम् ।
तद्विपरीतं वदेन्नाथ, सा शुद्धिर्मध्यगा भवेत् ॥१॥ ભાવાર્થ-“જીવ અજીવ વગેરે તત્ત્વોની પ્રરૂપણા કરનારે આગમમાં તેનું જ સ્વરૂપ કહેલું હોય તે પ્રમાણે જ કહેવું, તેથી વિપરીત કહેવું નહીં. તેનું નામ વચનશુદ્ધિ કહેવાય છે.”
सद्दानेन गृहारंभो, विवेकेन गुणव्रजः ।
दर्शनं मोक्षसौख्यांगं, वचःशुद्ध्यैव लक्ष्यते ॥२॥ ભાવાર્થ-“ગૃહસ્થાશ્રમ રૂડા દાનવડે ઓળખાય છે, ગુણનો સમૂહ વિવેકવડે ઓળખાય છે, અને મોક્ષસુખના અંગભૂત દર્શન (સમકિત) વચનની શુદ્ધિથી જ ઓળખાય છે; અર્થાતુ દાન, વિવેક અને વચનશુદ્ધિવડે જ ગૃહસ્થપણું, ગુણસમૂહ અને સમકિત હોવાની ખાતરી થઈ શકે છે.” આ પ્રસંગ ઉપર સંપ્રદાયાગત શ્રી કાલિકસૂરિને પ્રબંઘ છે તે આ પ્રમાણે
શ્રી કાલિકાચાર્યનું દ્રષ્ટાંત “દત્ત રાજાના મામા કાલિકસૂરિની પેઠે મહા પુરુષો સંકટમાં પણ અસત્ય બોલતા નથી. ચંદનની સુગંધ તેને પથ્થરપર ઘસવાથી જ જણાય છે, અને ઇસુનો (શેરડીનો) અતિ મધુર રસ તેન પીલવાથી જ નીકળે છે.”
સુરમણિ નામની પુરીમાં કાલિક નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તેને ભદ્રા નામની બહેન હતી. તેને દત્ત નામે પુત્ર હતો. કાલિક દ્વિજે કેટલેક કાળે ગુરુ પાસે ઘમપદેશનું શ્રવણ કરી વૈરાગ્યથી ચારિત્ર ગ્રહણ કર્યું. તેથી કોઈના અંકુશ વિના દત્ત અતિ ઉદ્ધત થઈ ગયો, સાતે વ્યસનમાં આસક્ત થયો. કેટલેક કાળે તે દત્ત ત્યાંના જિતશત્રુ રાજાનો સેવક બન્યો. સેવા કરતાં રાજા તેના ઉપર પ્રસન્ન થયો, તેથી તેને અનુક્રમે પ્રઘાન બનાવ્યો. પછી ધીરે ધીરે સર્વ રાજવર્ગને પોતાનો કરીને રાજાને પદભ્રષ્ટ કરી દત્ત પોતે રાજા થયો. તે પરલોકથી ભય પામ્યા વિના જ આમ્રવના કાર્યોમાં દ્રવ્યનો વ્યય કરવા લાગ્યો. મોટા મોટા યજ્ઞો કરી ઘણા જીવોની હિંસા કરવા લાગ્યો, અને તેમાં હણાતા પશુઓને જોઈને તે અતિ હર્ષ પામવા લાગ્યો.
અહીં કાલિક મુનિ બહુશ્રુત થવાથી ગુરુએ તેને સૂરિપદ આપ્યું. અન્યદા વિહાર કરતાં કરતાં કાલિકાચાર્ય તુરમણિ પુરીના ઉદ્યાનમાં આવ્યા. તેમનું આગમન જાણીને દુષ્ટ દત્ત રાજા પોતાની માતાના આગ્રહથી તેમને વાંદવા ગયો. મામાને વંદના કરીને દત્ત તેમની સન્મુખ બેઠો. પછી તેણે સૂરિને પ્રશ્ન કર્યો કે “હે મામા! યજ્ઞ કરવાથી શું ફળ પ્રાપ્ત થાય?” તેના ઉત્તરમાં ગુરુએ જીવદયારૂપ ઘર્મનો ઉપદેશ કર્યો. ત્યારે ફરીથી દત્ત બોલ્યો કે “હે પૂજ્ય! હું ઘર્મ વિષે પ્રશ્ન કરતો નથી, હું તો યજ્ઞનું ફળ પૂછું છું.” આ પ્રમાણે દત્તે વારંવાર પૂછવાથી ગુરુ બોલ્યા કે, “હે દત્ત! તું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org