________________
૬૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
[સ્તંભ ૨ પછી પોતાને નિમિત્તે કરેલું ભોજન ન કરવા રૂપ દશમી પ્રતિમા દશ માસ સુધી વહન કરી. પછી છેલ્લી અગિયારમી પ્રતિમા વહન કરી તેનું સ્વરૂપ આ પ્રમાણે
खुरमुंडो लोअण वा, रयहरणं उवग्गहं च घेत्तूणं ।
समणभूयो विहरइ, धम्मं काएण फासंतो॥१॥ અસ્ત્રાથી મુંડન કરાવીને અથવા લોચ કરીને રજોહરણ તથા પાત્રાદિક ગ્રહણ કરી, કાયાવડે ઘર્મનું પાલન કરતો સતો સાઘુની જેમ વિચરે, અને કુટુંબમાં “પ્રતિમાપ્રક્રિશ્ય શ્રાવસ્થ મિક્ષ તેહિ એમ બોલી ભિક્ષા માગે.”
એ રીતે અગિયારમી પ્રતિમા અગિયાર માસ સુધી વહન કરી. આ અગિયારે પ્રતિમામાં પાછલી પાછલી પ્રતિમાઓ ભેળી કરવાની જ સમજવી અને તે સર્વે અતિચાર લગાડ્યા વિના પાળવાની સમજવી. આમ અગિયારે પ્રતિમા વહન કરતાં પાંચ વર્ષ અને પાંચ માસ વ્યતીત થયાં. તે પ્રમાણે કરતાં આનંદ શ્રાવકનું બાહ્યથી શરીર અને અંતરથી મન અતિ કૃશ થયાં. તે જોઈને તેણે ચાર શરણપૂર્વક અનશન ગ્રહણ કર્યું. તે અવસરે તેની મનશુદ્ધિ વિશેષ થવાથી તેને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું.
તેવા સમયમાં તે ગામની બહાર ઉદ્યાનમાં શ્રી વીરસ્વામી સમવસર્યા. શ્રી વીરપ્રભુને વંદના કરી તેમની આજ્ઞા લઈને ગૌતમ ગણઘર ગોચરી માટે ગામમાં આવ્યા. ત્યાંથી નિર્દોષ આહાર લઈને પાછા વળતાં ઘણા લોકોના મુખથી આનંદ શ્રાવકના અનશનનું વૃત્તાંત સાંભળીને ગૌતમસ્વામી તેને શાતા પૂછવા ગયા. પોતાની પાસે ગણધર મહારાજને આવેલા જોઈને ભક્તિભાવવડે આનંદ શ્રાવકે તેમના ચરણકમળમાં પ્રણામ કરીને પૂછ્યું કે “હે પૂજ્ય! શ્રાવકને પણ અવધિજ્ઞાન થાય ખરું?” ગૌતમસ્વામી બોલ્યા કે “ઉત્તમ શ્રાવકને થાય.” તે સાંભળીને આનંદ બોલ્યો કે, “હે ભગવાન! મને તેવું જ્ઞાન થયું છે. તેથી હું ઊંચે સૌઘર્મ દેવલોક સુઘી, નીચે લોલક નરકાવાસ સુઘી, તિરછું લવણસમુદ્રને વિષે ત્રણ દિશામાં (પૂર્વ પશ્ચિમ ને દક્ષિણ દિશામાં) પાંચસો પાંચસો યોજન અને ઉત્તર દિશામાં સુદ્રહિમાચળ (ચુલ્લ હિમવંત પર્વત) સુઘી સર્વ વસ્તુઓ જોઉં છું.” તે સાંભળીને ગણઘર બોલ્યા કે, “એટલું બધું અવધિજ્ઞાન ગૃહસ્થને સંભવતું નથી, માટે તું મિથ્યા દુષ્કત આપ.” આનંદે કહ્યું કે, “હે ભગવાન! અસત્ય બોલવાનું મિથ્યા દુષ્કત લેવું કે સત્ય બોલવાનું?” ગૌતમ સ્વામીએ કહ્યું કે, “અસત્ય વચન બોલવાનું.” ત્યારે આનંદ શ્રાવકે કહ્યું કે–ભગવન્! હું તે લેવાને યોગ્ય નથી.' તે સાંભળીને ગૌતમ ગણઘર શંકા પામ્યા, એટલે તેમણે પ્રભુ પાસે જઈને તેનું સ્વરૂપ પૂછ્યું. પ્રભુએ તે જ પ્રમાણે કહ્યું, એટલે ગૌતમ ગણઘરે આનંદ પાસે આવીને મિથ્યા દુષ્કત આપ્યું.
પછી આયુષ્ય પૂર્ણ થયે આનંદ શ્રાવક પંચ નમસ્કારનું સ્મરણ કરતો મૃત્યુ પામીને સૌધર્મ કલ્પમાં અરુણાભ નામના વિમાનમાં ચાર પલ્યોપમના આયુષ્યવાળો દેવ થયો. ત્યાંથી આવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ મોક્ષપદને પામશે.
આ ચરિત્ર ઉપાસક દશાંગ સૂત્રમાં તથા આનંદ સુંદર (વર્ધમાન દેશના)માં સવિસ્તર કહેલું છે, ત્યાંથી જાણી લેવું.
૧ અગિયાર પ્રતિમાના કાળના સરવાળો ગણતાં પાંચ વર્ષ ને છ માસ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org