________________
વ્યાખ્યાન ૧૬] મનશુદ્ધિ વિષે
પ૯ સિવાય બીજાનો ત્યાગ કર્યો. પકવાનમાં ઘેબર અને ખાંડનાં ખાજાં, ભાતમાં કમળશાળીના ચોખા, વિદળમાં મગ અડદ અને ચણા, ઘીમાં શરદઋતુમાં થયેલું ગાયનું જ ઘી, શાકમાં મીઠી ડોડી ને પલવલ, મધુર પદાર્થમાં પલ્ચક, અન્નમાં વડાં, ફળમાં સીરામલક (મીઠાં આમળાં), જળમાં આકાશથી પહેલું સંચિત કરેલું જ પાણી, મુખવાસમાં જાયફળ, લવિંગ, ઈલાયચી, કક્કોલ અને કપૂર એ પાંચ વસ્તુથી મિશ્રિત તંબોળ–એટલી ચીજો વાપરવી, તે સિવાય બીજાનો ત્યાગ કર્યો.
આ પ્રમાણે તેણે જિનેશ્વર પાસે બારે વ્રત ગ્રહણ કર્યા. (બાકીનાં વ્રતોનું સ્વરૂપ આગળ કહેવામાં આવશે.) પછી નવતત્ત્વનું સ્વરૂપ જાણીને તે આનંદ શ્રાવકે પોતાને ઘેર આવી પોતાની શિવાનંદા નામની સ્ત્રીને કહ્યું કે “હે પ્રિયા!મેં આજે જૈન ઘર્મ અંગીકાર કર્યો છે, તે પણ પ્રભુ પાસે જઈને તે ઉત્તમ ઘર્મનો સ્વીકાર કર.” તે સાંભળીને શિવાનંદા તરત જ પોતાની સખીઓ સહિત પ્રભુ પાસે ગઈ, જિનેન્દ્રને વંદના કરી, અને દેશના શ્રવણ કરીને તેણે પણ શ્રદ્ધાપૂર્વક શ્રાવકઘર્મ અંગીકાર કર્યો.
આ પ્રમાણે દેશવિરતિ ઘર્મ પાળવામાં તત્પર એવા તે દંપતીએ ચૌદ વર્ષ વ્યતીત કર્યા. એકદા મધ્ય રાત્રિએ જાગૃત થયેલો આનંદ શ્રાવક ઘર્મચિંતવન કરવા લાગ્યો કે-“અહો! મારું આયુષ્ય રાગદ્વેષમાં પ્રમાદમાં ઘણું વ્યતીત થઈ ગયું. કહ્યું છે કે
लोकः पृच्छति मे वार्ता, शरीरे कुशलं तव ।
कुतः कुशलमस्माकमायुति दिने दिने ॥४॥ લોક મને કુશલ-સમાચાર પૂછે છે કે તમારું શરીર કુશળ છે? પરંતુ શરીર તે કુશળ ક્યાંથી હોય? કેમકે દિવસે દિવસે આયુષ્ય તો ઘટે છે.
માટે હવે હું પ્રમાદ દૂર કરીને શ્રાવકની પ્રતિમા અંગીકાર કરી યથાશક્તિ તેનું પાલન કરું.” એમ વિચારીને પ્રાતઃકાળે પોતાના કુટુંબને તથા જ્ઞાતિ વર્ગને બોલાવી તેમને ભોજન વસ્ત્રાદિકવડે સંતોષ પમાડીને મોટા પુત્રને ઘરનો ભાર સોંપી પોતે પ્રતિમાનું વહન કરવા તત્પર થયો.
પ્રથમ છ આગાર રહિત તથા શંકા કક્ષાદિ પાંચ અતિચાર રહિત સમ્યત્વ નામની પહેલી પ્રતિમા એક માસ સુધી ઘારણ કરી. પછી પૂર્વની (પ્રથમ પ્રતિમાની) ક્રિયા સહિત બાર વ્રતના પાલનરૂપ બીજી પ્રતિમા બે માસ સુધી ઘારણ કરી. પછી પૂર્વની ક્રિયા સહિત સામાયિક નામની ત્રીજી પ્રતિમા ત્રણ માસ સુધી વહન કરી. પછી પૂર્વની ક્રિયા સહિત ચાર માસ સુધી ચાર પર્વણીએ પૌષઘ કરવા રૂપ પૌષઘ નામની ચોથી પ્રતિમા વહન કરી. પછી પાંચ માસ સુધી તે ચારે પર્વણીના પૌષઘમાં રાત્રિના ચારે પ્રહર કાયોત્સર્ગ રહી કાયોત્સર્ગ નામની પાંચમી પ્રતિમા વહન કરી. પછી છ માસ સુધી અતિચાર દોષ રહિત બ્રહ્મચર્યનું પાલન કરવા રૂપ છઠ્ઠી પ્રતિમા વહન કરી. પછી સાત માસ સુધી સાતમી સચિત્તનું વર્જન કરવા રૂપ પ્રતિમા ઘારણ કરી. પછી આઠ માસ સુધી પોતે સમગ્ર આરંભ ન કરવા રૂપ આઠમી આરંભત્યાગ નામની પ્રતિમા ઘારણ કરી. પછી સેવક દ્વારા કંઈ આરંભ ન કરાવવા રૂપ નવમી પ્રતિમા નવ માસ સુધી વહન કરી.
૧ રાયમિયો વગેરે છ છીંડીરૂપ છ આગાર સમજવા. ૨ અષ્ટમી, ચતુર્દશી, પૂર્ણિમા ને અમાવાસ્યા આ ચાર પર્વણી. તેમાં અષ્ટમી ચતુર્દશી બે બે હોવાથી કુલ દિવસ ૬ ગણવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org