________________
(રાંત ૨) વ્યાખ્યાન ૧૬
મનઃશુદ્ધિ વિષે मनःशुद्धिमबिभ्राणा, ये तपस्यन्ति मुक्तये । हित्वा नावं भुजाभ्यां ते, तितीर्षन्ति महार्णवम्॥४॥ તવિશડ્યું મનઃશુદ્ધિ, ર્તવ્યા સિદ્ધિમિચ્છતા |
बह्रारंभेऽपि शुद्धेन, मनसा मोक्षमाप्नुते ॥२॥ ભાવાર્થ-“મનશુદ્ધિ રાખ્યા સિવાય જે મનુષ્યો મુક્તિને માટે તપસ્યા કરે છે તેઓ વહાણને ત્યાગ કરીને બે હાથ વડે મહા સમુદ્રને તરવા ઇચ્છે છે, અર્થાત્ સમુદ્ર તરવામાં વહાણની જ જરૂર છે. તે સ્થાને અહીં મનશુદ્ધિ છે. તેથી મોક્ષની ઇચ્છાવાળા મનુષ્ય અવશ્ય મનશુદ્ધિ કરવી. કેમકે બહુ આરંભી છતાં પણ જો મનની શુદ્ધિ રાખી હોય તો તે મોક્ષને પામે છે.” આ પ્રસંગ ઉપર આનંદ શ્રાવકનો અધિકાર છે તે નીચે પ્રમાણે
આનંદ શ્રાવકનું દ્રષ્ટાન્ત રાજગૃહી નગરીમાં આનંદ નામે એક કુટુંબી રહેતો હતો. તે એકદા ગુણશીલ નામના ચૈત્યમાં શ્રી વીરપ્રભુનું પઘારવું સાંભળીને પોતાના સ્વજનો સહિત પગે ચાલતો કેવળીના પણ ઈશ એવા ભગવાનની પાસે ગયો. પ્રભુને વંદના કરીને અનેકાંત મતનું સ્થાપન કરનારી વાણી સાંભળવાથી તે પ્રતિબોઘ પામ્યો. તેથી તેણે સમકિત સહિત દેશવિરતિ ગ્રહણ કરી, તેમાં પ્રથમ દ્વિવિઘ ત્રિવિધે કરીને સ્થળ જીવહિંસાદિકના ત્યાગરૂપ પાંચ અણુવ્રત ગ્રહણ કર્યા. તેમાં ચોથા વ્રતમાં પોતાની સ્ત્રી સિવાયની અન્ય સર્વ સ્ત્રીઓનો ત્યાગ કર્યો. પાંચમા વ્રતમાં, પોતાની ઇચ્છાનુસાર દ્રવ્યનું (પરિગ્રહનું) પ્રમાણ કર્યું કે–રોકડ ઘનમાં ચાર કરોડ સોનામહોરો નિદાનમાં, ચાર કરોડ વ્યાજે ફેરવવામાં અને ચાર કરોડ વેપારમાં રાખવી, તેથી વઘારે દ્રવ્ય રાખવું નહીં. દશ હજાર ગાયોનું એક ગોકુલ કહેવાય છે, એવાં ચાર ગોકુલ, એક હજાર ગાડાં, ખેતીને માટે પાંચસો હળ અને બેસવા માટે ચાર વાહન રાખ્યાં, તેથી વધારેનો ત્યાગ કર્યો. છઠ્ઠા દિગુવ્રતનું વર્ણન આગળ વ્રતના અધિકારમાં કહેવાશે. સાતમા વ્રતમાં અનંતકાય, અભક્ષ્ય અને પંદર કર્માદાનનો ત્યાગ કર્યો. દાતણમાં જેઠીમઘના કાષ્ઠ સિવાય બીજાનો ત્યાગ કર્યો. મર્દન માટે શતપાક અને સહસ્ત્રપાક તેલ સિવાય બીજા તેલનો ત્યાગ કર્યો. ઉદ્વર્તન(પીઠી)ને માટે ઘઉં ને ઉપલેટના પિષ્ટ (લોટ) સિવાય બીજાનો ત્યાગ કર્યો. સ્નાનને માટે ઉષ્ણ જળના આઠ માટીના ઘડાથી વધારે જળનો ત્યાગ કર્યો. પહેરવામાં ઉપરનું અને નીચેનું એમ બે વસ્ત્રો સિવાય બીજાનો ત્યાગ કર્યો. વિલેપનમાં ચંદન, અગર, કપૂર અને કુંકુમ વગેરે સિવાય બીજાનો ત્યાગ કર્યો. પુષ્પોમાં પુંડરીક કમળ તથા માલતીનાં પુષ્પો સિવાય બીજાનો ત્યાગ કર્યો. અલંકારમાં નામાંક્તિ મુદ્રિકા (વીંટી) તથા કાનના બે કુંડલો સિવાય બાકીનો ત્યાગ કર્યો. ધૂપમાં અગરુ અને તુરુષ્ક (લોબાન) સિવાય બીજાનો ત્યાગ કર્યો. પેય (પીવા લાયક) આહારમાં મગ ચણા વગેરે તળીને કરેલ અથવા ઘીમાં તળેલા ચોખાથી બનાવવામાં આવેલ પ્રવાહી પદાર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org