________________
વ્યાખ્યાન ૫૪] સમકિતની છ ભાવનાઓ
૧૮૫ એકદા અશુભ કર્મના વશથી કુમારને અકસ્માત્ કાસ, શ્વાસ અને નવરાદિક વ્યાધિઓનો ઉપદ્રવ થયો. તેના નિવારણ માટે ઘણા મંત્ર, તંત્ર અને ઔષઘાદિવડે ઉપચારો કર્યા, પરંતુ કોઈ પણ રીતે રોગની શાંતિ થઈ નહીં. છેવટે વ્યાધિની અસહ્ય પીડાથી કંટાળી તેણે રોગશાંતિ માટે ઘનંજય નામના યક્ષની સો પાડાના બલિદાનની માનતા કરી. તે પણ નિષ્ફળ ગઈ. એકદા તે નગરના ઉદ્યાનમાં વિમલ નામના કેવળી સમવસર્યા. તે ખબર વનપાળના મુખથી સાંભળીને રાજા કેવળીને વંદના કરવા જવાને તૈયાર થયા, ત્યારે કુમાર બોલ્યો કે-“હે પિતા! મને પણ ત્યાં લઈ જાઓ, જેથી મુનિના દર્શન વડે મારા રોગની શાંતિ તથા પાપનો ક્ષય થાય.” તે સાંભળીને રાજા તેને સાથે લઈ ગયા. મુનિને વંદના કરી તેમના મુખથી ઘર્મદેશના સાંભળ્યા પછી રાજાએ પોતાના કુમારને મહા વ્યાધિ થવાનું કારણ પૂછ્યું, ત્યારે કેવળી બોલ્યા કે
પૂર્વે આ કુમાર પવધ નામે રાજા હતો. તે અન્યાયનું મંદિર હતો. એકદા શિકાર કરવા માટે તે વનમાં ગયો હતો. ત્યાં પ્રતિમા ઘારણ કરીને ઊભેલા કોઈ સાઘુને જોઈને તેણે કારણ વિના વૈરને ચિંતવી તે મુનિને શરવડે હણ્યા. તે પાપકર્મ જોઈને તેના ઘાર્મિક પ્રઘાનોએ તેને પાંજરામાં નાખ્યો અને તેની ગાદીએ તેના પુત્રને સ્થાપન કર્યો. મુનિ તો કાળ કરી શુભ ધ્યાનને યોગે સર્વાર્થસિદ્ધિ નામના વિમાનમાં ઉત્પન્ન થયા. કેટલાક દિવસો પછી પદ્મરાજાને પાંજરામાંથી છોડી કાઢી મૂક્યા. તે ફરતા ફરતા કોઈ વનમાં ગયા. ત્યાં આમતેમ ભમતાં તેણે એક મુનિને દીઠા, એટલે દ્વેષથી તેને પણ તાડના કરી. મુનિએ તેને જ્ઞાનથી દુરાચરણી જાણીને તેજલેશ્યાવડે બાળી દીધો. તે મરીને સાતમી નરકે ગયો. ત્યાંથી આયુષ્યનો ક્ષય થયે સ્વયંભૂરમણ સમુદ્રમાં મત્સ્યપણે ઉત્પન્ન થયો. ત્યાંથી પાછો સાતમી નરકે જઈ ફરીથી મત્સ્ય થઈ છઠ્ઠી નરકે ગયો. એ પ્રમાણે દરેક નરકમાં બબ્બે ત્રણ-ત્રણ વાર ભ્રમણ કરીને કુદેવમાં ઉત્પન્ન થઈ, પૃથ્વી, અપુ, તેજસ વગેરેમાં, અનંતકાયાદિકમાં અને તિર્યંચમાં ઉત્પન્ન થઈ, મહાપીડાઓને સહન કરતાં તે પદ્મરાજાના જીવે અનંતી અવસર્પિણી ઉત્સર્પિણીઓ વ્યતીત કરી. પછી અકામનિર્જરાવડે તેના કર્મ હલકા થવાથી તે કોઈક શ્રેષ્ઠીનો પુત્ર થયો. તે ભવમાં તેણે તાપસી દીક્ષા લીધી. ત્યાંથી મરીને આ તારો પુત્ર થયો છે. હે રાજ! માત્ર થોડા અવશેષ રહેલા મુનિઘાતના પાપથી તેને આ રોગો ઉત્પન્ન થયા છે.”
આ પ્રમાણે સાંભળતાં પણ કંપારી આવે તેવો પોતાનો પૂર્વ ભવ સાંભળીને બહાપોહ કરતાં તે કુમારને જાતિસ્મરણ જ્ઞાન થયું. પછી કુમારે પોતાના આત્માને કહ્યું કે
मिच्छत्तमोहमूढो, जीव तुमं कत्थ कत्थ न हु भमिओ ।
छेयणभेयणपमुहं, किं किं दुख्खं न पत्तोसि ॥१॥ ભાવાર્થ-“મિથ્યાત્વમોહથી મૂઢ બનેલા હે જીવ! તું ક્યાં ક્યાં ભમ્યો નથી? (સર્વ યોનિમાં ભમ્યો છે.) અને જુદા જુદા ભાવોમાં છેદન ભેદન વગેરે કયા કયા દુઃખોને તું પામ્યો નથી? (સર્વ દુઃખોને પામ્યો છે.”
પછી કુમારે મુનિને કહ્યું કે-“હે પૂજ્ય! મારા પર કૃપા કરી, સંસારરૂપી કૂવામાંથી ઘર્મરૂપી રઘુવડે મને બહાર ખેંચી કાઢો (મારો ઉદ્ધાર કરો.)” તે સાંભળીને મુનિએ દયાવડે છ ભાવનાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org