________________
૧૮૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૧
[સ્તંભ ૪ ધ્યાનમાં જ સ્થિર રહ્યા. અનુક્રમે શુક્લધ્યાનના યોગથી તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દેવોએ કેવળજ્ઞાનનો મહોત્સવ કર્યો. તેમણે દેશના દીઘી. તેમની દેશના સાંભળીને અભયા તથા પંડિતા પ્રતિબોઘ પામી સમકિતઘારી થઈ. સુદર્શન કેવળી ચિરકાળ સુધી કેવળી પર્યાયનું પાલન કરી પ્રાંતે મોક્ષપદને પામ્યા.
સુદર્શનની જેમ બળાભિયોગથી પણ જેઓ સ્વધર્મને વિષે દ્રઢ રહે છે તેઓ સદર્શન વડે જગતમાં પ્રધાન થઈને અલ્પકાળમાં ઉત્કૃષ્ટ સંપત્તિને પામે છે.”
વ્યાખ્યાન પ૪ સમકિતની છ ભાવનાઓ मूलं द्वारं प्रतिष्ठान-माधारो भाजनं निधिः ।
द्विविधस्यापि धर्मस्य, षडेता बोधिभावनाः॥१॥ ભાવાર્થ-“ભૂલ, દ્વાર, પ્રતિષ્ઠાન, આઘાર, ભાજન અને નિથિ એ છ બન્ને પ્રકારના ઘર્મને વિષે બોધિની ભાવના કહેલી છે.”
मूलं सर्वज्ञधर्मद्रो-रिं मुक्तिपुरस्य च । जिनोक्तधर्मयानस्य, प्रतिष्ठानं सुनिश्चलम् ॥१॥ आधारो विनयादीनां, धर्मामृतस्य भाजनम् ।
निधिर्ज्ञानादिरत्नानां, सम्यक्त्वमिति भावयेत् ॥२॥ ભાવાર્થ-“સમકિત એ જ સર્વજ્ઞભાષિત શ્રાવક અને સાધુ એ બન્ને પ્રકારના ઘર્મરૂપ વૃક્ષનું મૂળ છે, કેમકે તે મૂળ નિશ્ચળ હોય તો જ સ્વર્ગ મોક્ષાદિક ફળ પ્રાપ્ત થાય છે, એ પહેલી ભાવના. સમકિત એ મોક્ષરૂપ પુરનું દ્વાર છે, કેમકે સમકિતરૂપ દ્વારા વિના મોક્ષપુરની અંદર પ્રવેશ થઈ શકતો નથી; જેમ સામાન્ય નગરને વિષે પણ દરવાજા વિના પ્રવેશ થઈ શકતો નથી, એ બીજી ભાવના. જિનેશ્વરે કહેલા ઘર્મરૂપી વહાણનું સમકિત જ પ્રતિષ્ઠાન (નિશ્ચલ પીઠ) છે. તે પ્રતિષ્ઠાન નિશ્ચલ હોય તો ઘર્મરૂપી યાન ચિરકાળ ટકી શકે છે, એ ત્રીજી ભાવના. સમતિ વિનયાદિ ગુણોનો આઘાર (અવસ્થાન) છે. તે આધાર વિના વિનયાદિક ગુણો સ્થિર થતાં નથી, એ ચોથી ભાવના. સમતિ એ ઘર્મરૂપી અમૃતનું પાત્ર છે, કેમકે તે પાત્ર વિના ઘર્મરૂપી અમૃત રહી શકતું નથી, એ પાંચમી ભાવના. તથા સમકિત એ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી રત્નોનું નિદાન (ભંડાર) છે. નિદાન વિના બીજાં રત્નો જેમ જાળવી શકાતાં નથી તેમ સમકિત વિના જ્ઞાનાદિક ગુણરૂપી ત્રણ રત્નો રહી શકતાં નથી, એ છઠ્ઠી ભાવના. આ પ્રમાણે છ ભાવના ભાવવી.” આ સંબંઘમાં વિક્રમ રાજાની કથા છે તે નીચે પ્રમાણે
વિક્રમરાજાની કથા કુસુમપુરને વિષે હરિતિલક નામે રાજા હતો. તેને ગૌરી નામની રાણી હતી અને વિક્રમ નામે પુત્ર હતો. તે કુમાર યુવાન થયો ત્યારે તેને રાજાએ બત્રીસ રાજકન્યાઓ પરણાવી. તે સ્ત્રીઓની સાથે વિક્રમકુમાર દોગંદક દેવની જેમ એકાંત સુખનો અનુભવ કરવા લાગ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org