________________
વ્યાખ્યાન ૫૩] સમકિતનો છઠ્ઠો આગાર-બલાભિયોગ
૧૮૩ છે.” તે સાંભળીને કપિલાએ કહ્યું કે–“શેઠ તો નપુંસક છે, તેને પુત્રો ક્યાંથી?” એમ કહી પોતાનો સર્વ વૃત્તાંત રાણીને કહ્યો. તે સાંભળી રાણી બોલી કે, “તું તો મૂર્ખ છે. તે શેઠે કપટ કરીને તને છેતરી.” કપિલા બોલી કે–“હે દેવી! તમારી ચતુરાઈ તો હું ત્યારે જ જાણું કે જ્યારે તેની સાથે તમે એક વખત પણ ક્રીડા કરો.” તે સાંભળીને રાણીએ તે વચન અંગીકાર કર્યું. પછી એકદા રાજા વગેરે સર્વે ક્રીડા કરવા ઉદ્યાનમાં ગયા હતા. અભયા રાણી મહેલમાં એકલી હતી. તે વખતે તેણે પંડિતા નામની પોતાની ઘાત્રીને સુદર્શનને તેડી લાવવાનું કહ્યું. તે ઘાત્રી સુદર્શનને ઘેર ગઈ તો એક શૂન્ય ઘરમાં સુદર્શનને કાયોત્સર્ગ રહેલ દીઠો. તેને ઘાત્રીએ ઉપાડીને રથમાં નાંખ્યો. પછી તેના પર ઉત્તમ વસ્ત્ર ઓઢાડીને કામદેવની મૂર્તિના મિષથી તેને રાણીના મહેલમાં લઈ ગઈ. ત્યાં એકાંતમાં રાણીએ હાવભાવપૂર્વક કામવિકાર દેખાડી તેની ઘણી પ્રાર્થના કરી; પરંતુ સુદર્શનનું મન જરા પણ ક્ષોભ પામ્યું નહીં. ત્યારે રાણીએ પોતાના સ્તનનો સ્પર્શ થાય તેવી રીતે તેના આખે અંગે ગાઢ આલિંગન કર્યું, તો પણ તેનું મન ક્ષોભ પામ્યું નહીં. છેવટ તે રાણી થાકી ગઈ, ત્યારે તેણે પોકાર કરી સિપાઈઓને બોલાવ્યા, અને “આ સુદર્શન મારા પર બળાત્કાર કરવા અહીં આવ્યો છે' એમ કહ્યું, સિપાઈઓ સુદર્શનને પકડીને રાજા પાસે લઈ ગયા. રાજાએ સુદર્શનને પૂછ્યું, પણ તેણે રાણી પરની દયાને લીધે કાંઈ પણ કહ્યું નહીં. ત્યારે તેને જ દોષિત ઘારી રાજાએ ક્રોઘથી “આને વિડંબનાપૂર્વક આખા નગરમાં ફેરવી શૂળીએ ચડાવીને મારી નાંખો એવી આજ્ઞા કરી. સિપાઈઓ તે પ્રમાણે કરી તેને ગામમાં ફેરવવા લાગ્યા. તે વખતે સુદર્શનની સ્ત્રીએ તેને તેવી અવસ્થામાં દીઠો; તેથી તરત જ ઘરદેરાસરમાં જઈ પતિનું કલંક ઊતરે ત્યાં સુઘીને માટે કાયોત્સર્ગ કરીને તે શ્રી જિનેશ્વર પાસે ઊભી રહી. અહીં રાજસેવકોએ સુદર્શનને ગામમાં ફેરવી ગામ બહાર લઈ જઈને શૂળીપર ચડાવ્યો; એટલે તે શૂળી તેના શિયળના પ્રભાવથી સુવર્ણનું સિંહાસન થઈ ગઈ. ત્યારે સિપાઈઓએ તેનો વધ કરવા માટે તેના કંઠ ઉપર ખગના પ્રહારો કર્યા ત્યારે તેના કંઠમાં તે હારરૂપ થઈ ગયા, મસ્તકપર કર્યા ત્યારે મુગટ થયો, કાનપર કર્યા ત્યારે કુંડલ થયાં, હાથ પગ પર પ્રહાર કર્યા ત્યારે કડાં થઈ ગયાં. તે જોઈ આશ્ચર્ય પામીને તે આશ્ચર્યકારક બનાવ સિપાઈઓએ રાજાને નિવેદન કર્યો. તે સાંભળી રાજા તરત જ ત્યાં આવ્યો અને સુદર્શનને સત્કારપૂર્વક હાથીપર બેસાડી મોટા ઉત્સવ સાથે પોતાને મહેલે લઈ ગયો. તે હકીકત જાણીને તેની સ્ત્રીએ કાયોત્સર્ગ પાર્યો. પછી રાજાએ આગ્રહપૂર્વક સુદર્શનને સત્ય વાત પૂછી; ત્યારે તેણે રાણીને અભય વચન અપાવી બધી વાત કહી. પછી રાજાએ સુદર્શનને હાથીપર બેસાડીને તેને ઘેર મોકલ્યો.
આ વૃત્તાંત જાણીને અભયા રાણી ગળે ફાંસો બાંધીને મૃત્યુ પામી; અને પંડિતા પાટલીપુરે કોઈ વેશ્યાને ઘેર જઈને રહી. અનુક્રમે સુદર્શન શેઠે વૈરાગ્ય પામી દીક્ષા લીધી. વિહાર કરતાં કરતાં તે પાટલીપુર આવ્યા. ત્યાં પંડિતાએ વહોરાવવાના મિષે પોતાને ઘેર લઈ જઈને બારણાં બંઘ કરી તેમની ઘણી કદર્થના કરી; પરંતુ તે મુનિ જરા પણ ચલિત થયા નહીં. છેવટ સાયંકાળે પંડિતાએ તેને છોડી મૂક્યા; એટલે તે મુનિ ગામ બહાર નીકળી વનમાં જઈ સ્મશાનભૂમિને વિષે પ્રતિમા ઘારણ કરીને ઊભા રહ્યા. ત્યાં વ્યંતરી થયેલી અભયારાણીએ પૂર્વ ભવના વૈરથી અનુકૂળ તથા પ્રતિકૂળ અનેક ઉપસર્ગો કર્યા, તોપણ તે મુનિનું ચિત્ત કિંચિત્ પણ ચલિત થયું નહીં; તેઓ તો શુભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org