________________
શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૧
[સ્તંભ ૪
કેટલાક ઉત્સર્ગ માર્ગમાં સ્થિત રહેલા મનુષ્યો બીજાના બળાત્કારથી પણ પોતાના ગ્રહણ કરેલા વ્રતને મૂકતા નથી. તે ઉપર સુદર્શન શ્રેષ્ઠીની કથા છે તે આ પ્રમાણે– સુદર્શન શ્રેષ્ઠીની કથા
૧૮૨
ચંપાપુરીમાં ઋષભદાસ નામે શ્રેષ્ઠી હતો. તેને અર્હદ્દાસી નામની શીલવતી સ્ત્રી હતી. એકદા માઘ માસમાં સુભગ નામનો શેઠની ભેંસો ચારનાર નોકર શેઠના ઢોર ચારીને સાયંકાળે ઘર તરફ આવતો હતો, તેવામાં માર્ગને વિષે કોઈ વસ્ત્ર રહિત અને ટાઢને સહન કરતા મુનિને કાઉસગ્ગ ધ્યાને ઊભેલા.જોયા. તેમને જોઈને તે મુનિની પ્રશંસા કરતો સુભગ શેઠને ઘેર આવ્યો. પછી બીજે દિવસે પ્રાતઃકાળે વહેલો ઊઠીને શેઠની ભેંસો લઈને તે વન તરફ ચાલ્યો. તે વખતે પણ તે જ સ્થાને તે જ રીતે કાયોત્સર્ગે રહેલા પેલા મુનિને જોઈને સુભગ તેની પાસે જઈ પગે લાગીને બેઠો. થોડી વારે સૂર્યોદય થતાં તે ચારણ મુનિ ‘નમો અરિહંતાણં' એમ બોલી આકાશમાં ઉત્પતી (ઊડી) ગયા. તે જોઈને સુભગે ‘નમો અરિહંતાણં’ એ આકાશગામી વિદ્યાનો મંત્ર છે એમ જાણીને તે પદ યાદ રાખી લીધું. પછી એક દિવસ તે સુભગ અરિહંતની પાસે તે પદનું ધ્યાન કરતો બેઠો હતો. તે જોઈને શ્રેષ્ઠીએ પૂછ્યું કે,‘‘તું આ મંત્ર ક્યાંથી શીખ્યો?’’ ત્યારે સુભગે ‘મુનિ પાસેથી શીખ્યો’ એમ કહી સર્વ વૃત્તાંત કહ્યું. તે સાંભળી સંતુષ્ટ થઈને શ્રેષ્ઠીએ તેને આખો નવકાર મંત્ર શીખવ્યો, તેથી તે મંત્રનું તે હમેશાં ધ્યાન કરવા લાગ્યો.
અનુક્રમે વર્ષાકાળ આવ્યો. તે વખતે પણ સુભગ ઢોર ચારવા જતો હતો. એક દિવસ અત્યંત વૃષ્ટિ થવાથી પૃથ્વી સમુદ્રની જેમ જળમય થઈ ગઈ. ભેંસોને લઈને પાછા વળતાં વચ્ચે મોટી નદી હતી. તેમાં ઘણું પૂર આવેલું હતું. તે જોઈ આકાશમાં ઊડવાની બુદ્ધિથી નવકાર મંત્રનું સ્મરણ કરીને તેણે નદીમાં પડતું મૂક્યું. તે વખતે એક ખીલો વાગવાથી તે મૃત્યુ પામીને તે જ શ્રેષ્ઠીને ઘેર સુદર્શન નામનો પુત્ર થયો. તે સુદર્શન યુવાવસ્થા પામ્યો, ત્યારે તેને શ્રેષ્ઠીએ કોઈ શ્રેષ્ઠીની મનોરમા નામની કન્યા પરણાવી.
સુદર્શનને રાજાના પુરોહિત કપિલની સાથે ગાઢ મૈત્રી હતી. એકદા કપિલના મુખથી સુદર્શનના રૂપાદિક ગુણની પ્રશંસા સાંભળીને તેની સ્ત્રી કપિલા તેના પર અનુરક્ત થઈ. એક દિવસ એકાંતનો વખત જોઈને તે સુદર્શનને ઘેર ગઈ અને તેને કહ્યું કે “આજે તમારા મિત્રને શરીરે ઠીક નથી, માટે તેની ખબર લેવા માટે તમે જલદી મારે ઘેર ચાલો, તે બોલાવે છે.’’ એમ કહી તેને પોતાને ઘેર તેડી ગઈ. ત્યાં ગુપ્તગૃહમાં તેને લઈ જઈ બારણાં બંધ કરી લક્ત્રનો ત્યાગ કરીને તેણે ભોગની પ્રાર્થના કરી. ત્યારે પરસ્ત્રીને વિષે નપુંસક જેવા સુદર્શને પોતાના શીલનું રક્ષણ કરવા માટે કહ્યું કે‘હે મુગ્ધ! હું તો નપુંસક છું. તું મારી પાસે ફોગટ શા માટે પ્રાર્થના કરે છે?’’ એમ કહી તે
ત્યાંથી નીકળી પોતાને ઘેર ગયો.
એકદા રાજા, પુરોહિત અને સુદર્શનને સાથે લઈને ઉદ્યાનમાં ક્રીડા કરવા ગયો. તે વખતે વાહનમાં બેસીને અભયા રાણી પણ કપિલાને સાથે લઈ ઉદ્યાનમાં ગઈ. તેવામાં કપિલાએ એક સ્ત્રીને છ પુત્રો સહિત માર્ગે ચાલી જતી જોઈને ‘‘આ સ્ત્રી કોણ છે?’’ એમ અભયા રાણીને પૂછ્યું, ત્યારે રાણી બોલી કે,‘‘આ તો સુદર્શન શેઠની સ્ત્રી છે. તેને તું ઓળખતી નથી? આ છયે તેના પુત્રો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org