________________
વ્યાખ્યાન ૬૧] સમકિતનું વસ્તુસ્વરૂપ
૨૨૧ વિશેષ જ્ઞાન. (૭) સાતમો ગુણ અર્થવિજ્ઞાન એટલે ઉહા અને અપોહના યોગથી મોહ, સંદેહ, વિપર્યાસ (ઊલટી મતિ) વગેરેનો નાશ થવાવડે જે જ્ઞાન પ્રગટ થાય છે. અને (૮) આઠમો ગુણ તત્ત્વજ્ઞાન એટલે “આ આમ જ છે” એવો નિશ્ચય થવો તે. આ આઠ બુદ્ધિના ગુણો છે, તે આઠે ગુણોથી યુક્ત દર્શન (સમકિત) હોય છે, કેમકે તેથી (સમકિતથી) સર્વ પદાર્થના પરમાર્થની પર્યાલોચના થઈ શકે છે. તે વિષે સુબુદ્ધિ મંત્રીનું દ્રષ્ટાંત છે તે નીચે પ્રમાણે
સુબુદ્ધિ મંત્રીનું દ્રષ્ટાંત ચંપાનગરીમાં જિતશત્રુ નામે રાજા હતો. તેને સુબુદ્ધિ નામે મંત્રી હતો. તે જૈનઘર્મી હતો. એકદા રાજા મનોહર પરસમય સ્વાદિષ્ટ રસવતી કરાવીને ઘણા સામંત વગેરે સહિત ભોજન કરવા બેઠો. જમતાં જમતાં સ્વાદલુબ્ધ રાજા “અહો! આ રસવતી કેવી સ્વાદિષ્ટ છે? અહો! એની સુગંઘ કેવી સરસ છે?'' ઇત્યાદિ વાક્યોથી વારંવાર તેની પ્રશંસા કરવા લાગ્યો. તે વખતે સુબુદ્ધિ મંત્રી વિના બીજા સર્વે સામંતો વગેરે પણ રસોઈના સ્વાદ વગેરેની પ્રશંસા કરવા લાગ્યા. સુબુદ્ધિ મંત્રી તો સારી કે નબળી કાંઈ પણ બોલ્યો નહીં; તેથી રાજાએ તેને પૂછ્યું કે, “હે મંત્રી! તમે કેમ આ રસોઈની કાંઈ પણ પ્રશંસા કરતા નથી? શું તમને આ રસોઈ સારી નથી લાગતી?” મંત્રીએ કહ્યું કે, “હે સ્વામી! મને શુભ કે અશુભ વસ્તુ જોઈને કાંઈ પણ વિસ્મય થતો નથી; કેમકે પુગલો સ્વભાવથી જ ઘડીમાં સુગંધી, ઘડીમાં દુર્ગથી, ઘડીમાં સરસ, ઘડીમાં નીરસ થઈ જાય છે, તેથી તેની પ્રશંસા કરવી કે નિંદા કરવી યુક્ત નથી.” રાજાને તેનાં વચન પર વિશ્વાસ આવ્યો નહીં.
એક દિવસ રાજા સર્વ પરિવાર સહિત ઉદ્યાનમાં જતો હતો, ત્યાં માર્ગમાં એક નગર ફરતી ખાઈ હતી તે જોવામાં આવી. તેમાં જળ થોડું હતું. તે જળમાં કીડા પડ્યા હતા, તેથી તે દુર્ગધ મારતું હતું અને સૂર્યના તાપથી ઊકળી ગયેલું હતું. તેની દુર્ગધથી રાજાએ તથા બીજાઓએ નાસિકાને વસ્ત્રથી ઢાંકી દઈને તે પાણીની દુર્ગઘતાની નિંદા કરી કે, “અહો! આ જળ મહા દુર્ગધી છે.' તે સાંભળી મંત્રીએ કહ્યું, “હે રાજા! આ જળની નિંદા કરવી યુક્ત નથી, કેમકે આ જ જળ કાળે કરીને પ્રયોગ વડે દુર્ગઘી છતાં પણ સુગંઘી થઈ જાય છે.” તે સાંભળી રાજાએ તેના વાક્યને સ્વીકાર્યું
નહીં.
પછી મંત્રીએ ગુપ્ત રીતે પોતાના ખાનગી માણસ પાસે તે ખાઈનું જળ મંગાવી વસ્ત્રથી સારી રીતે ગળીને એક કોરા માટીના ઘડામાં નાંખ્યું. પછી તેમાં નિર્મળી કતક ફળનું ચૂર્ણ નાખી તે જળને નિર્મળ કર્યું. પાછું ફરીથી ગળીને બીજા કોરા ઘડામાં નાંખ્યું. એ પ્રમાણે એકવીશ દિવસ સુધી તે જળને ગળી ગળીને જુદા જુદા ઘડામાં નાંખ્યું, એટલે તે જળ તદ્દન સ્વચ્છ, સ્વાદિષ્ટ અને શીતળ તથા સર્વ જળ કરતાં અધિક સુંદર થઈ ગયું. પછી તેમાં સુગંધી પદાર્થ નાંખી તેને સુવાસિત કર્યું. પછી તે જળ મંત્રીએ રાજાના જળરક્ષકને આપીને કહ્યું કે, “આ જળ વખત આવ્યે રાજાને પીવા આપવું.” પછી રાજાએ જ્યારે પીવા માટે જળ માંગ્યું ત્યારે તેણે તે જળ આપ્યું. તે જળનું પાન કરી તેમાં અલૌકિક ગુણો જોઈ રાજાએ પૂછ્યું, “આવું અદ્ભુત જળ ક્યાંથી?” જળરક્ષકે જવાબ આપ્યો કે, “હે સ્વામી! આ જળ મંત્રીએ મને આપ્યું છે.” રાજાએ મંત્રીને પૂછ્યું, ત્યારે મંત્રીએ કહ્યું કે, “હે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org