________________
૨૨૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
[સ્તંભ ૪ રક્તપણાદિક ગુણે કરીને સત્ છે અને બીજા પટાદિકના ઘર્મે કરીને અસત્ છે, આદિ શબ્દથી અહીં પુદ્ગલોની સાથે એકપણું (અભિન્નપણું) છે, વ્યવહારથી માનેલું છે કે ઘટ છે. નિશ્ચયથી તો પટ, લકુટ (લાકડી), શકટ, સુવર્ણ વગેરે ઘર્મ યુક્ત છે; તેથી આ ઘટ ચૂર્ણરૂપ થયો છતો કદાચિતુ તે તે ભાવને પણ પામે છે. તેવી રીતે જીવ પણ ગાયપણું, હાથીપણું, સ્ત્રીપણું, પુરુષપણું વગેરે પામે છે તે વ્યવહારથી જાણવું; નિશ્ચયથી તો પૂર્વે કહેલા સર્વ ઘર્મથી યુક્ત અને અદ્ય અભેદ્ય વગેરે ગુણયુક્ત છે. આ પ્રમાણે સર્વત્ર સમકિતીને જ્ઞાન હોય છે પણ બીજાને તેનું જ્ઞાન હોતું નથી, અજ્ઞાન હોય છે. ભાષ્યમાં કહ્યું છે કે
सदसदविसेसणाओ भवहेउ जहट्ठिओवलंभाओ ।
नाणफलाभावाओ मिच्छदिठ्ठिस्स अन्नाणं ॥१॥ ભાવાર્થ-“મિથ્યાત્વીનું જ્ઞાન સત્ અસત્ વગેરે વિશેષ ઘર્મથી યુક્ત એવા વસ્તુના પરિજ્ઞાન રહિત હોય છે તેથી, ભવના હેતુભૂત છે એટલે કે તે સત્તાવન બંઘના હેતુને યથાર્થપણે જાણતો નથી તેથી, યદ્રુચ્છાપણું (સ્વેચ્છાચારીપણું) છે તેથી, અને જ્ઞાનનું ફળ જે વિરતિ તેનો અભાવ છે તેથી, મિથ્યાવૃષ્ટિનું જ્ઞાન તે અજ્ઞાન જ જાણવું.” હવે સમકિત હોય તો જ બુદ્ધિના આઠ ગુણ હોય છે તે વિષે કહે છે
अष्टौ बुद्धिगुणाः सन्ति शुश्रूषाश्रवणादयः ।
सम्यक्त्ववान् तदाढ्यः स्यादित्याहितं चिदात्मभिः॥१॥ ભાવાર્થ-“શુશ્રુષા શ્રવણ વગેરે બુદ્ધિના આઠ ગુણો છે, તે ગુણો સમતિવાનને હોય છે એમ જ્ઞાની પુરુષોએ કહ્યું છે.” તે આ પ્રમાણે–
(૧) શુશ્રુષા એટલે સાંભળવાની ઇચ્છા. તે વિના શ્રવણાદિક ગુણો પ્રાપ્ત થતા નથી. (૨) બીજો ગુણ શ્રવણ એટલે શાસ્ત્રાદિક સાંભળવું તે. શ્રવણ કરવાથી જ મોટા ગુણ પ્રાપ્ત થાય છે. તે વિષે ષોડશકમાં કહ્યું છે કે
क्षारांभस्त्यागतो यद्वन्मधुरोदकयोगतः ।
बीजं प्ररोहमादत्ते तद्वत्तत्त्वश्रुतेर्नरः॥१॥ ભાવાર્થ-“જેમ ખારા જળનો ત્યાગ થવાથી અને મિષ્ટ જળનો યોગ થવાથી બીજ અંકુરિત થાય છે, તેમ તત્ત્વનું શ્રવણ કરવાથી માણસ બોધિબીજના અંકુરને પામે છે.”
क्षारांभस्तुल्य इह च, भवयोगोऽखिलो मतः ।
मधुरोदकयोगेन, समा तत्त्वश्रुति स्मृता ॥१॥ ભાવાર્થ-“અહીં ખારા જળ જેવો સમગ્ર વિયોગ જાણવો અને મિષ્ટ જળના યોગ સમાન તત્ત્વજ્ઞાનનું શ્રવણ સમજવું.”
(૩) ત્રીજો ગુણ ગ્રહણ એટલે શ્રવણ કરેલા શાસ્ત્રનું ગ્રહણ કરવું. (૪) ચોથો ગુણ ઘારણ એટલે ગ્રહણ કરેલાને ભૂલવું નહીં. (૫) પાંચમો ગુણ ઉહા એટલે તે સંબંધી વિચાર કરવો તે સામાન્ય જ્ઞાન. (૬) છઠ્ઠો ગુણ અપોહ એટલે અન્વયવ્યતિરેકાદિકથી વિશેષ વિચાર કરવો તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org