________________
શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
નિર્પ્રન્થ (અનાથી) મુનિની કથા
રાજગૃહી નગરીમાં શ્રેણિક રાજા રાજ્ય કરતો હતો. તે નગરની બહાર ઉપવનમાં ક્રીડા કરતાં રાજાએ એક મુનિને સમાધિમાં તત્પર જોયા. તે મુનિનું શરીર અતિ કોમળ હતું, અને તેનું રૂપ જગતને વિસ્મય કરે તેવું સુંદર હતું. તેમને જોઈને રાજાએ વિચાર્યું કે– अहो अस्य मुने रूपमहो लावण्यवर्णिका । अहो सौम्यमहो क्षान्तिरहो भोर्गेष्वसंगता ॥ १ ॥
૧૪૬
ભાવાર્થ—“અહો! આ મુનિનું રૂપ! અહો! આના લાવણ્યની વર્ણિકા! અહો! આની સૌમ્યતા! અહો! એની ક્ષમા! અને અહો! આની ભોગમાં પણ અસંગતા.’’ અર્થાત્ એ સર્વ અપરિમિત છે. આ પ્રમાણે વિચારી તેમને ધ્યાનમાં તત્પર જોઈ રાજા તેમના ચરણકમળમાં પ્રણામ કરીને બેઠો અને ઘ્યાન પૂર્ણ થયે પૂછ્યું,‘‘હે પૂજ્ય! આવી યુવાવસ્થામાં તમે આવું દુષ્કર વ્રત કેમ ગ્રહણ કર્યું? તેનું કારણ કહો.’’ ત્યારે મુનિ બોલ્યા કે
मुनिराह महाराज, अनाथोऽस्मि पतिर्न मे । अनुकंपाकराभावात्तारुण्येऽप्यादृतं
વ્રતમ્ શા
ભાવાર્થ-મુનિએ કહ્યું કે, હે મહારાજા! હું અનાથ છું. મારો કોઈ સ્વામી નથી. મારાપર અનુકંપા કરનારનો અભાવ હોવાથી મેં યુવાવસ્થામાં જ વ્રત ગ્રહણ કર્યું છે.’’ તે સાંભળીને હાસ્ય કરતાં શ્રેણિકરાજાએ કહ્યું કે–
वर्णादिनामुना साधो न युक्ता ते ह्यनाथता । तथाऽपि ते त्वनाथस्य, नूनं नाथो भवाम्यहम् ॥ १ ॥ भोगान् भुंक्ष्व यथास्वैरं, साम्राज्यं परिपालय । यतः पुनरिदं मर्त्यजन्मातीव દિ દુર્તમમ્ ॥૨॥ ભાવાર્થ—“હે સાધુ! આ તમારું રૂપ વગેરે જોતાં તમે અનાથ છો એ વાત યુક્ત જણાતી નથી. તોપણ જો તમે અનાથ હો, તો હું તમારો નાથ થવા તૈયાર છું. તમે યથેચ્છ ભોગ ભોગવો, અને મારા સામ્રાજ્યનું પ્રતિપાલન કરો. આ મનુષ્યજન્મ ફરીને મળવો અત્યંત દુર્લભ છે; અર્થાત્ આવી યુવાવસ્થા ભોગ ભોગવ્યા વિના નિષ્ફળ જવા દેવી યોગ્ય નથી.''
[સ્તંભ ૩
તે સાંભળીને મુનિ બોલ્યા કે,‘હે રાજા! તમે પોતે જ અનાથ છો તો મારા નાથ શી રીતે થઈ શકશો?'' આ પ્રમાણેનું કોઈ પણ વખત નહીં સાંભળેલું વાક્ય સાંભળીને રાજાએ આશ્ચર્ય પામીને પૂછ્યું કે,‘‘હે મુનિ! તમારે તેમ કહેવું યોગ્ય નથી. કેમકે હું અનેક હસ્તીઓ, અશ્વો, રથો અને સ્ત્રીઓ વગેરેનું પ્રતિપાલન કરું છું, તેથી હું તેઓનો નાથ છું; મને તમે અનાથ કેમ કહો છો?’ ત્યારે મુનિ પણ કાંઈક હાસ્ય કરતાં બોલ્યા કે,“હે રાજન્! તમે અનાથ અને સનાથનો મર્મ જાણતા નથી માટે તે વિષે હું તમને મારા જ દૃષ્ટાંતથી સમજાવું છું તે સાંભળો–
કૌશાંબી નગરીમાં મહીપાલ નામે રાજા મારા પિતા છે, તેનો હું પુત્ર છું. મને બાલ્યાવસ્થામાં જ નેત્રની પીડા થઈ; અને તેની પીડાથી મારા આખા શરીરમાં દાહજ્વર પેદા થયો. મારી વ્યથા દૂર કરવા માટે અનેક મંત્રવાદીઓએ તથા વૈદ્યોએ અનેક ઉપાયો કર્યાં, પરંતુ તેઓ મારી વ્યથા દૂર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org