________________
૨૮
શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
[સ્તંભ ૧
હંમેશાં અહીં રહેવાનું અને મારે ઘેરથી જ આહાર ગ્રહણ કરવાનું કબૂલ કરે તો હું ચારિત્રની સંમતિ આપું.'' તે સાંભળીને રાણીએ તે અંગીકાર કર્યું. પછી રાજાએ મોટા ઉત્સવપૂર્વક અર્ણિકાપુત્ર આચાર્ય પાસે રાણીને દીક્ષા અપાવી.
કેટલાક કાળ પછી આચાર્યે શ્રુતજ્ઞાનના ઉપયોગથી દુષ્કાળ પડવાનો સંભવ જાણીને પોતાના ગચ્છને બીજા દેશમાં મોકલ્યો, અને પોતે વૃદ્ધ હોવાથી ત્યાં જ રહ્યા. તે વખતે પુષ્પચૂલા સાધ્વી નિર્દોષ આહાર લાવીને આપવા વડે અગ્લાનવૃત્તિએ ગુરુની વૈયાવૃત્ય કરવા લાગી. અનુક્રમે શુભધ્યાનવડે ક્ષપકશ્રેણીપર આરૂઢ થઈને તે કેવળજ્ઞાન પામી, તોપણ ગુરુની સેવા કરતી બંધ પડી નહીં; ઊલટી ગુરુની ઇચ્છાનુસાર આહાર લાવી આપીને તેમની સેવા કરવા લાગી. તેથી એક દિવસ ગુરુએ તેને પૂછ્યું કે ‘તું મારા મનની ઇચ્છાને હમેશાં શી રીતે જાણે છે?'' સાધ્વીએ જવાબ દીધો કે “હે પૂજ્ય! જે જેની પાસે નિરંતર રહે તે તેની મનોવૃત્તિ કેમ ન જાણે?’’
એકદા વરસાદ વરસતો હતો, તે વખતે પણ તેણે આહાર આણ્યો, ત્યારે સૂરિએ પૂછ્યું કે ‘‘હે પુત્રી! તું શ્રુતને જાણે છે છતાં આવા વરસાદમાં તું આહાર કેમ લાવી?'' તેણે કહ્યું કે “જે જે પ્રદેશમાં અચિત્ત અકાયની વૃષ્ટિ થતી હતી તે તે પ્રદેશમાં ચાલીને હું આહાર લાવી છું, તેથી આ આહાર અશુદ્ધ નથી.’’ ગુરુએ પૂછ્યું “તેં અચિત્ત પ્રદેશ શી રીતે જાણ્યો?'’ તેણે કહ્યું ‘જ્ઞાનવડે.’’ સૂરિએ પૂછ્યું કે ‘‘પ્રતિપાતી` જ્ઞાનવડે કે અપ્રતિપાતીર જ્ઞાન વડે?”’ તે બોલી કે “અપ્રતિપાતી જ્ઞાનવડે (કેવળજ્ઞાનવડે).’' તે સાંભળીને સૂરિએ “અહો! મેં કેવળીની આશાતના કરી'' એમ કહીને તેને મિથ્યા દુષ્કૃત આપ્યું. પછી આચાર્યે તેમને પૂછ્યું કે ‘‘હું મોક્ષ પામીશ કે નહીં?’’ કેવલીએ કહ્યું કે ‘‘તમને ગંગાનદી ઊતરતાં કેવળજ્ઞાન પ્રાપ્ત થશે.’’ તે સાંભળીને સૂરિ ગંગાનદી ઊતરવા માટે કેટલાક લોકોની સાથે નાવમાં બેઠા, પરંતુ જે બાજુ તે બેસે તે બાજુએ નાવ નમવા લાગી. એવી રીતે દરેક બાજુએ સૂરિ બેઠા, એટલે તે દરેક સ્થાન નમવા લાગ્યું; પછી સૂરિ મધ્યમાં બેઠા ત્યારે આખું વહાણ ડૂબવા લાગ્યું. (આચાર્યે પૂર્વભવમાં પોતાની સ્ત્રીનું અપમાન કર્યું હતું, તે સ્ત્રી મરીને વ્યન્તરી થઈ હતી, તે આ પ્રમાણે સૂરિને ઉપદ્રવ કરતી હતી) તેથી લોકોએ આચાર્યને ઉપાડીને જળમાં નાંખ્યા. તે વખતે પેલી વ્યન્તરીએ જળમાં શૂળી ઊભી કરીને તેમાં આચાર્યને પરોવ્યા. તોપણ મહાત્મા આચાર્ય તો ‘“અહો! મારા દેહના રુધિર વડે અકાયના જીવો મરણ પામે છે.” એમ જીવદયાની ભાવના કરવા લાગ્યા. એમ શુભ ભાવની વૃદ્ધિ થતાં સર્વ કર્મનો ક્ષય કરી અંતકૃત કેવલી થઈને તેઓ તરત જ મોક્ષે ગયા. તે વખતે નજીકમાં રહેલા દેવોએ તેમનો કેવળજ્ઞાનનો મહોત્સવ કર્યો. ત્યારથી તે પ્રયાગ નામે તીર્થ થયું. ત્યાં અન્ય દર્શનીઓ સ્વર્ગસુખ પામવાના હેતુથી કરવત મુકાવે છે.
પુષ્પચૂલા સાધ્વી કેવળીપણે પૃથ્વીપર વિહાર કરી પ્રાંતે સર્વ કર્મનો ક્ષય કરી અનંત આનંદવાળા મોક્ષપદને પામ્યા.
‘‘આ પુષ્પચૂલાનું પવિત્ર ચરિત્ર સાંભળીને જે ભવ્ય જીવો ગુરુ પરિચર્યા કરવામાં તત્પર થાય છે તે પરમ સુખનું ઘામ જે મોક્ષ તેને મેળવે છે.’’
૧ આવીને જતું રહે તે પ્રતિપાતી. ૨ આવીને પાછું જાય જ નહીં તે અપ્રતિપાતી એટલે કેવળજ્ઞાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org