________________
૨૭
વ્યાખ્યાન ૬].
સમકિતની બીજી શ્રદ્ધા-ગીતાર્થ સેવા પ્રમાણે કપટવચન વડે તે સર્વેની સંમતિ મેળવીને રાજાએ રાણી તરફનો વિરોઘ છતાં પણ તે બન્નેના પરસ્પર લગ્ન કર્યા; તેથી પુષ્પવતી રાણી વૈરાગ્ય પામી દીક્ષા લઈ તપસ્યા કરીને સ્વર્ગ લોકમાં દેવતા થઈ.
કેટલેક કાળે પુષ્પકેતુ રાજા મૃત્યુ પામ્યો, ત્યારે પુષ્પચૂલ રાજા થયો. તે પુષ્પચૂલાની સાથે વિષયસુખ ભોગવતો કાળ નિર્ગમન કરવા લાગ્યો. “અહો! આ સંસારમાં કામાંધ પુરુષ કાર્યાકાર્યનો વિચાર કરી શકતા નથી. હવે તે પુષ્પવતી રાણીનો જીવ જે દેવ થયો હતો તેણે અવધિજ્ઞાન વડે પુત્રપુત્રીનું અકાર્ય જોઈને પૂર્વની પ્રીતિના વશથી પુષ્પચૂલાને સ્વપ્નમાં મહા ભય ઉત્પન્ન કરનારાં નરકો દેખાડ્યાં. તે જોઈને ભય પામેલી પુષ્પચૂલાએ જાગૃત થઈ તે સ્વપ્નનો સર્વ વૃત્તાંત પતિને કહ્યો. પછી રાજાએ પ્રાતઃકાળે બૌદ્ધ વગેરે સર્વ દર્શનીઓને બોલાવીને તેમને “નરકો કેવાં હોય?” એવો પ્રશ્ન કર્યો. તેના જવાબમાં કોઈએ ગર્ભવાસને નરક કહ્યું, કોઈએ કેદખાનાને, કોઈએ દારિત્ર્યને અને કોઈએ પરતંત્રપણાને નરક કહ્યું. તે સર્વ મત સાંભળીને રાણીએ કહ્યું કે, “તેવા પ્રકારનાં નરકો હોતાં નથી.” પછી રાજાએ અર્ણિકાપુત્ર આચાર્યને બોલાવીને નરકનું સ્વરૂપ પૂછ્યું, ત્યારે સૂરિએ કહ્યું કે “હે રાજા! નરક સાત છે. તેમાં પહેલા નરકમાં એક સાગરોપમની, બીજામાં ત્રણ સાગરોપમની, ત્રીજામાં સાતની, ચોથામાં દશની, પાંચમામાં સત્તરની, છઠ્ઠામાં બાવીશની અને સાતમીમાં તેત્રીશ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે, અને તે સાતે નરક-પૃથ્વીમાં ક્ષેત્રથી ઉત્પન્ન થયેલી વેદના હોય છે. પાંચ નરકમાં ક્ષેત્રવેદના સાથે અન્યોન્યકત વેદના હોય છે, અને પ્રથમની ત્રણ નરકમાં તે બે પ્રકાર ઉપરાંત બીજી પરમાઘામીકૃત વેદના હોય છે.” વગેરે નરકનું યથાર્થ સ્વરૂપ સાંભળીને રાણીએ આચાર્યને પૂછ્યું કે “અહો! આપને પણ મારા જેવું જ સ્વપ્ન આવ્યું છે કે શું?” ગુરુએ કહ્યું કે, “હે ભદ્ર! અમને કાંઈ સ્વપ્ન આવ્યું નથી, પરંતુ જિનેશ્વરે કહેલા આગમથી અમે તેનું સર્વ સ્વરૂપ જાણીએ છીએ.” રાણીએ પૂછ્યું “હે પૂજ્ય! કયા કર્મથી પ્રાણી નરકે જાય?” ગુરુએ કહ્યું કે “મહા આરંભાજિક કાર્યો કરવાથી અને વિષય સેવનાદિકથી જીવ નરકે જાય છે.” ઇત્યાદિ ઉપદેશ સાંભળીને રાજાએ તેમને વિસર્જન કર્યા.
બીજી રાત્રે પેલા દેવતાએ પૂષ્પચૂલાને સ્વપ્નમાં સ્વર્ગનાં સુખ બતાવ્યાં. તે વૃત્તાંત રાણીએ રાજાને કહ્યો; ત્યારે રાજાએ સર્વ દર્શનીઓને બોલાવીને સ્વર્ગનું સ્વરૂપ પૂછ્યું, તેના ઉત્તરમાં તેઓ બોલ્યા કે “મનમાં ચિંતવેલું સુખ પ્રાપ્ત થાય તે જ સ્વર્ગ” વગેરે તેમના જવાબોથી સંતોષકારક ખુલાસો નહીં થવાને લીધે રાજાએ અર્ણિકાપુત્ર આચાર્યને બોલાવીને સ્વર્ગનું સ્વરૂપ પૂછ્યું, ત્યારે ગુરુએ “દેવતાઓ અખંડ યૌવનવાળા, જરારહિત, નિરુપમ સુખવાળા તથા સર્વ અલંકારને ઘારણ કરનારા હોય છે. પહેલા દેવલોકમાં ૩૨ લાખ વિમાન છે, બીજામાં ૨૮ લાખ છે' વગેરે સ્વર્ગનું યથાર્થ સ્વરૂપ કહ્યું, તે સાંભળીને રાણીએ શ્રદ્ધાપૂર્વક પૂછ્યું કે “હે ગુરુ! સ્વર્ગનાં સુખ શી રીતે પ્રાપ્ત થાય?” ગુરુ બોલ્યા કે “શ્રાવકઘર્મ અથવા સાઘુઘર્મનું સારી રીતે સેવન કરવાથી સ્વર્ગનાં સુખ પ્રાપ્ત થાય છે.”
તે સાંભળીને પ્રતિબોઘ પામેલી રાણીએ પુષ્પચૂલ રાજાને કહ્યું કે, “હે નાથ! મને ચારિત્ર લેવાની આજ્ઞા આપો.” ત્યારે રાજાએ કહ્યું કે “હે પ્રિયા!તારો વિયોગ એક ક્ષણવાર પણ હું સહન કરી શકું તેમ નથી.” તો પણ રાણીએ ઘણો આગ્રહ કર્યો, ત્યારે રાજાએ કહ્યું કે, “હે પ્રિયા! જો તું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org