________________
શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
સ્તિંભ ૧ વ્યાખ્યાન ક સમકિતની બીજી શ્રદ્ધા-ગીતાર્થ સેવા સારી રીતે પરમાર્થને જાણનારા મુનિઓની સેવા કરવા રૂપ મુનિપર્યપાતિ નામની બીજી શ્રદ્ધા વિષે કહે છે–
__गीतार्थाः संयमैर्युक्तास्त्रिधा तेषां च सेवनम् ।
द्वितीया सा भवेच्छ्रद्धा, या बोधे पुष्टकारिणी ॥१॥ ભાવાર્થ-“સંયમયુક્ત એવા ગીતાર્થ મુનિઓની ત્રણ પ્રકારે સેવા કરવી તે બીજી શ્રદ્ધા કહેવાય છે. તે શ્રદ્ધા બોઘમાં એટલે તત્ત્વજ્ઞાનમાં પુષ્ટિ કરનારી છે.”
ગીત એટલે સૂત્ર અને અર્થ એટલે તે (સૂત્રોના અર્થનો વિચાર, એ બન્ને જેને હોય તે ગીતાર્થ કહેવાય છે. સંયમ એટલે સર્વવિરતિરૂપ સત્તર પ્રકારનું ચારિત્ર. તે આ પ્રમાણે-પાંચ આસ્ત્રવોથી વિરમવું, પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો, ચાર કષાયનો જય કરવો અને ત્રણ દંડથકી વિરામ પામવો. એ પ્રમાણેની વિરતિમાં આસક્ત થયેલા તલ્લીન મનવાળા મુનિઓની તથા જ્ઞાન અને દર્શનવાળાઓની પણ મન, વચન અને કાયાવડે સેવા કરવી એટલે વિનય કરવો, બહુમાન કરવું અને ભક્તિ કરવી વગેરે; નહીં તો હિંસા કરનાર વાઘરી પણ શિકાર ઉપર બાણ તાકીને નમન કરે છે, અર્થાત્ નીચે નમે છે; તેની જેમ નમવું તે નિષ્ફળ જાણવું. આવા ગુણવાળી શ્રદ્ધાને મુનિપર્યપાતિ અથવા ગીતાર્થસેવા નામની બીજી શ્રદ્ધા કહેલી છે. આ શ્રદ્ધા વસ્તુનું યથાર્થ સ્વરૂપ જાણવામાં પુષ્ટિ કરનારી છે, અને સમ્યકત્વને સ્ફટિકની જેમ સ્વચ્છ કરનારી છે. તે ઉપર પુષ્પચૂલા સાથ્વીનું દ્રષ્ટાંત છે તે નીચે પ્રમાણે
પુષ્પચૂલા સાધ્વીનું દ્રષ્ટાંત गीतार्थसेवने सक्ता, पुष्पचूला महासती ।
सर्वकर्मक्षयाल्लेभे, केवलज्ञानमुज्ज्वलम् ॥१॥ ભાવાર્થ-“ગીતાર્થ મુનિની સેવામાં આસક્ત થયેલી મહાસતી (સાધ્વી) પુષ્પચૂલા સર્વ કર્મનો ક્ષય કરવા વડે ઉજવલ કેવળજ્ઞાનને પામી.”
આ જંબૂદ્વીપના ભરતક્ષેત્રને વિષે પૃથ્વીપુર નામના નગરમાં પુષ્યકેતુ નામે રાજા હતો. તેને પુષ્પવતી નામે રાણી હતી. તેણે પુષ્પચૂલ નામે પુત્ર તથા પુષ્પચૂલા નામે પુત્રીને યુગલપણે જન્મ આપ્યો. તે ભાઈબહેન વચ્ચે એટલો બધો સ્નેહ હતો કે એક ક્ષણમાત્રનો વિયોગ થતાં તે બન્ને મરવાને તૈયાર થઈ જતા હતા. તે જોઈને પુષ્પા રાજાએ વિચાર્યું કે “જો આ બન્નેને જુદે જુદે સ્થાને પરણાવીશ તો તે બન્ને પરસ્પરના વિયોગથી મૃત્યુ પામશે; તેથી તે બન્નેને જ હું પરસ્પર પરણાવું તો ઠીક.” એમ વિચારીને રાજાએ મંત્રીઓને તથા પૌરજનોને બોલાવીને પ્રશ્ન કર્યો કે “મારા અન્તઃપુરમાં જે રત્ન ઉત્પન્ન થાય તેનો સ્વામી કોણ?” તે સાંભળીને સર્વે બોલ્યા કે “હે નાથ! આપના સમગ્ર રાજ્યમાં કોઈ પણ સ્થળે ઉત્પન્ન થયેલાં રત્નના આપ સ્વામી છો, તો પછી અન્તઃપુરમાં ઉત્પન્ન થયેલાં રત્નના તો આપ સ્વામી હો તેમાં શું કહેવું? તેના તો આપ જ સ્વામી છો, અને અન્તઃપુરમાં ઉત્પન્ન થયેલાં રત્નની આપ જે કાંઈ યોજના કરો તે અમારે માન્ય છે. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org