________________
વ્યાખ્યાન ૭] સમકિતની ત્રીજી શ્રદ્ધા-વ્યાપન્નદર્શનીનો ત્યાગ
વ્યાખ્યાન ૭ સમકિતની ત્રીજી શ્રદ્ધા-વ્યાપક્ષદર્શનીનો ત્યાગ व्यापन्नं दर्शनं येषां, निह्नवानामसद्ग्रहैः ।
तेषां संगो न कर्तव्यस्तच्छ्रद्धानं तृतीयकम् ॥१॥ ભાવાર્થ-“કદાગ્રહવડે જેમનું સમ્યગ્દર્શન નાશ પામ્યું છે એવા નિહ્નવોનો સંગ ન કરવો, તે ત્રીજી શ્રદ્ધા કહેલી છે.”
અસદ્ગહથી એટલે પોતાની પ્રતિકલ્પનાએ માનેલા મત ઉપર કદાગ્રહ રાખવાથી જેમનું દર્શન એટલે સર્વ નય વિશિષ્ટ વસ્તુના બોઘરૂપ સમકિત નષ્ટ થયું છે તેવા નિલવો સમગ્ર વસ્તુઓમાં યથાવસ્થિત પ્રતિપત્તિ (શ્રદ્ધા) છતાં પણ કોઈ એકાદ અર્થમાં અન્યથા માન્યતાવાળા હોય છે. નિતવ એટલે જિનેશ્વરના વચનનું નિતવ કરે–અપલાપ કરે છે. તેવા વિદ્વવોના સંગનો ત્યાગ કરવો. નિર્તવ શબ્દના ઉપલક્ષણથી પાસસ્થા, કુશીલીયા વગેરેના સંગનો પણ ત્યાગ કરવો, અન્યથા સમતિની હાનિ થાય છે. તેમનો ત્યાગ કરવારૂપ આ ત્રીજી શ્રદ્ધા કહેવાય છે. આ વિષય ઉપર જેનું સમતિ નષ્ટ થયું છે એવા જમાલિ વગેરેનાં દ્રષ્ટાંતો છે, તેમાંથી પ્રથમ જમાલિનું દૃષ્ટાન્ત નીચે પ્રમાણે
જમાલિનું દ્રષ્ટાંત કુંડપુર નામના નગરમાં શ્રી મહાવીર સ્વામીની બહેનનો દીકરો જમાલિ નામનો રાજપુત્ર રહેતો હતો. તે જમાલિ મહાવીરસ્વામીની પુત્રી સુદર્શન સાથે પરણ્યો હતો. તેની સાથે વિષયસુખ ભોગવતો સતો તે કાળ નિર્ગમન કરતો હતો.
એકદા વિહાર કરતાં કરતાં પ્રભુ તે નગરના ઉપવનમાં સમવસર્યા. તેમને આવેલા સાંભળીને જમાલિ વાંચવા માટે ગયો. ત્યાં પ્રભુને પ્રદક્ષિણાપૂર્વક વંદના કરીને તેણે નીચે પ્રમાણે દેશના સાંભળી–
गृहं सुहृत्पुत्रकलत्रवर्गो, धान्यं धनं मे व्यवसायलाभः । कुर्वाण इत्थं न हि वेत्ति मूढो, विमुच्य सर्वं व्रजतीह जन्तुः॥ ભાવાર્થ-“મનુષ્ય એમ જાણે છે કે આ ઘર, મિત્ર, પુત્ર, સ્ત્રી, ઘન, ઘાન્ય વગેરે સર્વ મારા ઉદ્યોગની કમાણી છે, પણ તે મૂર્ખ સમજતો નથી કે આ સર્વે અહીં મૂકીને જ પ્રાણી પરલોકમાં એકલો જાય છે.”
આ પ્રમાણે દેશના સાંભળીને વૈરાગ્ય પામેલા જમાલિએ પોતાને ઘેર જઈ ઘણા આગ્રહથી માતાપિતાની આજ્ઞા મેળવી, અને પાંચસો ક્ષત્રિયોની સાથે પ્રભુ પાસે દીક્ષા ગ્રહણ કરી. ત્યારપછી હજાર સ્ત્રીઓની સાથે સુદર્શનાએ પણ દીક્ષા લીધી. ચારિત્રનું પાલન કરતાં જમાલિએ અગિયાર અંગનો અભ્યાસ કર્યો. અન્યદા એકલા વિહાર કરવાની પ્રભુ પાસે આજ્ઞા માગી. ભાવિ લાભ ન જાણવાથી પ્રભુ મૌન રહ્યા, કાંઈ પણ ઉત્તર આપ્યો નહીં. તોપણ જમાલિ પાંચસો સાધુઓને લઈને વિહાર કરી શ્રાવસ્તી નગરીએ ગયો. ત્યાં હિંદુક ઉદ્યાનમાં કોઈ યક્ષના ચૈત્યમાં રહ્યો. રૂક્ષ અને નીરસ આહાર કરવાથી કેટલેક કાળે જમાલિને તીવ્ર દાહજ્વર ઉત્પન્ન થયો. તેની પીડાથી તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org