________________
૩૦
શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
[તંભ ૧ શરીરમાં બેસવાની કે ઊભા રહેવાની પણ શક્તિ રહી નહીં. એક દિવસ તેણે સાધુઓને કહ્યું કે “મારે માટે જલદીથી સંથારો કરો, જેથી હું સૂઈ જાઉં.” તે સાંભળીને સાઘુઓ સંથારો કરવા લાગ્યા. જમાલિએ દાહન્વરની અઘિક પીડા થવાથી તરત જ સાઘુઓને પૂછ્યું કે “સંથારો પાથર્યો કે નહીં?” ત્યારે સાધુઓએ પથરાઈ રહેવા આવ્યો હતો તેથી અર્થો પથરાયો હોવા છતાં પણ “હા, પાથર્યો.” એવો જવાબ દીધો. તે જવાબ સાંભળીને વેદનાથી વિહ્વળ થયેલો જમાલિ તરત જ ઊઠીને સૂવાની ઇચ્છાથી ત્યાં ગયો, તો સંથારો અર્થો પાથરેલો જોયો; તેથી તે ક્રોઘ પામ્યો, અને “ચિનાપાં વૃત્ત (કરાતું કાર્ય કરેલું કહેવાય)” એવું સિદ્ધાંતનું વચન તેના સ્મરણમાં આવ્યું. તે જ વખતે મિથ્યાત્વનો ઉદય થવાથી કેટલીક યુક્તિઓ વડે તેણે સિદ્ધાંતનું તે વચન અસત્ય છે એમ વિચાર્યું. તે વિચારવા લાગ્યો કે “દિયમા તું, વસ્ત્રનું વહિત ઇત્યાદિ ભગવાનનું વચન અસત્ય છે; એમ આજે મને પ્રત્યક્ષ થયું છે, કેમકે આ સંથારો હજુ “ક્રિયા એટલે કરાતો છે, તે “તું” એટલે કરેલો નથી. માટે સર્વ વસ્તુ કરાતી હોય તે કરેલી કહેવાય નહીં, પરંતુ જે કાર્ય કર્યું હોય-પૂરું થઈ ગયું હોય તે જ કર્યું કહેવાય. જેમ કે ઘટ વગેરે કાર્ય ક્રિયાકાળના અંતમાં જ થયેલું દેખાય છે; પરંતુ શિવસ્થાસાદિ કાળે ઘટરૂપી કાર્ય થયેલું દેખાતું નથી. આ વાત બાળગોપાળથી આરંભીને સર્વ જનને પ્રત્યક્ષ સિદ્ધ છે.” આ પ્રમાણે વિચારીને તે પોતાની કલ્પિત યુક્તિઓ સર્વ સાધુઓને સમજાવવા લાગ્યો, ત્યારે તેના સમુદાયમાંના સ્થવિર સાધુઓએ તેને કહ્યું કે “હે આચાર્ય! “ક્રિયા ’ વગેરે ભગવાનનાં વાક્યો સત્ય જ છે, તેમાં કાંઈ પણ પ્રત્યક્ષ વિરોઘ નથી. કેમકે એક ઘટાદિક કાર્યમાં અવાજોર કારણો અને કાર્યો અસંખ્યાતા હોય છે. માટી લાવવી, તેનું મર્દન કરીને પિંડ બનાવવો, તેને ચક્રપર ચડાવવો, દંડથી ચક્ર ભમાવવું, પ્રથમ શિવ કરવું, પછી સ્થાસ કરવું, ઇત્યાદિ ઘટરૂપી કાર્યનાં સર્વ કારણો છે, અને છેવટે દોરાવડે કાપીને ઘટને ચક્રથી જુદો કરે ત્યારે જ તે ઘટરૂપી કાર્ય થયું એમ તમારું માનવું છે તે અયોગ્ય છે. કેમકે ઘટરૂપ કાર્ય કરતી વેળાએ દરેક સમયે અન્ય અન્ય કાર્યોનો આરંભ થાય છે અને તે તે કાર્યો નિષ્પન્ન થાય છે. કેમ કે કાર્યના કારણનો અને નિષ્પત્તિનો એક જ કાળ છે. (કારણનો કાળ જુદો અને નિષ્પત્તિનો કાળ જુદો એમ નથી) તેથી સર્વ અવાંતર કારણો અને કાર્યો થઈ રહ્યા પછી છેલ્લે સમયે જ પરિપૂર્ણ ઘટનો આરંભ થાય છે, તે જ સમયે તે નિષ્પન્ન થાય છે. (આ વિષય ઉપર ઘણો વિસ્તાર છે તે મહાભાષ્યથી જાણી લેવો.) વળી હે જમાલિ! તમે સંથારો અર્થો પાથરેલો જોઈને “સંથારો કર્યો જ નથી” એ પ્રમાણે બોલ્યા તે અયોગ્ય છે, કેમ કે સંથારો અર્થો પાથર્યો છે, એમ તો તમે પણ બોલ્યા, તે ન પાથર્યો હોય તો કેમ બોલાત? માટે પ્રથમથી જેટલા આકાશપ્રદેશમાં સંથારો પાથરવા માંડ્યો તેટલા આકાશપ્રદેશમાં તો તે પથરાઈ ગયો છે. માત્ર ઉપર પાથરવાનાં વસ્ત્રો બાકી છે, તે પથરાયાં નથી, પણ સંથારો જેટલો પથરાયો તેટલો તો પાથર્યો જ છે; તે કાંઈ હવે પાથરવાનો નથી. માટે વિશિષ્ટ સમયની અપેક્ષાવાળાં ભગવાનનાં વાક્યોમાં કોઈ જાતનો દોષ નથી.”
આ પ્રમાણે અનેક યુક્તિઓથી સ્થવિર સાધુઓએ જમાલિને સમજાવ્યો, તોપણ તે સમજ્યો નહીં; ત્યારે તેઓ તેને છોડીને વિરપ્રભુ પાસે ગયા. પણ સુદર્શનાએ તો જમાલિ પરના અનુરાગને લીધે તેનો મત કબૂલ કર્યો. અન્યદા તે ઢંક નામના કુંભારજાતિના શ્રાવકને ઘેર જઈ રહી હતી. ત્યાં
૧ શિવ અને સ્થાન એ ઘડાના પેટાળ, ગોળાશ વગેરે અવયવ વિશેષ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org