________________
વ્યાખ્યાન ૭] સમકિતની ત્રીજી શ્રદ્ધા-વ્યાપન્નદર્શનીનો ત્યાગ ટંકને પોતાના મતમાં લેવા માટે તે સમજાવવા લાગી. એટલે ઢકે તેને મિથ્યાત્વ પામેલી જાણીને કહ્યું કે “અમે તો કાંઈ એવી વાતોમાં સમજતા નથી.” પછી એક દિવસ ઢંક શ્રાવક નિભાડામાંથી ઠામ કાઢતો હતો અને તે જ ઠેકાણે સુદર્શન સાથ્વી બેઠી બેઠી સ્વાધ્યાય કરતી હતી. તેને પ્રતિબોઘ કરવા માટે ઢંકે અગ્નિનો એક અંગારો તેના વસ્ત્ર ઉપર મૂકી દીઘો, તેથી તે વસ્ત્રનો એક છેડો બળી ગયો. તે જોઈને સુદર્શના બોલી કે–“હે શ્રાવક! તેં મારું વસ્ત્ર બાળી નાખ્યું.” ત્યારે ઢંક બોલ્યો કે “અરે! બળતું હોય તે બાળ્યું કહેવાય, એવો તો શ્રી ભગવાનનો મત છે; તમે તો એવું ક્યાં માનો છો? તમારા મતે તો આખું વસ્ત્ર બળી ગયું હોય ત્યારે જ બાળ્યું કહેવાય. હજુ તો તમારા વસ્ત્રનો એક જરા સરખો છેડો બન્યો છે, માટે તમે બાળ્યું કેમ કહો છો?” આ પ્રમાણેનું ઢકનું વાક્ય સાંભળીને વિચાર કરતાં તે સુદર્શન બોઘ પામીને બોલી કે “હે શ્રાવક! તેં મને ઠીક પ્રતિબોઘ પમાડ્યો. હું હવે તે સંબંધી મિથ્યાદુષ્કત આપું છું.” એમ કહીને તે જમાલિ પાસે જઈ તેને પણ બોઘ કરવા લાગી; પરંતુ તે તો જરા પણ બોઘ પામ્યો નહીં, તેથી તેને એકલો મૂકીને સુદર્શન ભગવાનની પાસે ગઈ.
એકદા જમાલિએ ચંપાનગરીમાં આવીને શ્રી મહાવીરસ્વામીને કહ્યું કે “હે જિન! મારા સિવાય તમારા બીજા બધા શિષ્યો છvસ્થપણે જ વિહાર કરે છે, પરંતુ મને તો કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે. તેથી હું તો સર્વજ્ઞ અરિહંત થયો છું.” તે સાંભળીને ગૌતમસ્વામી બોલ્યા કે “હે માલિ! તું એવું અસત્ય ભાષણ ન કર; કેમ કે કેવળજ્ઞાનીનું જ્ઞાન તો કોઈ પણ ઠેકાણે અલના પામતું નથી. જો તું કેવળી હો તો મારા પ્રશ્નનો જવાબ આપ–આ લોક શાશ્વત છે કે અશાશ્વત છે? અને આ સર્વ જીવો નિત્ય છે કે અનિત્ય છે?” તે સાંભળીને તેનો ઉત્તર નહીં સૂઝવાથી જમાલિએ મૌન ધારણ કર્યું, અને નિયંત્રિત કરેલા સાપની જેમ સ્થિર થઈ ગયો. તે જોઈને પ્રભુ બોલ્યા કે “હે જમાલિ! છદ્મસ્થ સાધુઓ પણ આ પ્રશ્નોના જવાબ આપી શકે છે. તે આ પ્રમાણે–ભૂત, ભવિષ્ય અને વર્તમાનની અપેક્ષાએ આ લોક નિત્ય છે, અને ઉત્સર્પિણી તથા અવસર્પિણી કાળની અપેક્ષાએ આ લોક અનિત્ય છે, તેમજ દ્રવ્યરૂપે કરીને આ જીવ શાશ્વત છે, અને તિર્યચ, મનુષ્ય, નારકી તથા દેવપણાના પર્યાયવડે અશાશ્વત છે.”
આ પ્રમાણેના ભગવાનના વાક્ય પર તે જમાલિને શ્રદ્ધા થઈ નહીં, તેથી તે પોતાને અને બીજાઓને પણ કુયુક્તિઓ વડે મિથ્યાત્વી કરવા લાગ્યો. છેવટે મૃત્યુ સમયે પણ તે પાપકર્મનું પ્રાયશ્ચિત્ત લીધા વિના તથા આલોયણ પ્રતિક્રમણાદિ કર્યા વિના એક માસનું અનશન કરીને લાંતક દેવલોકમાં તેર સાગરોપમના આયુષ્યવાળો કિલ્પિષી દેવ થયો. (આ જમાલિનું ચરિત્ર શ્રી ભગવતીસૂત્રમાં વિસ્તારથી આપેલું છે.)
શ્રી જિનેશ્વરે કહ્યું છે કે–“દેવ, તિર્યંચ અને મનુષ્યના ભવમાં પાંચ પાંચ વાર ઉત્પન્ન થયા પછી તે જમાલિ ફરીને સમકિત પામી સિદ્ધિ સુખને પામશે.” આ પ્રમાણે શ્રી વીર પ્રભુના પ્રાકૃત ચરિત્રમાં કહેલ છે.
“આ જમાલિનું ચરિત્ર સાંભળીને ભવ્ય જીવોએ નષ્ટદર્શનીનો (એટલે જેનું દર્શન શ્રદ્ધા નષ્ટ થઈ ગઈ છે તેનો) સંગ કરવો નહીં. એવો સંગ પ્રાપ્ત થયા છતાં પણ જેઓ ઢક શ્રાવકની જેમ શ્રદ્ધાનો ત્યાગ કરતા નથી તેઓ સર્વ પ્રકારનાં સુખને પામે છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org