________________
૩ર.
શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
[સ્તંભ ૧ વ્યાખ્યાન ૮ સમકિતની ચોથી શ્રદ્ધા-પાખંડીસંગવર્જન शाक्यादीनां कुदृष्टीनां, बौद्धानां कूटवादिनाम् ।
वर्जनं क्रियते भव्य, सा श्रद्धा स्यात्तुरीयका ॥१॥ ભાવાર્થ-“શાક્ય વગેરે કુદ્રષ્ટિએ (મિથ્યાત્વીઓ)નું, બૌદ્ધોનું અને મિથ્યાભાષીઓનું વર્જન કરવું, એ ચોથી શ્રદ્ધા કહેલી છે.” શાક્યમતવાળા ઉન્મત્ત જેવા થઈને એવો ઉપદેશ આપે છે કે
न मांसभक्षणे दोषो, न मद्ये न च मैथुने ।
પ્રવૃત્તિરેષા મૂતાનાં, નિવૃત્તિસ્તુ મહાપણના શા. ભાવાર્થ-“માંસ-ભક્ષણ કરવામાં, મદ્ય-મદિરા પાન કરવામાં અને વિષયસુખ સેવવામાં કશો દોષ નથી, કેમકે પ્રાણીઓની એવી જ પ્રવૃત્તિ છે; પરંતુ તે માંસભક્ષણ વગેરેથી નિવૃત્ત થવામાં મોટું ફળ છે.” તેઓ કોઈ યુવાન સ્ત્રીને ઉદ્દેશીને કહે છે કે
पिब खाद च चारुलोचने, यदतीतं वरगात्रि तन्न ते ।
न हि भीरु गतं निवर्तते, समुदयमात्रमिदं कलेवरम् ॥४॥ ભાવાર્થ-“હે સુંદર નેત્રવાળી સ્ત્રી! તું યથેચ્છ ખા અને પી. હે સુંદર ગાત્રવાળી! જે આ તારી યુવાવસ્થા ગઈ તે તારી નથી, અર્થાત્ પછી ફરીથી તને મળવાની નથી; કેમકે હે ભીરુ સ્ત્રી! જે કાંઈ ગયું તે પાછું આવતું નથી. અને આ શરીર તો માત્ર પાહુણા જેવું (થોડી મુદત રહેવાનું) છે.”
પ્રથમ શ્લોકમાં શાક્યાદિ લખ્યું છે, તે આદિ શબ્દથી એકાંત નયને અંગીકાર કરનારા સર્વે મિથ્યાદ્રષ્ટિ સમજવા. કહ્યું છે કે
जावइया वयणपहा, तावइया चेव हुंति नयवाया ।
जावइया नयवाया, तावइयं चेव मिच्छत्तं ॥१॥ ભાવાર્થ-“જેટલી વચનરચના છે તે સર્વે નયવાદ છે, અને જેટલા નયવાદ છે તેટલા મિથ્યાત્વના પ્રકાર છે.”
તેથી શાક્યમતવાળાનો તથા અન્ય મિથ્યાવૃષ્ટિઓનો પણ સંગ વર્જવો. વળી કુદ્રષ્ટિ એટલે જેમનું દર્શન (શાસન) કુત્સિત છે-નિંદ્ય છે તેવા કુદ્રષ્ટિ ત્રણસો ને ત્રેસઠ પ્રકારના હોય છે. આગમમાં તેના ભેદ આ પ્રમાણે દેખાડ્યા છે.
असियसय किरियाणं, अकिरियवाईण होइ चुलसी उ ।
अन्नाणिय सत्तठ्ठी, वेणइयाणं च बत्तीसं ॥४॥ ભાવાર્થ-“ક્રિયાવાદીના એકસો ને એંસી ભેદ છે, અક્રિયાવાદીના ચોરાશી ભેદ છે, અજ્ઞાનવાદીના સડસઠ ભેદ છે અને વિનયવાદીના બત્રીશ ભેદ છે.” આમ કુલ ૩૬૩ ભેદ થાય છે.
તેવા કુદ્રષ્ટિના સંગનો ત્યાગ કરવો; તથા બૌદ્ધ એટલે ક્ષણિકવાદી તથા મિથ્યાભાષી એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org