________________
વ્યાખ્યાન ૮]
સમકિતની ચોથી શ્રદ્ધા-પાખંડીસંગવર્જન
33
નાસ્તિકો, તેમનો સંગ શુદ્ધ બુદ્ધિવાળા ભવ્ય પ્રાણીઓએ સર્વથા પ્રકારે તત્કાળ વર્લ્ડવો. તે ચોથી પાખંડીસંગવર્જનરૂપ શ્રદ્ઘા જાણવી. આ હકીકતને દૃઢ કરવા માટે ઇન્દ્રભૂતિ (ગૌતમ)નું દૃષ્ટાંત કહે છે તે નીચે પ્રમાણે—
ઇંદ્રભૂતિ (ગૌતમસ્વામી)નું દૃષ્ટાંત
गुरुं वीरं च संप्राप्य, इन्द्रभूतिर्गणाधिपः । ખાત: સંગત્યાગેન, સર્મથને રતઃ શા
ભાવાર્થ-‘ઇન્દ્રભૂતિ (ગૌતમ) ગણઘર મહાવીરસ્વામી ગુરુને પામીને કુસંગનો ત્યાગ કરી સદ્ધર્મની પ્રરૂપણા કરવામાં આસક્ત થયા.’
શ્રી મહાવીરસ્વામી કેવળજ્ઞાન પામ્યા પછી અપાપા નગરીના મહસેન નામના ઉદ્યાનમાં સમવસર્યા. તે ગામમાં સોમિલ નામના બ્રાહ્મણને ઘરે યજ્ઞને માટે અગિયાર વિદ્વાન બ્રાહ્મણો મળ્યા હતા. તેમાં ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ વગેરે પાંચ પંડિતો પાંચસો પાંચસો શિષ્યો સહિત આવ્યા હતા. બે પંડિતો સાડાત્રણસો સાડાત્રણસો શિષ્યો સહિત આવ્યા હતા, અને ચાર પંડિતો ત્રણસો ત્રણસો શિષ્યો સહિત આવ્યા હતા. એ પ્રમાણે ૪૪૦૦ બ્રાહ્મણો એકઠા મળ્યા હતા. તે સમયે શ્રી વીરપ્રભુને વાંદવા માટે આકાશમાર્ગે આવતા અસંખ્ય સુરઅસુરને જોઈને તથા દેવદુંદુભિના ધ્વનિને સાંભળીને તે પંડિતો બોલ્યા કે “અહો! અમારા યજ્ઞમંત્રોના આકર્ષણથી આકર્ષાઈને આ દેવો સાક્ષાત્ અહીં આવે છે.’’ પરંતુ તે દેવતાઓને ચાંડાલના પાડાની જેમ તે યજ્ઞના સ્થાનને તજીને પ્રભુ પાસે જતા જોયા, તેથી તે સર્વે બ્રાહ્મણો ખેદ પામ્યા. તેઓએ લોકોના મુખથી સાંભળ્યું કે “આ દેવતાઓ સર્વજ્ઞને વાંદવા જાય છે.'' તે સાંભળીને સર્વ બ્રાહ્મણોમાં મુખ્ય ઇન્દ્રભૂતિ હતો, તેણે વિચાર કર્યો કે “અહો! હું એક જ સર્વજ્ઞ છતાં શું બીજો પણ કોઈ મનુષ્ય પોતાનું સર્વજ્ઞપણું પ્રસિદ્ધ કરે છે? કદાચ કોઈ ધૂર્ત મૂર્ખ જનોને છેતરે, પણ અહો! આ ધૂર્તે તો દેવોને પણ છેતર્યા જણાય છે, કે જેથી સરોવ૨ને છોડી જતા દેડકાની જેમ, સારા વૃક્ષને તજી જતા ઊંટોની જેમ, સૂર્યના તેજને તજી જતા ઘુવડોની જેમ અને સુગુરુને છોડી જતા કુશિષ્યોની જેમ આ દેવો યજ્ઞમંડપને તથા મને સર્વજ્ઞને પણ છોડીને તેની પાસે જાય છે; અથવા જેવો એ સર્વજ્ઞ હશે તેવા જ આ દેવો પણ હશે; તો પણ હું આવા ઇન્દ્રજાળીને સહન કરી શકતો નથી. કેમકે આકાશમાં બે સૂર્ય હોઈ શકે નહીં, એક ગુફામાં બે કેસરીસિંહ રહી શકે નહીં અને એક મ્યાનમાં બે તલવારો રહી શકે નહીં.'' એ પ્રમાણે વિચાર કરતાં તે ઇન્દ્રભૂતિએ પ્રભુને વાંદીને પાછા આવતા લોકોને જોઈને પૂછ્યું કે, “હે લોકો! તે સર્વજ્ઞ કેવો છે?’’ ત્યારે લોકોએ તેમના આઠ પ્રાતિહાર્ય વગેરેનું સ્વરૂપ કહ્યું અને બોલ્યા કે–
यदि त्रिलोकी गणनापरा स्यात्तस्याः समाप्तिर्यदि नायुषः स्यात् । परेपरार्ध्यं गणितं यदि स्याद् गणेय निःशेषगुणोऽपि स स्यात् ॥ १॥ ભાવાર્થ-જો કદાચ ત્રણ જગતના જીવો તે ભગવાનના ગુણોની ગણના કરવા તત્પર થાય, તેમાં પણ તેમના આયુષ્યની સમાપ્તિ જ ન હોય, અને પરાર્ધથી પણ અધિક સંખ્યાના અંક હોય, તો તે ભગવાનના સમગ્ર ગુણોની ગણના કદાચ થઈ શકે!’’
આ પ્રમાણે લોકોના મુખથી સાંભળીને ઇન્દ્રભૂતિ બોલ્યો કે “ખરેખર આ કોઈ મહાધૂર્ત
ભાગ ૧-૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org